SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - આગમ જાણો ! સાધુ-ગૃહસ્થોનાં નામ ન પાડે, પરંતુ સાક્ષીવાળું બનાવે : સભા: નામ તો તમે પાડી આપો ને ? ૨૩૦ ના, નામ ગુરુએ પાડવાનું નથી, પણ તમે જે પાડીને આવો તે ગુરુની સાક્ષીવાળું કરવાનું છે. આપણે ત્યાં ‘આચાર દિનકર' નામનો ગ્રંથ છે. પૂ. આ. શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મહારાજાનો બનાવેલ છે. તેમાં બાળકનું નામ કેવી રીતે પાડવું તે બધી વિધિ પણ બતાવી છે. તેમાં જણાવ્યું છે કે, પ્રથમ જ્યોતિષીને બોલાવે અને બાળકની રાશિ-નામ આદિ નક્કી કરી, પછી દેરાસરે જાય. જે નામ પાડ્યું, તે નામ ભગવાનની સાક્ષીવાળું કરવા માટે દેરાસર જાય. એ દેરાસરની વિધિ પત્યા પછી પૌષધશાળામાં ગુરુ પાસે આવે. જ્યાં અમારી માંડલી બેસતી હોય ત્યાં આવી મા-બાળકને હાથમાં રાખીને ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપે. ગુરુવંદન કરે, પછી સુવર્ણ-રૂપ્ય મુદ્રાઓ મૂકી ગુરુને નવે નવ અંગે પૂજા કરે. 230 ગુરુનું વાસક્ષેપ-પૂજન આદિ કર્યા બાદ ગુરુ વર્ધમાન વિદ્યાથી મંત્રિત વાસક્ષેપ નાંખે. પછી માતા-પિતાદિ સ્વજનોએ નક્કી કરેલા નામને પોતાની સાક્ષીવાળું બનાવે. આ જ વિધિ થોડાક ફરક સાથે ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રંથમાં પણ બતાવેલી છે. પૂજ્ય આત્મારામજી મહારાજે ‘તત્ત્વનિર્ણય પ્રાસાદ' નામનો એક મોટો ગ્રંથ બનાવેલ છે. જેને રચ્યાને સોથી વધુ વર્ષ થઈ ગયાં. તેમાં આચાર દિનકરમાં બતાવેલ આ જ વિધિ હિંદીમાં આપેલ છે. વિદ્યા યોગ્યને જ અપાય : સભાઃ આત્મારામજી મહારાજાએ યતિપ્રથા નાબૂદ કરીને બહુ મોટી ભૂલ કરી. કારણ કે, યતિઓ પાસે મંત્ર-તંત્ર-શક્તિઓ હતી અને તે યતિઓની સાથે મંત્ર-તંત્ર-શક્તિઓ પણ નાશ પામી ગઈ. જૈનશાસન કહે છે કે, મંત્ર-તંત્ર-શક્તિઓ યોગ્યનાં હાથમાં મૂકાય, અયોગ્યના હાથમાં ન મૂકાય. જૈનશાસન શક્તિઓનું પૂજારી નથી, શુદ્ધિનું પૂજારી છે. શુદ્ધિની સાથે રહેલી શક્તિઓ વંદનીય-પૂજનીય-આદરણીય છે. પણ શુદ્ધિ વગરની શક્તિઓની ફૂટી કોડીની કિંમત નથી. આજે શ્રી આત્મારામજી મહારાજા માટે આવું કહો છો, કાલે શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy