SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 653 ૧૦૧ – ૪ : હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 – 653 तिब्बयरेण पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज विवागो बहुतरो वा ।।२।।' આ બધા શ્લોકો ગોખવા જેવા છે. એનો અર્થ જાણીને મમળાવવા જેવો છે. એનો મર્મ જાણીને હિંસાદિ પાપોથી અટકવાનું છે. એ પાપનાં ફળ કેવાં? આ બધું તમે યાદ નથી રાખતા માટે જ તમે હોંશે હોંશે ફરવા જાવ છો, તરવા જાવ છો, બોટીંગ કરવા કે રાઈડીંગ કરવા જાઓ છો, મોર્નિંગ વોક કરવા જાવ છો, ગ્રીનરી વાવો છો, તેના ઉપર ચાલો છો, અને જુદા જુદા આકાર Shape આપવા તેને ખરર, ખરર કાપો છો. અથાણાં બનાવવાના અવસરે એક સરખા પીસ કાપો અને જો એ બરાબર કપાય તો તેમાં આનંદ અનુભવો છો. કેટલાક લગ્ન વગેરેના પ્રસંગોમાં કેટલાંક ફળોને જુદા જુદા આકારોમાં કાપીને સજાવવામાં આવે, જુદાં જુદાં નામો રચાય અને એની પાછી અનુમોદના કરાય. આનાથી કેવાં ચિકણાં કર્મો બંધાય છે, જાણો છો ? શાસ્ત્રોમાં બંધક મુનિની જે વાત આવે છે, તે તો તમે સાંભળી જ હશે. તેઓ પરમ સંયમી હતા, તપસ્વી હતા, ત્યાગી હતા, ભવથી વિરક્ત હતા અને પોતાના શરીર પ્રત્યે પણ સર્વથા નિર્મમ હતા. એમને ક્યાંય કોઈ જાતનું બંધન ન હતું. સંયમ સાધનામાં લીન બનેલા તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં જઈ રહ્યા હતા. તે દરમ્યાન એક ઘટના ઘટી. પૂર્વાવસ્થાનાં એમનાં બહેન એક રાજવીને પરણાવેલાં હતાં. તેમના મહેલ નીચેથી જ તેમનું જવાનું થયું. એમાં એ બહેનની નજર ભાઈ મુનિ ઉપર પડી. એમને થયું કે, “ક્યાં એ મારો પૂર્વાવસ્થાનો ભાઈ અને ક્યાં આજે એમની આ મુનિપણાની દશા ? શરીર તો સાવ જ સૂકાઈ ગયું છે, હાડ-માંસ એક થઈ ગયાં છે,' મોહને કારણે આ જોઈને બેનની આંખમાં આંસુ આવી ગયાં. આ દશ્ય રાજવીના જોવામાં આવ્યું. બહેને ભાઈ મુનિને ઓળખ્યા પણ રાજાએ પોતાના સાળા તરીકે મુનિને ન ઓળખ્યા. એટલે રાજાના મનમાં થયું, નક્કી આને અને રાણીને કોઈક જૂનો નબળો સંબંધ હોવો જોઈએ. મોહાંધ જીવોની આ જ દશા હોય છે. મમતામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy