SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! – 618 છોડાવનાર ઉપર હતો અને જે ભાવ પોતાને છોડાવનાર ઉપર હતો તે જ ભાવ નાવિક ઉપર હતો. ગમે તેવા તોય આપણે છેવટે તો ભગવાન મહાવીરના જ વારસદાર છીએ ને ? તો આપણે શું કરવું જોઈએ – એ ગંભીરતાથી વિચારજો. આજે કોઈ નાની-મોટી ઘટના બને કે કોઈ આપણી સાથે થોડો ઘણો પણ આપણને ન ગમતો વ્યવહાર કરે તો આપણને શું થાય ? મારું ચાલે તો એને ચાર થપ્પડ મારી દઉં, બરાબર બતાવી દઉં, અવસર આવવા દો. જેના પ્રત્યે અણગમો-અરુચિ-અભાવ થાય તેના માટે કેવા-કેવા વિચાર આવે ? કોઈકને પ્રેરણા કરીને સામાને ઠોકાવે ને પોતે ઠાવકો રહે. કોઈ તમને તકલીફ આપીને દોડ્યો, એમાં એને - ઠોકર વાગી ને પડ્યો તો થાય, કે “બરાબર થયું. મારી સાથે નબળું વર્તન કર્યું એનું જ આ ફળ મળ્યું. કુદરતને ત્યાં અંધેર નથી.” હિંસકભાવોથી બચો! આવી બધી વિચારધારા એ પારાવાર કર્મબંધનનું અને ભાવવૃદ્ધિનું કારણ છે. તમે સતત પ્રયત્ન કરીને તમારા મનને આવા નબળા-હિંસક ભાવોથી બચાવી લો. સભા : કોઈના મરણની અનુમોદના કરાય ? આસ્તિકતાને વરેલો પુણ્યાત્મા કોઈના પણ મરણની ક્યારેય પણ અનુમોદના કરી શકે ? જ્યારથી આ ટી.વી. વગેરેનાં પાપ આવ્યાં, - ત્યારથી આ રૌદ્રભાવો ઘર કરવા લાગ્યા છે. એક સાથે યુદ્ધો જુઓ ત્યારે બરાબર ઉડાડ્યો. આને તો આમ જ મરાય, આ તો મરવો જ જોઈતો હતો. હું હોઉં તો આમાંથી એકને જતો ન કરું.” આ બધા ભાવો રૌદ્રના ઘરના છે. આવા રૌદ્રધ્યાન વખતે જો આયુષ્યનો બંધ પડે તો સીધી નારક થાય. જેટલા ટી.વી. વગેરે જુએ તે બધા એકસાથે એક જ સરખાં દશ્યો જોઈને જે એકસાથે એક સરખા ભાવ કરે, તે બધાને સમૂહમાં કર્મબંધ થાય છે. જેનાં પરિણામે એવા જ સ્થાને જનમવાનો વારો આવે કે એકાદ અણુબોમ્બ ઝીંકાય ને બધા જ એક સાથે ખતમ ખેતરમાં એક સાથે કીડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy