SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્ય ભગ સંપત્તિ સુકુલ, વિદ્યારૂપ વિજ્ઞાન; ૨૮પ અધિક આયુ આરોગ્યતા, પ્રગટ ધમ ફળ જાણ. જણાવ્યું. યતિએ કહ્યું કેટલા રૂપિયા ખર્ચી શકશે ! ભંડારીએ પાંચસે કહ્યા; યતિજીએ પાંચસો રૂપિયા એક વાસણમાં રાખી ઢાંકીને તેમાંથી વાપરવા સૂચના કરી. પણ તેમાં જવાની મનાઈ કરી. મંદિરની શરૂઆત થઈ મંદિરની પ્રતિષ્ઠા પણ થઈ. મંદિર-ભેયરૂં ઉપરનો માળ, પાંચ ખંડ, ચાર મંડપ વગેરે બન્યું. એકવાર ભંડારીજીએ રૂપીયાવાળું વાસણ ઉંધું કરી જોયું, તેમાંથી રૂપિયા ૫૦૦ નીકળ્યા. પછી શેઠને પશ્ચાત્તાપ થશે. પણ પછી શું થાય ! ચારે માળમાં ચૌમુખજી છે.. પરમ દર્શનીય અને ભવ્ય સ્થાન છે. સુરિસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસુરિજીના ભગીરથ પ્રયત્નથી. આ તીર્થનો જીર્ણોદ્ધાર થયો છે. અહીં મોટી ધર્મશાળા બંધાઈ છે. દર વર્ષે અહીં મેળો ભરાય છે. ચારે માળમાં મનોહર સુંદર પ્રતિમાજીઓ દર્શનીય છે. પરમ શાંતિનું ધામ છે. પીપાડ રોડ સ્ટેશનથી વાહન મળી રહે છે. ફલોધી પાર્શ્વનાથ મારવાડ જંકશનથી નીકળતી જોધપુરથી મેટા (મેડતા) રોડ લાઈનમાં મેડતાડ જંકશન છે. સ્ટેશનથી બે ફાઁગ દૂર આ ફલોધી તીર્થ આવેલું છે. ફોધી પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની શ્યામવણ સુંદર પ્રાચીન પ્રતિમા પરમ દર્શનીય છે. અંદર સુંદર મીનાકારી કામ પણ જોવા લાયક છે. અષ્ટાપદજી તથા નંદીશ્વર દ્વીપના. પટ બહુ જ આકર્ષક છે. ચારે બાજુ સુંદર ચોવીશ દેરીઓ છે. બીજું દહેરાસર શ્રી શાંતિનાથ પ્રભુનું છે. આમાં પણ પંચકલ્યાણકના ભાવ સારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy