SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૯ મું. ભક્તિવંત બાબુ સાહેબના ગામે અજીમગંજ સ્ટેશન પાસે બે ધર્મશાળાઓ છે, સામે જ ગંગાના પાણી કાચ સમાં નિર્મળ વહી રહ્યાં છે એની પેલી પાર બાળુચર અપરનામ જીયાગંજ શહેરના દિદાર દેખાય છે. આ રથળોમાં સ્ફટિક પાનાં આદિના બિંબ સારી સંખ્યામાં હોવાથી યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. ડુગડ ને દુધેડીયા કુટુંબના બાબુઓનું સ્વામીવાત્સલ્ય. પણ પ્રશંસનીય છે. એમના જમણે રસગુલ્લા કે બુંદીની મિષ્ટતા માટેજ નહિં પણ તેથી વધુ એ વેળાની ગોઠવણ-જમવાના સાધન અને શાંતિ માટે અવશ્ય યાદ રહી જાય છે. ગુજરાત માટે એ ઘડારૂપ છે. સ્વધર્મી બધુની ભકિત શું ચીજ છે. એ અહીં જોવાય છે. જાગીર દારી છતાં વિવેક ને ભાષાની મીઠાસ અનુકરણીય છે. આર્થિક શુશ્કેલીનો વા અહીં પણ વાયો છે, છતાં ધનપતિ–લખપતિ બાબુની. નામે તો ચિરંજીવ રહેવાના બાળુચરનું એ ગૌરવ ગણાય. સડકનો પાટો ઓળંગી અજીમગંજના બજારમાં આગળ જતાં (૧) શ્રી નેમિનાથ, ઉપર તથા બાજુમાં પણ મૂતિઓ છે. ફટિકની ૧૦ છે. (૨) શ્રી ચીતામણીજી બાજુના નાના દહેરામાં. (૩) સીતાપચંદ નહારવાળું સુમતિનાથનું દહેરૂં. (૪) પદ્મપ્રભુ ઉપરાંત પગલાં તથા પાશ્વનાથ. (૫) ધાતુબિંબવાળું દુધેડીઆનું ઘર દહેરૂં. (૬) હરખચંદજીની ગુલેચ્છાવાળું શાંતિનાથનું મંદિર બહારના ભાગમાં તથા કબા ટમાં મળી સ્ફટિક બિંબ ૧૫, તારા મંડળના ૩, નિલમના ૩, ગોમદત્ત પીરજા વીરા ના ૫, કટીના ૩, તથા પગદ્યા પણ છે. (૭) ધન. પતિ બાબુનું આ દહેરૂં મોટું છે. સંભવનાથનાં મોટા બિંબ મૂળનાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy