SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ૨ - આતમ જાગો ! 320 પુરુષાર્થ થાય છે ત્યારે ગ્રંથીની ઓળખ થઈ અને ગ્રંથીભેદનો પુરુષાર્થ પ્રારંભાયો એમ સમજવું. આ પુરુષાર્થમાં જ્યારે સફળતા મળે છે ત્યારે ગ્રંથભેદ થાય છે અને એ ગ્રંથભેદ થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, જેના સહારે આત્માની અનુભૂતિનો, આત્મિક સુખનો, સ્વાભાવિક સુખનો સ્વસ્થતાની અનુભૂતિનો પ્રારંભ થાય છે. માટે જ આ સ્થિતિને “સુખારંભ” તરીકે ઓળખાવવામાં આવી છે. આજે રાગ એ સ્વાભાવિક લાગે છે, દ્વેષ એ સ્વાભાવિક લાગે છે. વિષયો કર્તવ્ય લાગે છે, કષાયો કરવા જેવા લાગે છે, એ આત્માના રોગ છે એમ નથી લાગતું – એ એમ સૂચવે છે કે, આત્મા હજુ જાગ્યો નથી. જ્યારે ધન મેળવવાની ઈચ્છા જાગે ત્યારે થાય કે, મને આ ઈચ્છા કેમ જાગી ? આહાર કરવા બેસે ત્યારે અણાહારી પદ યાદ આવે તો એમ સમજવું કે હવે આત્મા જાગ્યો છે. સંસારની પ્રવૃત્તિ કરવા જાવ અને લાગે કે, આ મારું સ્વરૂપ નથી. આ મારું કર્તવ્ય નથી, તો માનવાનું કે, હવે હું જાગ્યો છું. હવે નક્કી કરો કે મારે જાગવું છે. સભા પણ સાહેબ, એ જાગૃતિ ટકતી નથી. એવું તો બનવાનું. આ તો શરૂઆત છે યોગની પ્રારંભિક દશામાં આવું પણ બની શકે. પણ આત્માની જાગવાની શરૂઆત પહેલા ગુણસ્થાનકે થાય છે, તેમાં યોગની પહેલી દૃષ્ટિ, બીજી દૃષ્ટિ, ત્રીજી દૃષ્ટિ અને ચોથી દૃષ્ટિ - એમ ચાર દૃષ્ટિ જેટલો વિકાસ હોય છે. આ દરેક દૃષ્ટિનો બોધ સમ્યગ્દર્શન પ્રગટ્યા પછીની પાંચમી દષ્ટિ જેવો નિર્મળ અને સ્થાયી નથી હોતો. હજુ પ્રકાશ પ્રગટ્યો, ન પ્રગટ્યો અને બુઝાઈ જાય, એવું વારંવાર બને છે. તે પ્રકાશને – તે બોધ, સ્થાયી, સ્થિર કરવો છે. જે જાગીને વિરૂપને જોઈ શકે તે જ સ્વરૂપને જોઈ શકે, માટે જ પહેલાં “વંધvi પરિનાળીલા' બંધનને ઓળખવાની વાત કરી. એ બંધનો બરાબર ઓળખવામાં છે. ચારે બાજુથી ઓળખવાનાં છે - સભા: એ બંધન કયાં છે ? શાનાં છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org .. .......... .............................................................................................. .................................................................... ....................................................................................................................................................
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy