SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 5::::::::intenstein infinitutifutilexis bikini: 13:43::::: : ::frtings: Initialitatistia Haveti-reiાકન======= સિંહવાહનની ઉપર આરૂઢ થઈ ચારે દિશાના સમસ્ત પ્રદેશમાં પ્રકાશ પ્રસરાવતી અંબિકાદેવી પુનઃ પ્રત્યક્ષ થઈ કહે છે, “હે વત્સ! તારા દ્રઢ સત્ત્વથી હું ખૂબ સંતુષ્ટ છું, માટે તારા મનની જે ઇચ્છા હોય તે મારી પાસે માંગી લે.” દેવીના આ વચનો સાંભળતાની સાથે જ રત્નશ્રાવક કહે છે, “હે માં આ મહાતીર્થના ઉદ્ધાર સિવાય મારો અન્ય કોઈ પણ મનોરથ નથી, આપ મને શ્રી નેમિનાથ પ્રભુની એવી વજમય મૂર્તિ આપો કે જે શાશ્વત રહે જેને પૂજીને મારો જન્મ કૃતાર્થ કરું અને અન્ય પૂજનાર જીવો પણ હર્ષોલ્લાસને પામે!” અંબિકા કહે છે, “સર્વજ્ઞ ભગવંતે તારા હાથે તીર્થનો ઉદ્ધાર થવાનો કહ્યો છે, માટે તું મારી સાથે ચાલી મારા પગલે પગલે આજુ બાજુ દ્રષ્ટિ નાખ્યા વગર ચાલ્યો આવ. રત્નશ્રાવક દેવીના પગલે પગલે આગળ જવા લાગ્યો. ડાબા હાથ તરફના અન્ય શિખરોને છોડતા છોડતા દેવી પૂર્વ દિશા તરફના હિમાદ્રિપર્વતના કંચન શિખર ઉપર ગઇ, જ્યાં સુવર્ણ નામની ગુફા પાસે આવીને દેવી સિદ્ધિવિનાયક નામના અધિષ્ઠાયક દેવને વિનંતી કરે છે, "હે ભદ્ર! ઇન્દ્ર મહારાજાના આદેશથી આપ આ શિખરના રક્ષક છો તેથી આ દ્વાર ઊઘાડો દેવીના આદેશથી સિદ્ધવિનાયક તરત જ ગુફાના દ્વાર ખોલે છે ત્યારે અંદરથી દિવ્ય તેજપૂંજનો પ્રકાશ પ્રગટ થયો અને આગળ અંબિકા દેવી અને પાછળ રત્નશ્રાવક આ દિવ્ય ગુફામાં પ્રવેશ કરે છે. સુવર્ણ મંદિરમાં બિરાજમાન એવી વિવિધ મણિ, રત્ન વગેરેની મૂર્તિઓ બતાવતાં કહે છે, “હે રતની આ સૌધર્મ નામના ઈન્ચે બનાવેલી મૂર્તિ છે, આ ધરણેન્દ્ર પધરાગમણિમાંથી નિર્માણ કરેલ મૂર્તિ છે. આ મૂર્તિઓ ભરત મહારાજા, આદિત્યયશા, બાહુબલી વગેરેએ રત્ન, માણેક વગેરેની બનાવેલી તથા દીર્ધકાળ સુધી આ બિંબોની પૂજાભક્તિ કરેલ છે, આ બ્રહ્મન્દ્ર દ્વારા રત્ન-મણિનો સાર ગ્રહણ કરીને બનાવેલી છે, જે શાશ્વત મૂર્તિ જેવી છે અને અસંખ્યાત કાળ સુધી તેમના બ્રહ્મલોકમાં પૂજાયેલી છે, આ રામ અને કૃષ્ણ દ્વારા બનાવેલી છે, આ મૂર્તિઓમાં તને જે પસંદ પડે તે મૂર્તિ તું ગ્રહણ કર!” માનવીના મનને હરી લેનારા આવા મનોરમ્ય દેવાધિદેવના દિવ્ય બિંબોને નિહાળી રત્નશ્રાવક તો પ્રસન્નતાના પરમોચ્ચ શિખરોને સર કરવા લાગ્યો. આજે તેનો હર્ષ માતો ન હતો, એક પ્રતિમા જુઓ અને બીજી ભૂલો. કઈ પ્રતિમા ઉપર પસંદગી ઉતારવી તેનો નિર્ણય કરવો અતિ કઠીન કાર્ય બની ગયું, અંતે તેણે મણિરત્નાદિમય જિનબિંબની પસંદગી કરી ત્યારે અંબિકાદેવીએ કહ્યું, “હે વત્સ! ભાવિના દુષમકાળમાં લોકો શંકારહિત, નિષ્ફર, લોભથી ગ્રસ્ત અને મર્યાદા વિનાના થશે. તેઓ આ મણિરત્નમય બિંબની આશાતના કરશે. તને આ તીર્થના ઉદ્ધારના પુણ્ય કરતા પાછળથી ઘણો પશ્ચાતાપ થશે. માટે tr: 11:11 111111, 12:1 TET / A : 117 1:11T; TTTTTTT**131TH 1 11TET1TET 13 12::: VITTEET, HTATE 11: 1:31:11::: :: ::::::::::::. 1:iii': Traditi;t: "; SE: 1:11 ary.org
SR No.004918
Book TitleChalo Girnar Jaie
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year2008
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy