SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિય થઈ વર્ણન મળતું નથી. એ સિવાય શાસ્ત્રમાં વૈશાલી અને ક્ષત્રિયકુંડ પાસે ગંડકી વહે છે એવું વર્ણન છે જ્યારે આ સ્થળે એક વહેતું નાળું છે તે ગંડકી નદી નથી. પ્રાચીન વર્ણન અનુસાર ક્ષત્રિયકુંડ વૈશાલીની પાસે છે ત્યારે આ પ્રદેશ દૂર છે. પ્રાચીન સાહિત્યમાં ક્ષત્રિયકુંડ વિદેહ દેશમાં હોવાનો ઉલ્લેખ છે અને વિદેહ દેશ ગંગાની ઉત્તરે છે જ્યારે આ પ્રદેશ ગંગાની દક્ષિણે છે. જેને માન્યતા અનુસાર તે ગણતંત્રને અધિપતિ રાજા ચેટક હતું, જે ભગવાનને મા થતું હતું. રાજા ચેટકને આધીન નવ મલિ અને નવ લિછવિ ગણરાજાએ હતા. એ લોકમાં પહેલાં જબરે મેળ હતું. તેમની આવી સંયુક્ત શક્તિના કારણે પાડોશી રાજ એના ઉપર આક્રમણ કરી શકતાં હતાં પરંતુ અંતે આ રાજ્ય સામ્રાજ્યવાદી કુણિક (અજાતશત્રુ)ની લેઉપદષ્ટિને શિકાર બન્યું અને બાર વર્ષ સુધી બંને પક્ષમાં પૂનખાર સંગ્રામ ખેલાયે. અને આ ગણરાજ્ય સામ્રાજ્યવાદી સત્તાને ભોગ બન્યું અને ગણુંરાજ્ય સદા માટે અંધકારમાં વિલીન થઈ ગયું. આ ઈતિહાસપ્રસિદ્ધ વૈશાલીની પાસે ક્ષત્રિયકુંડ નામે સ્થાન હતું જે આજકાલ વાસુકંડ” નામે ઓળખાય છે. આચારાંગસૂત્ર અનુસાર અહીં જ્ઞાતુક્ષત્રિયાનું નિવાસ સ્થાન હતું. આ ક્ષત્રિયકુંડમાં જ ભગવાને જન્મ લીધા હતા. આ જાતિમાં ઉત્પન્ન થવાના કારણે ભગવાન નાતપુત્ર યા જ્ઞાતૃપુત્ર તરીકે પણ ઓળખાતા હતા. આ ક્ષત્રિયકુંડમાં સ્નાતક્ષત્રિયે રહેતા હતા તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy