SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્જન વિચારે છે કે મને દુઃખ પ્રિય નથી. તેમ કોઈ જીવને દુઃખ પ્રિય નથી. માટે મારે મન, વચન કે કાયાથી કોઈને કોઈ પ્રકારે દુઃખ ન આપવું. સૌને સુખ પ્રિય છે. માટે મારે સૌને સુખ આપવા પ્રયત્ન કરવો. O ઉપકારી પ્રત્યે મૈત્રી : સામાન્ય મૈત્રી. O અપકારી પ્રત્યે મૈત્રી : સ્વજનમૈત્રી O સ્વજન નિરપેક્ષ મૈત્રી : ઉત્તમ મૈત્રી O સ્વાભાવિક મૈત્રી : પરહિતચિંતા – મૈત્રી. સંસારી જીવને હજી વ્યવહારનો ભેદ છે તેથી મૈત્રીના આવા પ્રકારની વિચારણા છે, ઉત્તમ મૈત્રીમાં કંઈ ભેદ નથી. શ્રી વિનય વિજયજી મહારાજે સ્વસંબોધનથી જણાવ્યું છે કે : નોંધ : તને પુણ્યયોગે પરમાર્થ માર્ગ મળ્યો છે, માટે ભાવના કર કે કર્મોની વિચિત્રતાના ભોગ બની ચારે ગતિમાં ભ્રમણ કરતા જીવો પરિભ્રમણથી મુક્ત થાઓ. મિત્રભાવે આવું ચિંતન કરો. આ દુનિયામાં સૌ મારા મિત્રો છે. કોઈ મારો દુશ્મન નથી. માનવ કર્મપ્રકૃતિવશ ક્રોધાદિને વશ થાય, તેમની આ પ્રકૃતિ શાંત થાઓ. વળી જીવને માન-અપમાનાદિ પોતાના જ કર્મનું પરિણામ છે. તેમાં શત્રુતાના ભેદ કરવા જેવું નથી. પરંતુ ભાવના કરવી કે આ જીવો આવા કષાયથી ક્યારે છૂટે ? ક્યારે તેઓ પણ નિષ્કષાયી થઈ સુખ શાંતિ પામે. વળી આપણાં પાપકર્મો પણ એવાં હોઈ શકે કે અન્યને આપણા ઉપર દ્વેષ કે તિરસ્કાર આવે, માટે સહિષ્ણુતા વડે સહી લેવું. મૈત્રીભાવના કેવી રીતે કરશો? O હું ક્રોધની સામે ક્રોધ નહિ કરું. O માનની સામે અભિમાન નહિ કરું. સત્વેષ મૈત્રી - ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004904
Book TitleSattveshu Maitri
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy