SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૩ બંધન જાણો ! બંધન તોડો ! પણ અમે જોયાં છે. લગ્નના દાયજામાં ધારણા મુજબનો પૈસો ન મળ્યો તો સારામાં સારા ઘર સાથે બાંધેલા સંબંધોને તૂટતાં અને એ નિમિત્તે લગ્નવિચ્છેદ થતા પણ જોયા છે. કોઈપણ ઉત્તમ કાર્યમાં વિક્ષેપ પાડવાની તાકાત આ પૈસામાં છે. આ પૈસાના કારણે તો ઘણાંનો વ્યાખ્યાનમાં ય વિક્ષેપ થઈ જાય. આગળ આવીને બેઠો ને ખબર પડે કે મોટી ટીપ આવી છે, મોભા મુજબ લખાવવું પડશે, તો હળવે રહીને સરકી જાય. બરાબર વિચારો ! 572 સભા : આ બધું જાણવા છતાં સંતોષ કેમ થતો નથી ? આ બધું સાંભળ્યા પછી એના ઉપર ઊંડું મંથન કરીને એને સમજવું અને સમજ્યા પછી એને છેક પ્રતીતિના સ્તર સુધી લઈ જવું જરૂરી છે. જ્યાં સુધી આ બધી વાતો પ્રતીતિના સ્તરે નહિ પહોંચે ત્યાં સુધી જેવો પ્રગટવો જોઈએ તેવો સંતોષ નહિ પ્રગટે. થોડું વધારે સ્પષ્ટ કરું તો તમે આ બધી વાતો સાંભળો છો. આ બધી વાતો તમને ગમે પણ છે, એ તમારો ગુણ છે. પણ એને મન ઉપર લઈને જે રીતે અર્થની અનર્થકારિતાનો વિચાર કરવો જોઈએ, તે આજ સુધી કર્યો નથી અને જે પણ વિચાર્યુ છે; બધું ઉંધું વિચાર્યું છે, માટે સંતોષ પ્રગટતો નથી. આજ સુધી તમે એ વિચાર્યું છે કે, પૈસો છે તો બધું છે. ‘સર્વે શુ: कांचनमाश्रयन्ते' Jain Education International બધા ગુણોનું મૂળ - સર્વ સુખનું મૂળ એ પૈસો છે - એમ વિચાર્યું છે. વિધાનોનો મર્મ સમજો ! : સભા : પણ - સાહેબ એ વાત તો સાચી જ છે કે, ‘વસુ વિનાનો નર પશુ.’ વાહ ! આ ભાઈ અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે, ‘તમે બધા પશુ જેવા છો.’ કારણ કે અમે બધા પૈસા વિનાનાં છીએ. કેમ ખરું ને ? અમે બધા પશુ અને તમે બધા ? માનવ ! તો પછી અમને પશુઓને ઉપર શું કામ બેસાડ્યા છે ? પહેલાં એ સમજો કે આ બધાં મિથ્યાવચનો છે. સભા : સાહેબ ! આપ અમારા કહેવાનો મર્મ ન સમજ્યા. જો તમારા કહેવાનો હું મર્મ ન સમજ્યો હોઉં તો સમજાવો. મારી એ સમજવાની તૈયારી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy