SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ૩ બંધન જાણો ! બંધન તોડો ! ધર્મને અધર્મ માને અને - ૩ ૪ - અધર્મને ધર્મ માને. ૫ - મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને અને – ૬ - ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને. ૭ - ખરેખર જે સાધુ હોય તેને અસાધુ માને અને ૮ - અસાધુ હોય તેને સાધુ માને. ૯ - જે મુક્ત થઈ ગયા છે, તેને અમુક્ત માને અને જે મુક્ત થયા જ નથી, તેને મુક્ત માને. – ૧૦ આ દશે દશ પ્રકારના મિથ્યાત્વની માન્યતાવાળા જીવો જગતમાં હોય છે. આમાંના સાતમા અને આઠમા નંબરનું મિથ્યાત્વ જબરું છે. એ સાધુપણા સાથે સીધો સંબંધ ધરાવે છે. વીતરાગનો સાધુ જ્યારે સાધુપણાની જ વાત કરે, ત્યારે ઘણાંને લાગે કે જે સાધુ સંસારની એક પણ વાત ન કરે, સંસારનાં એક પણ કામ ન કરે અને માત્ર સાધુપણાની જ વાત કરે, તે સાધુ કામનો શું ? અને જે સાધુ પોતાના સાધુપણાને નેવે મૂકીને સંસારની વાત કરે, સંસારીઓના સંસા૨ની ચિંતા કરે તો લાગે કે આ ખરો સાધુ છે. આ જ સમયજ્ઞ છે. આ સાતમા અને આઠમા નંબરનું મિથ્યાત્વ છે. તમને પૂછી લઉં ? તમને કયો સાધુ ગમે ? ચોખ્ખું બોલજો, સાચું બોલજો, અંદર હોય તે જ બોલજો, ગોળ-ગોળ નહિ બોલતા. Jain Education International 796 તમે કોણ ? ખોખું એ તમે ? મકાન એ તમે ? કપડાં એ તમે ? દર-દાગીના એ તમે ? રૂપિયા એ તમે ? કે એ બધાથી જુદા તમે ? તમે કોણ ? અમે કોની ચિંતા કરીએ તો તમને ગમીએ ? તમારા આત્માની, આત્મિહતની કે પછી તમારાં ખોખાં, મકાન, કપડાં, દર-દાગિના અને રૂપિયાની ? સભા : સાધુ મહારાજ સાધર્મિકને મદદ કરવાની ચિઠ્ઠી લખીને આપે તો ? એ અમારાથી અપાય ? આ કામ અમારું નથી, આ કામ તમારું છે, પણ તમે જ્યારે એને ઉભો નથી રાખતા, ત્યારે એ રડતો-૨ડતો અમારી પાસે આવે છે. અમે કહીએ, અમારી પાસે તો કાંઈ નથી, આ માટે તમારે શ્રાવકો પાસે જવું જોઈએ અમારી આ વાત સાંભળી એ શ્રાવકો પાસે જાય. પણ તમે શ્રાવકો એની પાસે ચિઠ્ઠી માંગો. ચિઠ્ઠી વગર ઉભા પણ ન રાખો. એટલે પેલો પાછો રડતો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy