SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - હવે આ બધી ઘેલછા છોડો અને વિવેકપૂર્વક વિચારો, એમાં જ તમારું હિત છે. આ સંદર્ભમાં પણ હું તમને એક સંન્યાસીની વાત કરું. 706 એક સંન્યાસી હતા, એ એમની રીતે સૌને સંસારનું સ્વરૂપ, સંબંધોની અસારતા અને વૈરાગ્યની વાતો સમજાવતા હતા. ‘કોઈ-કોઈનું નથી, સૌ સ્વાર્થના સગા છે. કોઈને પણ પોતાના માનવા અને એની ખાતર આ માનવભવ વેડફી નાંખવો તે જરાય યોગ્ય નથી. સૌ કોઈએ પુત્ર, પત્ની, પરિવારસ્વજનની મમતા છોડી આત્મસાધનામાં લાગી જવું જોઈએ તો જ આ માનવ જીવન સાર્થક બનશે, નહિ તો નિર્થક જશે.’ - આ સાંભળીને તે સભામાં બેઠેલો એક યુવાન ઉભો થયો. એણે જરા આક્રોશથી કહ્યું કે ‘સંન્યાસીજી ! આપ, આપની વાત આપની પાસે રાખો. એ બીજા માટે હશે, પણ મારી પત્ની તો મારા ઉપર એટલી બધી પ્રેમાળ છે કે, તે મારા વગર જીવી જ ન શકે. મારું મડદું પડે તો એનું ય મડદું પડે. અમારાં ખોળીયાં બે છે, પણ જીવ તો અમારા બેયનો એક જ છે. શું મારે સંસાર ત્યાગીને એની હત્યાનું પાપ વહોરવું ?’ સંન્યાસીજીએ હળવાશથી એને સમજાવતાં કહ્યું કે ‘ભાઈ, આ તારો ભ્રમ છે.’ મોટા ભાગના લોકોનો સંસાર આવા ભ્રમથી જ ચાલે છે. જો એ ભ્રમ તૂટે તો સંસાર છોડવો અને તોડવો બેય આસાન બની જાય. યુવાને કહ્યું કે ‘વગર અનુભવની વાતો માનવી એ મૂર્ખાઈ છે.’ ‘હું તને અનુભવ કરાવું તો પછી માને ?’ ‘અનુભવ કરાવો તો જરૂ૨ માનું !' યુવાનનો આ ઉત્તર સાંભળી સંન્યાસીજીએ કહ્યું કે - ‘પંદર જ દિવસમાં તને એક વિશેષ પ્રયોગ દ્વારા ખાતરી કરાવી આપું ત્યારપછી તો માનશે ને ?' Jain Education International એણે હા પાડી અને એ માટે એક યોજના નક્કી કરી અને એ યોજનાના ભાગરૂપે સંન્યાસીજીએ એને પ્રાણાયામ શીખવાડી દીધો અને શું શું કરવાનું, એ બધું તેને સમજાવી દીધું. એકવાર ઘરમાં સામાન્ય વાતાવરણમાં જ એ યુવાન પોતાની પત્ની સાથે વાતચીત કરતો હતો. એમાં એકાએક એ પછડાઈ પડ્યો. એના મોઢામાં ફીણ આવવા લાગ્યું. નાડીના ધબકારા ઘટવા લાગ્યા અને ધીમે ધીમે હૃદયના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy