SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. બોધિ દુર્લભ ભાવના પરમ ઉપકારી ગ્રંથકારશ્રી પ્રકાશે છે કે હે વિશાળ બુદ્ધિવાળા જીવો જે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર છે, દુષ્માપ્ય છે, આગામી ભવને ઉજ્જવળ કરનાર છે તેવી બોધિ દુર્લભરૂપ ભાવનાની ઉપાસના કરો. હે ચેતન! તમે ચિંતન કરો કે મને મહાભાગ્યે આ ઉત્તમ સંસ્કારવાળો મનુષ્ય જન્મ મળ્યો. તિર્યંચમાં જન્મ્યો હોત કે અરે દેવલોકમાં જન્મ્યો હોત તો પણ મને આવો દુર્લભ ધર્મ કયાંથી પ્રાપ્ત થાત? ભલે ભરપૂર સુખ ન હોય, પણ તીવ્ર પ્રકારના દુઃખ પણ નથી. વળી મને કર્મભૂમિધર્મપ્રાપ્ત ભૂમિ મળી છે. જયાં તીર્થકરનું શાસન પ્રવર્તે છે. ધર્મપુરૂષાર્થ કરવાની જયાં પૂરી અનુકૂળતા છે. વળી હજી મારા દેહાદિ સક્ષમ છે. આરાધનામાં સહાયક છે. વૃદ્ધાવસ્થા આવી નથી, મૃત્યુ નિશ્ચિત છે તેમ સમજીને આ પ્રાપ્ત અવસરમાં ધર્મપુરૂષાર્થ કરી લઉં, ગયો સમય પાછો નહિ આવે. પુણ્યોદયે ગુરૂજનોનું સાન્નિધ્ય પણ મળ્યું છે. તેમ બોધનું શ્રવણ એ બોધિરત્ન છે. મને મળેલું આ બોધિરત્નનું મારે રક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ. મારા બધાજ સાંસારિક કાર્યો ગૌણ કરી આ પ્રાપ્ત ધર્મને આરાધવો જોઈએ. દેવગુરુની આ કૃપાને મારે મારા હૃદયમાં બહુમાનપૂર્વક ધારી રાખવી જોઈએ. વળી જીવે વિચારવું કે આ બોધિતત્ત્વ, સમ્યકત્વ મારો આત્મિક ગુણ છે. મારી શ્રદ્ધારૂપ પરિણતિ છે. જેના વડે અનાદિનું ભવભ્રમણ ટળી મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે. આવું મહિમાવાન બોધિરત્ન મળ્યા પછી હવે જગતના પદાર્થોની આકાંક્ષા મારે શા માટે કરવી? આ બોધિરત્ન પ્રાપ્ત થયે મને આત્મિક આનંદ મળવાનો છે. જે કષ્ટ કે સંકટમાં પણ ટકવાવાળો છે. આ બોધિરત્નની નિપજ તત્ત્વશ્રદ્ધાના પરિણામથી અને સદેવ, સતુગુરુ અને સતુધર્મની શ્રદ્ધાથી છે. જે શ્રદ્ધાનો સંસ્કાર અને જન્માંતરે સાથ આવવાનો છે. ભવમુક્તિ ન થાય ત્યાં સુધી તે મને સાથ આપશે. વળી તે સ્વર્ગમાં વિશ્રામ કરાવી આખરે મોક્ષ સુધી પહોંચાડે તેવી બોધિરત્નની ખૂબી છે. યદ્યપિ તેની પ્રાપ્તિ દુર્લભ છે છતાં ભવ્યાત્મા દેવગુરુકૃપાએ તે પ્રાપ્ત કરે છે. ચિંતનયાત્રા બોધિ દુર્લભ ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy