SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ - ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30 કરશો તો જરૂર આગળ વધશો. આવું વિચારવા, બોલવાના બદલે આ તો આગમોની વાતો છે... એ જમાનો ગયો... જરા નજર તો કરો ? આજે કોણ એવું જીવે છે ?' આવી વાતો કરવી એ પોતાનાં પાપાશ્રવોને ઢાંકવાની વાતો છે. સામાનો વૈરાગ્ય કે સંવેગાદિ ભાવો પડી જાય એવી વાણી કે વ્યવહાર ક્યારેય ન હોવાં જોઈએ. 741 સભા : બાળજીવોને અનુલક્ષીને કહેવાય ને ? બાળજીવોને અનુલક્ષીને પણ નબળી વાતો ક્યારેય ન કરાય. બાળજીવો આગળ એટલું જ કહેવું કે જે એને સમજાય તેવું હોય, પણ ન હોય તેવું ખોટું કે નબળું તો ક્યારેય ન કહેવાય. જ્ઞાનીઓએ તો ત્યાં સુધી કહ્યું કે, ‘બાળજીવો સામે જે બોલો તેવું જ તેમની સામે જીવજો.’ જેથી એમને બુદ્ધિભેદ ન થાય અને એની શ્રદ્ધા, સંવેગ તૂટી ન જાય. પણ એવું ન કહ્યું કે તમારે જેવું જીવવું હોય તેમાં તમને ક્યાંય વાંધો ન આવે, એવું બાળજીવો આગળ બોલજો ! બાળજીવો અલ્પજ્ઞ હોય તેથી ઉત્સર્ગ-અપવાદના ભેદ ન સમજે. એટલે એમની સામે જે જે ઉત્સર્ગ બતાવો, તેનું તમે બરાબર પાલન કરજો. સંયોગવિશેષમાં અપવાદ સેવવો પડે તો પણ બાળજીવો સામે ન સેવતા. આવી કાળજી રાખવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. Jain Education International અમને ભગવાને કહ્યું છે, ‘બોલો એવું જીવો !’ ‘જેવું જીવતા હો કે જીવવું હોય, તેવું બોલજો !' – એવું ભગવાને નથી કહ્યું. ધર્મોપદેશકે તો ભગવાને જે કહ્યું તે જ બોલવાનું છે. તે મુજબ જીવવાનું છે. બાળજીવોની હાજરીમાં અમારે પણ મુખ્યતયા ઉત્સર્ગ જ જીવવાનો છે. તેની હાજરીમાં અપવાદ ન સેવાય. સભા : કેટલાક ઉપદેશકો અને લોકો અમને બધાને બાળ-બાળ કેમ કહે છે ? આ પ્રશ્ન તમને જે બાળ કહેતા હોય એમને પૂછો તો ખબર પડે. પહેલો મુદ્દો એ ધ્યાનમાં રાખવા જેવો છે કે જ્ઞાની ભગવંતોએ જે બાળમધ્યમ અને બુધ, એવા ત્રણ પ્રકારો બતાવ્યા છે, તે ધર્મના અર્થી જીવોના પ્રકારો બતાવ્યા છે. અહીં પહેલો મુદ્દો એ વિચારવા જેવો છે કે શું ખરેખર તમે ધર્મના અર્થી છો ? જો તમે ધર્મના અર્થી જ ન હો તો તમારી કક્ષાનો વિચાર કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી. પહેલાં તો તમને ધર્મના અર્થી બનાવવા જરૂરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy