SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શૈલી ઉપદેષ્ટાને આવશ્યક લાગી હોય, તે શૈલી કોઈ વિશિષ્ટ બુદ્ધિશક્તિવાળા છેતાને અણગમતી કે અણઘટતી લાગતી હોય તે ભલે લાગે; પરતું તેથી જે એમ કહેવું કે શાસ્ત્રકારોએ તે ભેળા લોકોને ભ્રભાવવા માટે વિચિત્ર ઉપદેશ આપ્યા છે અને ન મનાય એવાં કથાનક જોડી કાઢયાં છે, તેવું કથન તો અજ્ઞાનતાભર્યું છે. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે અંતર હોય છે, અને હોવાનું જ. વાસ્તવિક સૃષ્ટિને આદર્શ એ હોવો જોઈએ કે જે આદર્શરૂપ જ રહે અને તેમાં જ સૃષ્ટિનું આદર્શ પ્રતિ આગળ વધવાપણું રહેલું છે. આ કારણથી વાસ્તવદર્શીઓને મન આદર્શમયતા કાલ્પનિક ભલે લાગે, પરતુ જ્યાં સુધી આદર્શ પ્રતિ કૂચકદમ કરવાનાં સંપાન–પગથીયાં રહેલાં છે, એ પગથીયાં પર ચડીને ઉચ્ચ-ઉચ્ચતર અવસ્થાને પહોંચનારાના દૃષ્ટાન્ત આ વાસ્તવિક જગતમાંથી પણ મળે છે, ત્યાંસુધી એ દૂરસ્થ આદર્શને કેવળ કાલ્પનિક માની શકાય તેમ નથી. આ જ પ્રકારનું અંતર ઉપદેશવચનમાં આવતી આદર્શમયતા અને વાસ્તવિક સૃષ્ટિના મર્યાદિત અનુભવો વચ્ચે પણ રહેલું હોય છે. એ અનુભવોને ઉક્ત આદર્શમયતા કાલ્પનિક કે વાસ્તવિકતાથી દૂર-અત્યંત દૂરની લાગે છે અને તેના અવલંબનથી વાસ્તવિક સૃષ્ટિનો મનુષ્ય કેવી રીતે આગળ વધી શકે એમ તે પૃચ્છા કરે છે. આ પૃચ્છા - આ જિજ્ઞાસા એક એવી કરી છે કે જે આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે વધેલાઘટેલા અંતરનું માપ કાઢી આપે છે. આદર્શ તે તે જ રહે છે પણ વાસ્તવિક સૃષ્ટિ બદલાય છે, બેઉ વચ્ચેનું અંતર–વધે ઘટે છે, ત્યારે આદર્શને સ્પષ્ટ કરતી શૈલી નવીન સંસ્કરણ માંગે છે. તેનું જૂનું સંસ્કરણ જે વાસ્તવિક સૃષ્ટિને આદર્શ તરફ પ્રગતિમાન કરી શકતું હતું, તે હવે પ્રગતિમાન કરવાને બદલે પૃચ્છાને જગાડે છે, શંકાને જન્મ આપે છે, અશ્રદ્ધા ઉપજાવે છે; એમ લાગે તે સમયે ઉપદેશકોએ સમયનું સ્વરૂપ પિછાણું લઈને આદશને રજુ કરવાની શૈલીમાં પણ પલટો કરવો જોઈએ; પરંતુ આ પલટાની આવશ્યક્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy