SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 718 ૧૬૯ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - બંધનોનાં કારણ તરીકે પહેલા નંબરે પરિગ્રહ છે, બીજા નંબરે હિંસા છે અને ત્રીજા નંબરે મમતા છે. જ્યાં સુધી પરિગ્રહ બંધન છે, તેમ નહિ લાગે ત્યાં સુધી હિંસા અને મમતા વગેરે બંધન છે, એવું નહિ લાગે. આરંભ તે પણ બંધન છે, જેને હિંસા કહેવાય છે. તેના મૂળમાં જોવા જાવ તો પરિગ્રહ જ છે. પરિગ્રહ માટે જ મોટા ભાગે હિંસા થતી હોય છે. ભગવાન કહે છે – પરિગ્રહના બંધનમાં ફસાયેલા હિંસા કર્યા વિના રહેતા નથી. કાં તો એ સ્વયં હિંસા કરે અથવા બીજા પાસે કરાવે, જો તે સ્વયં હિંસા ન કરે કે બીજા પાસે ન કરાવે, તો પણ બીજા જે કોઈ હિંસા કરતા હોય તેની અનુમોદના કરે, આ બધા જ હિંસાના પ્રકારો છે. આ રીતે જે સ્વયં હિંસા કરે છે, અન્યની પાસે હિંસા કરાવે છે કે હિંસા કરનાર અન્યનું અનુમોદન કરે છે, તે વ્યક્તિ તે મરનાર-દુઃખી થનાર બધા જીવો સાથે વૈરનું બંધન ઉભું કરે છે. હવે તમે વિચારો કે તમે તમારા જીવનમાં રોજ કેટલા જીવોને દુઃખી કરો છો ? કેટલા જીવોની હિંસા કરો છો ? એ બધા સાથે તમારે વૈર બંધાય છે. પછી ભલે એ જીવો દેવગતિના હોય કે મનુષ્યગતિના, નરકગતિના હોય કે તિર્યંચગતિના, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય હોય કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના હોય. આમાંના જેટલા જેટલા જીવોને દુઃખ આપશો તેટલા જીવો સાથે તમારો વૈરનો બંધ-અનુબંધ પડે છે. વૈરનો બંધ-અનુબંધ પડે કે એ જીવો તમારા શત્રુ બને છે અને એના પરિણામે તમારે વધુમાં વધુ દુઃખી થવાનો વારો આવવાનો છે. દુનિયામાં પણ કહેવાય છે કે, જેને વધુ શત્રુઓ છે, તે વધુ દુઃખી થવાનો. જેટલું વૈર વધારે તેટલા શત્રુ વધારે. જેટલા શત્રુ વધારે તેટલું દુઃખ વધારે. આ કોઈની કલ્પના નથી, પણ નરી વાસ્તવિકતા છે. આ કહેવા પૂરતો ઉપદેશ નથી, પણ જીવનનું અંતિમ સત્ય છે. દુઃખથી બચવું છે ? તો વેરથી બચો ! વેરથી બચવું છે ? તો શત્રુથી બચો ! શત્રુથી બચવું છે ? તો હિંસાથી બચો! હિંસાથી બચવું છે ? તો પરિગ્રહથી બચો! જો પરિગ્રહથી પણ બચવું જ છે ? તો મમતાથી બચો! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy