SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ – ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે – 31 -- 761 સાંભળવાની તાલાવેલી, ૫ - નિર્વિધ્યપણે ધર્મ કરવાની ઈચ્છા, ૬ - ગુરુની ભક્તિ. ૭ - શ્રીસંઘ (તીર્થ)નું વાત્સલ્ય, ૮ - સત્ય ભાષણનું જોડાણ – આ બધા શુદ્ધક્રિયાનાં લિંગો છે. જે અમૃતઅનુષ્ઠાનને લાવી આપે છે.' તેઓશ્રીમદ્ એ જ ચરિત્રમાં અમૃતક્રિયાનાં લક્ષણો બતાવતાં લખે છે કે – 'तद्गतचित्तानन्दो, ह्यनुभवजन्यः प्रमोदपुलकश्च । भवभयह" भावो, भवेदहेतुः कृपापूरः ।।१।। एतदमृतक्रियायाः, फलमविलम्बन कार्यसिद्धिर्हि । पीयूषलवे पीते, गदोपशान्तिनॄणां भवति ।।२।।' ‘તે ક્રિયામાં ચિત્તની એકાગ્રતા, અનુભવથી ઉત્પન્ન આનંદ, પ્રમોદભાવના કારણે થયેલ રોમાંચ, ભવ (સંસાર)ના નિર્વેદનો પરિણામ, કારણ વિના પ્રગટેલ કરુણાનો ઝરો; આટલાં અમૃતક્રિયાનાં લક્ષણો છે. એનું ફળ ઝટ કાર્યની સિદ્ધિ છે. અમૃતનો અંશ પીતાં જ લોકોના રોગોની શાંતિ થાય છે તેમ.' પૂ. મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજા અમૃતઅનુષ્ઠાનનું લક્ષણ બતાવતાં લખે છે કે – તર્ગત ચિત્ત ને સમયવિધાન, ભાવની વૃદ્ધિ ભવ-ભય અતિઘણો, વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણો.” ૧ - ચિત્તની એકાગ્રતા (ધ્યાન), ૨ - શાસ્ત્રીય વિધિનું અચૂક પાલન, ૩ - વર્ધમાન પરિણામધારા, ૪ - સંસાર (પાપ)નો અત્યંત ડર, ૫ - વિસ્મયઆશ્ચર્ય-અભુતનો અનુભવ,ડ - રોમાંચ ખડા થવા અને ૭ - અત્યંત આનંદખુશીનો ભાવ; જે અનુષ્ઠાન કરતાં થાય તે અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બને છે. બંધનથી છૂટીને આત્માના વિશુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનું જ લક્ષ્ય હોય, સર્વજ્ઞ ભગવંતે બતાવેલ ધર્માનુષ્ઠાન પ્રત્યે પૂરું આદર-બહુમાન હોય, આમ છતાં તે તે ધર્માનુષ્ઠાન કેવી રીતે કરવું જોઈએ, તેવી રીતે થતું ન હોય અને જે રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy