SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ બાદર કાયયોગના રૂંધન પછી સૂક્ષ્મકાયયોગ બાકી છે. પંચ હૃસ્વાક્ષરના કાળમાં શુકલધ્યાનના ચોથા પાયાને સમુચ્છિન્નક્રિયા કહે છે. અહી ક્રિયામાત્રનો નાશ છે કારણકે યોગનિરોધ થયો છે. મોક્ષે જતાં પહેલા સર્વકર્મોનો નાશ થવો જોઈએ. પછી અજન્મા બને છે. તે આત્મા લોકાગ્રે જઈને પવિત્ર એવા સિદ્ધક્ષેત્રમાં સાકારોપયોગથી સિદ્ધદશા પામે છે. સાદિ અનંતકાળ સમાધિ સુખ, અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. કેવળી અયોગી ગુણસ્થાનકના ચરમ સમયે ઔદારિક, કામણ, તેજસ ત્રણે શરીરનો ત્યાગ કરી, સ્પર્શરહિત ઋજુશ્રેણિથી એકજ સમયમાં તીરની જેમ અપ્રતિહત ગતિથી સર્વાગેથી નીકળી લોકાગ્રે પહોંચે છે. નિર્વાણ પામતા કેવળી ભગવંતને છેલ્લા ભવમાં જેવું શરીર હોય તેની ઉંચાઈ જેટલી હોય તેના ત્રણ ભાગ ઓછી અવગાહના રહે. તેમાં વજરૂષભનારાચ સંઘયણ અને સમચતુરન્સ સંસ્થાન હોય છે. જે તે નિર્વાણ પામતા જીવોનું છેલ્લા શરીર પ્રમાણથી '/, ભાગ ઓછો થાય એટલે કે, રહે. કારણકે શરીરના પોલાણના ભાગો પૂરાઈ જતા જે ઘન રહે તે અવગાહના હોય. ઉંચાઈમાં પણ નળીઓ વગેરેનું પોલાણ જતું રહે. વધારેમાં વધારે અવગાહના ૫૦૦ ધનુષની કાયાવાળાને એટલે '/, જતાં ૩૩૩ 1/, ધનુષ્ય રહે. તેમ દરેક અવગાહના વિષે સમજવું. યોગ નિરોધ એ એક ઘણી ઉત્કૃષ્ટ શક્તિ છે. છેલ્લા ૫ હૃસ્વસ્વરોના સમયમાં શૈલેશીકરણ-અતિ નિશ્ચળતા હોય છે. આનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે. અંતે રહેલી કર્મ પ્રકૃતિને ખપાવી દે છે. અને સિદ્ધસ્વરૂપે શાશ્વતપદને પામે છે. આખરી પદનું વર્ણન કેવળી ભગવંતો પૂર્ણ રીતે કરી શકતા નથી, તેવું અદભૂત અને સૂમ છે. છતાં સર્વજ્ઞના જ્ઞાનનો મહિમા છે કે આવા સૂક્ષ્મ રહસ્યો પ્રગટ થતા રહે છે. યોગનિરોધ પછી વિરાધના આરાધનાના ભેદ રહિત સમાપ્ત થાય છે. જીવ સંસારી મટી સિદ્ધ થાય છે. ચાર ગતિની ધરતી પરથી સદાય વિરામ પામે છે. સાદિ અનંતકાળ સમાધિમાં રહે છે. WWWw CCCCODDDDDDDDS પ્રશમરતિ ૧૮૭. For Private & Personal Use Only ગ્રંથકારનું નિવેદન Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy