SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ - હિંસાનો વ્યાપ થી હીતે ઘટાsો? 27 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૪, મંગળવાર, તા. ૨૭-૦૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા • બીજા જીવના જીવત્વનો ક્યારેય વિચાર ♦ તમારાં ઘરોમાં કતલખાનાં ચાલે છે : કર્યો છે ? : ♦ એ પાપનાં ફળ કેવાં ? • આજના હિંસક ધંધા : • વિજળીને નિર્જીવ કહેનારા સ્વચ્છંદી છે : • જૈનના ઘરમાં જીવવચાર સહેજે શીખવા મળે : આ ટેન્શનની વાત નથી પણ જાગૃતિની વાત છે ઃ વિષય : ઘેર ઘેર ઘર કરી ગયેલી હિંસા. પરિગ્રહથી દુ:ખનું બંધન ઉભું થાય છે તો હિંસાથી વૈરનું બંધન ઉભું થાય છે. ક્ષણિક સુખાસિકા ખાતર અન્ય કોમળ જીવોનો ખુડદો બોલાવી દેતાં વિચાર આવતો નથી કે આવતી કાલે હું એ સ્થાને હોઈશ અને એ કે બીજા જીવો મારી પણ આ જ દશા કરશે. રોજ રોજ કેટકેટલા જીવોની કેવી કેવી રીતે હિંસા થઈ રહી છે ? એનાં કેવાં દારુણ પરિણામ આવે છે ? સર્પ, ગાય-બળદ, અળસીયાં, વાંદા ને દેડકાથી લઈ ઉત્તમ ખાનદાન તરીકે ઓળખાતા ઘરોમાં છેક પંચેન્દ્રિય મનુષ્યની (ભ્રૂણહત્યા) બેરહમીથી કેવી ને કેટલી હિંસા થઈ રહી છે ? એ અને એવી અનેક વાતોનો પર્દાફાશ કરીને એ હિંસાના પાપથી કઈ રીતે બચી શકાય એના વ્યવહારુ ઉપાયો પણ આ પ્રવચનમાં બતાવવામાં આવ્યા છે. પ્રવચનનું પ્રતિબિંબ * મમતામાં અંધ બનેલા જીવો આગળ-પાછળનો વિચાર કરી શકતા નથી. * કાં તો તમે બાપના હોંશિયાર - ડાહ્યા દીકરા બનો, નહિ તો છેવટે બાપના કહ્યાગરા દીકરા બનો ! બેમાંથી એક પણ ન બની શકો તો બાપ તમારું કલ્યાણ શી રીતે કરી શકે ? * કાં તો તમે સ્વયં ભણી-ગણીને શાસ્ત્રના પારગામી બનો ! અને જ્યાં સુધી એ ક્ષમતા ન આવે ત્યાં સુધી જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખી એમના કહ્યા મુજબ જીવન જીવવાનો નિર્ધાર કરો ! * જેઓ સ્વચ્છંદ જીવન જીવે છે, જે કોઈના નિયંત્રણમાં નથી, જેઓ સાચી રીતે વિચારીએ તો જૈનશાસનમાં જ નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy