SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ---- ૧ - આગમ જાણો ! - 200 એમણે કહ્યું કે – જિમ-જિમ બહુશ્રુત-બહુજન સંમત, બહુ શિષ્ય પરિવરીયો, તિમ-તિમ જિનશાસનનો વૈરી, જો નવિ નિશ્ચય દરિયો.' જે આચાર્ય જિનવચનને યથાર્થ જાણે નહિ (અને યથાર્થ પ્રરૂપે નહિ) તે જેમ જેમ દેખીતો વધુ જ્ઞાની બનતો જાય, જેમ જેમ બહુજનને માન્ય બનતો જાય અને જેમ જેમ બહુ શિષ્યોના પરિવારવાળો બનતો જાય તેમ તેમ તેનામાં જૈનશાસનની શત્રુતા વધતી જાય છે. એટલે એ જેનશાસનનો મોટો શત્રુ બનતો જાય ! એ એવું એવું બોલે, એવી એવી પ્રવૃત્તિઓ કરે કે એનાથી જૈનશાસનને પારાવાર નુકસાન થાય. નિશ્ચય દરિયો એટલે જે જૈનશાસનનાં તત્ત્વોને યથાર્થ રીતે જાણતો ના હોય, તેની યથાર્થ સદ્દતણા કરતો ન હોય અને યથાર્થ પ્રરૂપણા કરતો ન હોય. આવ ભાઈ હરખા ને આપણે બે સરખા” – “બધા સારા, બધા સરખા” - સાચા-ખોટાનો, સારા-ખરાબનો કોઈ વિવેક જ નહિ” - આ તેની માન્યતા હોય છે. આવામાં શુદ્ધ પ્રરૂપકતા હોતી નથી. સભાઃ ફ્લેક્ષીબલ (Flexible) કહેવાય ને ? ના, એને ફ્લેક્ષીબલ ન કહેવાય, અડુકીયા-દડુકીયા કહેવાય. આવી વૃત્તિપ્રવૃત્તિવાળાને ક્યારેય આપ્ત ન કહી શકાય. એ તો મીરજાપુરી લોટા જેવા કહેવાય. ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ. પોતાની નહિ પણ શાસનની ધરી ઉપર જે ટકી રહે પછી ફ્લેક્ષીબલ (Flexible) થાય તો વાંધો નથી. પણ ધરીને મૂકી દે અને ફ્લેક્ષીબલ બનવા જાય તો તે મીરજાપુરી લોટા જેવા કહેવાય. એવી વૃત્તિ-પ્રવૃત્તિ ધરાવનારાઓ તો સ્વ-પરના હિતના કારમાં ઘાતક બને છે. માટે અહીં કહ્યું કે – પહેલે નંબરે તીર્થંકર પરમાત્મા “સ્વયં આપ્ત' છે અને તેમને માર્ગે ચાલનારા સસૂત્ર દેશના દેનારા, શુદ્ધ પ્રરૂપક આચાર્ય ભગવંતો બીજે નંબરે “પરંપરાએ આપ્યું છે. વિવેક તેમની પાસેથી મળે. લાયબ્રેરીઓ, પુસ્તકો કે બજારમાંથી આ વિવેક ન મળે. સભાઃ બધા જ કહે છે - “અમે સાચા' તો સાચાને ઓળખવા કઈ રીતે ? બજારમાં બધા જ વેપારીઓ કહે કે, “અમે સાચા વેપારી' છતાં તમે શોધીને સાચું-સારું લઈ આવો છો ને ? આ ભેળસેળના જમાનામાં પણ પરીક્ષા કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy