SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 626 છે. તેમાં મમત્વ થઈ જાય તો પરિગ્રહ બંધન તો પછી જેને તમે લઈને બેઠા છો, સાચવો છો, પંપાળો છો તે બધો પરિગ્રહ ખરો કે નહિ ? પરિગ્રહ તો બંધન છે જ. એમાં ન સમજાય એવું શું છે ? પરંતુ જેનું મિથ્યાત્વનું કોચલું મજબૂત હોય એને આ વાત ક્યારે ય નહિ સમજાય અને એને ક્યારેય આ વાત ગળે નહિ ઉતરે. જરૂર પડે તો એ એમ પણ કહે છે કે, “જે શ્રીમંત હોય, અબજોપતિ કે કરોડોપતિ હોય, ફેક્ટરી કે કારખાનાવાળા હોય, ગાડીઓવાળા કે બંગલાવાળા હોય તે બધા પરિગ્રહવાળા કહેવાય, અમે બધા પરિગ્રહવાળા શી રીતે કહેવાઈએ ? સભા : સાહેબ ! એમની વાત શું બરાબર નથી લાગતી ? શ્રાવક જીવન પરિગ્રહ વિના ચાલવાનું નથી, તો એને પરિગ્રહ શી રીતે કહેવાય ? એને બંધન કેમ કહેવાય ? અહીં જ તમારો ભ્રમ છે. તમે એવી વ્યાખ્યામાં સપડાયા છો કે “જેની જરૂર પડે તેને ખરાબ ન કહેવાય.” અવસરે જરૂર તો ધૂળની પણ પડે તો શું ધૂળને સારી કહેશો ? જેમ સંડાસમાં ગયા વગર કોઈને ચાલતું નથી. પાંચ કરોડનો બંગલો બનાવ્યો હોય, તો પણ રસોડાની બાજુમાં જ સંડાસ જોઈએ. બને કે પાંચ કરોડના બંગલામાં પાંચ લાખનું સંડાસ બનાવ્યું હોય -- સોનાના નળ બેસાડ્યા હોય, પણ તેમાં રહેવાય કેટલી વાર ? એમાં રહેવાય કે સુવાય ખરું ? ૨૦૦ રૂપિયાનું ઝૂંપડું હોય તેમાં રહેવાય, પણ પાંચ લાખનાં શૌચાલયમાં ન રહેવાય. આટલું તો તમે પણ સમજશો ને ? દસ રૂપિયાની ટોપી માથે મૂકાય પણ ૫000/- રૂપિયાનાં કે ડાયમંડ જડેલાં પણ જૂત્તાં માથે ન મૂકાય. કોઈ વસ્તુની જરૂર પડે એ અલગ વાત છે અને એને ઉપાદેય માનવું એ અલગ વાત છે. બોલો, જરૂરિયાત પણ કેમ પડી ? મોહવૃત્તિ બેઠી છે, વિષયોની આસક્તિ બેઠી છે, રાગાદિ ભાવોની તીવ્રતા બેઠી છે, કામભોગની વૃત્તિ બેઠી છે માટે જ ને ? જો આ બધું ન હોય તો ઘરમાં રહેવાનું પ્રયોજન શું છે ? આ બધી વૃત્તિ એ જ બંધન છે અને એ બંધનનાં કારણે જ અવનવાં બીજાં બંધનોની જરૂર પડે છે. મહાપુરુષોની ભાવના : પ્રભુની આજ્ઞા ક્યારે મળે ? તમારી વાત જવા દો. અમને સાધુને આ અમારી મુહપત્તિ જો ગમી જાય તો અમારા માટે એ પણ બંધન બની જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy