SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - ‘આવશ્યક સૂત્ર’માં ‘અસંયમ’ અને ‘અતપ’ ને ‘દુ:ખશય્યા’રૂપે પ્રભુએ કહેલ છે. હિંસાદિ અસંયમથી ક્યારેય સુખશાતા મળતી નથી, પણ દુ:ખશાતા જ મળે છે. વિજળીને નિર્જીવ કહેનારા સ્વચ્છંદી છે : 660 સભા : સામાયિકમાં સેલવાળી ઘડીયાળો રાખીએ તો હિંસા લાગે ? અહીં બેસનારા વિવેકીને કહેવાની જરૂ૨ નથી. એ અધિકરણ જ છે. એનાથી ચોક્કસ પાપ લાગે જ. પણ જેને હજી પંચેન્દ્રિય જીવોની હિંસામાં સંવેદના ન થતી હોય, પંચેન્દ્રિય મનુષ્યની હત્યામાં પાપ છે, એવું લાગતું ન હોય, ત્રસકાયની હત્યામાં પાપની સંવેદના ન હોય, જેનામાં સંવેદના સ્પષ્ટ દેખાય છે, એવી વનસ્પતિને કાપવા કરવામાં જેને હિંસા દેખાતી ન હોય તેને જેની સંવેદના સ્પષ્ટ દેખાતી નથી, એવા એકેન્દ્રિય જીવના વ્યવહારમાં હિંસા શી રીતે સમજાશે ? એવા લોકોને તો એકેન્દ્રિય જીવોની હિંસા ગળે ઉતારવી એટલે ધર્મોપદેશક માટે નવ નેજે પાણી ઉતારવા જેવું છે. વનસ્પતિમાં જીવ છે, એ સમજાવવું હજી પણ સહેલું છે, પણ પૃથ્વી-પાણીઅગ્નિ-વાયુ એ પોતે જીવ છે, તે સમજાવવું કપરામાં કપરું છે. તમને જો સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રત્યે શ્રદ્ધા હોય તો પણ તમારે માનવું જોઈએ કે, આમાં જીવ છે, આની હિંસા ન કરવી જોઈએ. કાં તો તમે બાપના હોંશિયાર - ડાહ્યા દીકરા નો, નહિ તો છેવટે બાપના કહ્યાગરા દીકરા બનો ! બેમાંથી એક પણ ન બની શકો તો બાપ તમારું કલ્યાણ શી રીતે કરી શકે ? Jain Education International કાં તો તમે સ્વયં ભણી-ગણીને શાસ્ત્રના પારગામી બનો ! અને જ્યાં સુધી એ ક્ષમતા ન આવે ત્યાં સુધી જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખી એમના કહ્યા મુજબ જીવન જીવવાનો નિર્ધાર કરો ! સભા : વીજળી ચિત્ત નથી ઊર્જા છે, એમ પ્રરૂપણા થાય છે. આવું કહેનારા સ્વચ્છંદી છે, ધર્મશાસ્ત્રોથી નિરપેક્ષ બનેલા છે. આગમોનાં સંશોધનો કરવાનો દાવો કરવા છતાં એ આગમોના આધારે એ પોતાની વૃત્તિનું શોધન પણ નથી કરી શક્યા. આગમમાં કહેલ મૂર્તિને માનવી નહિ. સ્થાપના નિક્ષેપાને સ્વીકારવો નહિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy