SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે – 24 — 561 જ્યાં સુધી હું અને મારું - આ રટણ ચાલુ છે, ત્યાં સુધી ખુદ ભગવાન તીર્થંકર પરમાત્મા પણ મને કે, તમને બચાવી નહિ શકે. ભગવાન સદેહે વિચરતા હતા તે જ કાળમાં પણ જેને ઘણું મળ્યું હતું છતાં ન છોડ્યું તે મમ્મણ જેવા સાતમી નરકે ગયા અને જેને કાંઈ નહોતું મળ્યું છતાં મેળવવાની ભાવનાને છોડી અને મળે તોય ન લેવાનો નિર્ધાર કર્યો તે ત્યાગી કઠીયારો સગતિમાં ગયો. ૯ ધન્ના અને શાલિભદ્ર જેવાને મળ્યું હતું તે ત્યાગ્યું તો તરી ગયા. ‘હું’ અને ‘મારું’ - એ વૃત્તિ કેટલી ખરાબ અને ખતરનાક છે, - તે જણાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે પણ ‘જ્ઞાનસાર’માં કહ્યું કે : 'अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् ।।' ‘હું અને મારું’ આ જગતને આંધળો બનાવતો મોહનો મંત્ર છે' – - અવિવેકી એવું જગત આ મંત્રનો નિરંતર જાપ કરે છે અને પોતાના અંધાપાને વધુ ને વધુ દૃઢ કરે છે. જ્યાં સુધી આ જાપ ચાલુ રહેશે, ત્યાં સુધી ખુદ તીર્થંકરો પણ કાંઈ નહિ કરી શકે. માત્ર આપણે ત્યાં જ નહિ અજૈન ગ્રંથ ‘મહાભારત'માં પણ કહ્યું છે અને મારે તમને બે પદ બતાવવાં છે. ૧ મમતા ને ૨ નિર્મમભાવ. મમતા એ સંસારનું કારણ છે અને નિર્મમભાવ એ મોક્ષનું કારણ છે. મમતા એ સંસારનું કારણ છે - બંધનનું કારણ છે અને નિર્મમભાવ એ મોક્ષનું કારણ છે. જો બંધનથી છૂટવું છે તો નિર્મમભાવ કેળવવાનો પ્રયત્ન કરો, જો મમતા ક૨વી જ હોય તો કર્મોથી બંધાવા અને તેનાં દારુણ પરિણામો ભોગવવા તૈયાર રહો ! પરિગ્રહથી દશ પ્રકારે ક્લેશ અને નાશ : - આ પરિગ્રહની પાછળ કેવા દારુણ વિપાકો ભોગવવા પડે છે, તેનું ટીકાકાર મહર્ષિએ આ ચાલુ ગાથાની ટીકામાં એક શ્લોક ટાંકીને બહુ સ્પષ્ટ રીતે વર્ણન કર્યું છે. ''द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधिर्व्याक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । 'दुःखस्य प्रभवः 'सुखस्य निधनं पापस्य वासो निजः, प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च । । १ । । ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy