SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતામ્બર જૈન સાધુ ભગવંતોની તેં મશ્કરી કરી હતી. હા! હા! આ શ્વેતામ્બર સાધુઓ તો વનમાં રખડે છે અને સ્નાન શૌચ નહીં કરતા એવા આ દુર્ગંધથી ભરેલા હોય છે અને ખૂબજ ઉજ્જવળ એવા વસ્ત્રોને પણ પોતાના મલીન દેહ વડે મેલા કરે છે. આવા વચનો ઉચ્ચારી જૈન શ્વેતામ્બર સાધુ ભગવંતની નિંદા-જુગુપ્સા કરવાના પાપના ઉદયે તું ત્યાંથી મરીને નરકમાં ઉત્પન્ન થઈ હતી. ત્યાંથી અનુક્રમે કુકડી, ચાંડાલી, ગામની ભુંડણ વગેરે અનેક દુર્ગતિના દુષ્ટ ભવોમાં લાંબો કાળ ભમીને અંતે ઘણા કર્મોનો ક્ષય થતાં તું મહામૂલ્યવાન એવા આ માનવભવને પામી પરંતુ તે જ કૃત્યના શેષ રહેલા થોડા કર્મોના પ્રબળ ઉદયે આ ભવમાં પણ તને આ દુર્ગંધીપણું અને દુર્ભાગીપણું પ્રાપ્ત થયેલ છે. હે બાળા! આ જગતમાં સર્વોતમ પુરૂષ, ત્રણલોકમાં પૂજનીય એવા વીતરાગ પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે, તેમનાં વેશમાત્રને પણ ધારણ કરનારા નિષ્ક્રિય એવા સાધુ ભગવંતો પણ નિંદનીય નથી. તો પછી મિથ્યાત્વનો ધ્વંસ કરનારા પંચમહાવ્રતના ધારક અને પાલક, અરિહંત પરમાત્મા શાસનને અજવાળતા એવા સુસંયમી શ્રમણ ભગવંતોની નિંદા કરવી કેટલી ઉચિત છે. અરે! આ મહાપૂજનીય મહામુનિઓની નિંદા-અવહેલના અને મશ્કરી તો અનંત સંસારના ભવમણને વધારનારી છે. જેઓ નિસ્પૃહી, નિર્મમત્વી, નિષ્પરિગ્રહી અને સૃષ્ટિપરના નિષ્કારણ બંધુ જીવમાત્રને પણ ત્રાસ ન પમાડવા માટે સતત જાગૃત એવા નિર્દોષચર્ચાપૂર્વક સંયમ જીવનની આરાધના કરતા નિગ્રંથો તો સર્વત્ર પૂજવા । યોગ્ય છે, નિઃસ્વાર્થ ભાવે સૌને દુર્ગતિમાં પડતા અટકાવતા “ધર્મલાભ” શબ્દ દ્વારા અનેક જીવોની જીવનનૈયાના સાચા રાહબર બનતા આ મહાત્માઓની નિંદા તો કેમ કરાય? હે દુર્ગંધા! આ તીર્થના મહાપ્રભાવથી આજે તારા અનેક જન્મોના અશુભ કર્મોનો ક્ષય થતાં તને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલ છે, બોધિબીજનું વપન થયું છે, બસ! હવે આ તીર્થભક્તિ રૂપી જલ વડે સતત સિંચન કરવાથી તારા અનંત સંસારભ્રમણનો અંત આવતાં પ્રાન્ત તું મોક્ષસુખના ફળને પ્રાપ્ત કરીશ.” કેવલી મુનિભગવંતના સુધારસનું પાન કરી આનંદવિભોર બની ધન્યતા અનુભવતી દુર્ગંધાનું હૈયું હર્ષથી નાચી ઉઠ્યું મુનિવરના ચરણકમલમાં નતમસ્તક ઝૂકી ગઇ. Jain Educa (૩૯ morary.org
SR No.004918
Book TitleChalo Girnar Jaie
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year2008
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy