SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ બંનેમાં પાપ લાગે છે. રાગાદિ ભાવ થાય છે માટે ભોગ કે પરિભોગના સાધનોનો વધારો ન કરવો અને વધારે પડતા વાપરવા નહિ તેનું ગણત્રીથી પરિમાણ કરી લેવું, જેથી ઘણા પાપથી બચી શકાય. વ્યસનાદિ તો ત વજર્ય કરવા. વસ્ત્ર, ઔષધ, આહાર, વિલેપન જેવી વસ્તુ નિર્દોષ વાપરવી. (ચરબીયુક્ત નહિ.) (૧૨) અતિથિ સંવિભાગવત : પૌષધવ્રત કરનારે પારણાને દિવસે સાધુ-સાધ્વીજનોને આદરપૂર્વક ઘરને માટે કરેલા ભોજનાદિ આપવા. તેમાં નિર્દોષ ગોચરીના નિયમો જાળવવા. ન્યાયપૂર્વકની સંપત્તિથી કરેલા કાર્યો ઉભયને લાભકર્તા છે. તે દિવસે એકાસનવ્રત કરવું. પરિમિત વસ્તુ વાપરવી. સંલેખના શરીર, કષાય, ઉપકરણ સર્વનો ક્રમે ક્રમે સંકોચ કરતો જાય. આ લોક કે પરલોકના સુખની આકાંક્ષાનો ત્યાગ કરે. જીવિત મરણની આશંસાનો ત્યાગ કરે છે. ચાર શરણ સ્વીકારી સમાધિપૂર્વક દેહત્યાગ કરે તે અનશન વ્રત છે. ગૃહવાસી મોક્ષમાર્ગની સાધના કરી શકે તેવી આ બારવ્રતોની પ્રાથમિક ભૂમિકા છે. તે માટે આ વ્રતો સાધકે ગ્રહણ કરવા અને શ્રદ્ધાપૂર્વક પાળવા. જિનશાસનની પ્રભાવના થાય તેવું પ્રેરણાદાયી જીવન જીવવું. પ્રશમરતિના ગ્રંથકાર પ્રકાશે છે કે હે આત્મન ! તને કેવો ઉત્તમ યોગ મળ્યો છે? ઉઠ, જાગૃત થા, પ્રમાદ ત્યજી આ અવસરને ધન્ય બનાવી દે. પ્રશાન્તાત્મા જ આવી ધર્મ આરાધના અને પ્રભાવના કરી શકે છે. માટે અંતર્મુખ થઈ, આત્મભાવમાં સ્થિર થઈ આત્મબળ વધારતો જા. અંતરના ઉલ્લાસપૂર્વક જિનપૂજા, જિનપ્રતિષ્ઠા, ગુરુસેવા વિવિધ પ્રકારે કરવી. જિનપૂજાના ફળરૂપે આત્માના મૂળ ગુણની વૃદ્ધિ કરવી. જેથી પરિણામોની શુદ્ધિ દ્વારા મોક્ષપંથની પ્રાપ્તિ થાય. હે જીવ! તુ દેશવિરતિમાં દઢ થયો છું તો હવે સર્વ વિરતિના ભાવ કરતો જા. જેથી ધ્યાન જ્ઞાનની વિશેષ આરાધનાના યોગ મળે. આરંભ સમારંભ સાવધ પાપવ્યાપારથી મુક્ત થઈ નિરંતર ગુરુનિશ્રાનો લાભ મળે. ગુરુગમ વડે ઉત્તમ સંયમ સાધી લે જેથી મોક્ષ પ્રાપ્તિ થાય, વચગાળે વિશ્રામ મળે તો સ્વર્ગ લોક પછી મોક્ષ થાય જ. પ્રશમરતિ ૧૭૮ ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy