SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ઝંખના જ ધર્મને – ક્રિયાને અમૃત બનાવે છે. એ ધર્મરૂપી અમૃત જ પરમપદદાયક છે. ગ્લાનિ કે દુઃખી જનોની સેવાના અવસરે આપણે આપણા જ સ્વાર્થમય અનુષ્ઠાનો કેવી રીતે કરી શકીએ ? તીર્થમાં માનવનો ઘણો સમૂહ પર્વમાં એકઠો થાય. તે ભીડમાં બેચાર યાત્રીઓ પડી ગયા હોય, ત્યારે પોતાને દર્શન કરવાનાં રહી જશે તેમ માની તેના પર પગ મૂકી, જાણવા છતાં બેદરકાર રહી દોડે અને કદાચ તેનો દ્વારપ્રવેશમાં પહેલા નંબર લાગે. પ્રભુનાં દર્શન કરે, પણ પ્રભુ તે સ્વીકારે ખરા ! શું પ્રભુ પાષાણરૂપ જડ તત્ત્વ છે ? તારી ભાવનામાં જો તે જીવંત સ્વામી છે, તો તેમની કરુણામય બોધનું તારા હૃદયમાં શું સ્થાન છે ? તે જીવંત હોવું જોઈએ. જીવને કેવળ ચમત્કાર જ ગમે છે ? તે સાંભળે કે માર્ગમાં કોઈ ગ્લાનિ બીમારની સેવામાં રોકાઈ ગયેલો પ્રવાસી પાછળ હતો. પણ જ્યારે સૌ મંદિરમાં પહોંચ્યા, ત્યારે આ શું ? તે તો સૌની પહેલાં પ્રભુદર્શન માટે ઊભો હતો ? શું સાચું ? તે રોકાયો હતો તે, કે પછી પ્રભુ સામે ઊભો હતો તે ? એને ચમત્કાર માની જીવો ને વાતો વાગોળ્યા કરે પણ જીવને પોતાને એ ચમત્કાર પોતામાં ઉતારવો કેમ કઠણ લાગે છે ? ભાઈ ! પરમાર્થ સ્વાર્થ માટે નથી. પ્રભુને વહાલા તે તને વહાલા હોવા જોઈએ. પ્રભુને કોણ વહાલા છે, તે મને ખબર છે. તારી શક્તિ એટલી વ્યાપક ન હોય તો પણ તું જ્યાં હોય ત્યાં યથાશક્તિ કરુણાને અમલી બનાવી દે. પાણી ગાળીને પીનારો, પાંચ તિથિ વનસ્પતિનો ત્યાગ કરનારો, તુચ્છ ફળનો ત્યાગ કરનારો, આવી અહિંસા ભાવનાવાળો તારામાં કરુણાનો આનંદ કેમ ન હોય ? કરુણાથી દાનધર્મ કે દાનધર્મથી કરુણા ? જેનામાં કરુણા કે ઉદારતા જેવા ગુણો નથી તેનું દાન શુભભાવવાળું હોવા છતાં માન પાસે આવીને અટકી જશે. જે મોહનીય કર્મની પ્રકૃતિયુક્ત હશે, તું Jain Education International સત્ત્વેષુ મૈત્રી * ૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004904
Book TitleSattveshu Maitri
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy