SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પિ૮૬)]િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ નિરૂપક્રમ આયુષ્ય બાંધેલ પૂરું આયુષ્ય ભોગવે વચ્ચે તૂટે નહિ. જીવ સોપક્રમ અને નિરૂપક્રમ એ બન્ને આયુષ્યવાળા હોય છે. (૧) નારકી, દેવતા, જુગલ તિર્યંચ, જુગલ મનુષ્ય, તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ એમના આયુષ્ય નિરૂપક્રમી હોય છે. શેષ સર્વ જીવોના બન્ને પ્રકારે છે. (૨) નારકી સાપક્રમ (સ્વહસ્તે શસ્ત્રાદિથી) ઉપજે, પર ઉપક્રમથી કે વિના ઉપક્રમથી? ત્રણે પ્રકારથી. એટલે કે મનુષ્ય, તિયચપણે જીવે નર્કનું આયુષ્ય બાંધ્યું હોય તે મરતી વખતે પોતાના હાથે, બીજાના હાથે અથવા આયુષ્ય પૂર્ણ થયે મરે. એમ ૨૪ દંડક જાણવા. (૩) નારકી, નર્કથી નીકળે તે સ્વીપક્રમથી, પરોપક્રમથી કે વિના ઉપક્રમથી ? વિના ઉપક્રમથી. એવે દેવતાના ૧૩ દંડકમાં પણ વિના ઉપક્રમથી ચવે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એ ૧૦ દંડકના જીવો ત્રણે ઉપક્રમથી ચવે. (૪) નારકી સ્વાત્મઋદ્ધિ (નરકા, આદિ) થી ઉત્પન્ન થાય કે પર ઋદ્ધિથી ઉત્પન્ન થાય ? સ્વઋદ્ધિથી અને નીકળે (ચ) પણ સ્વઋદ્ધિથી એવં શેષ ૨૩ દંડકમાં જાણવું. (૫) ૨૪ દંડકના જીવો સ્વપ્રયોગ (મન, વચન, કાય) થી ઉપજે અને નીકળે, પરપ્રયોગથી નહિ. (૬) ૨૪ દંડકના જીવો સ્વકર્મથી ઉપજે અને નીકળે () પરકર્મથી નહિ. ઇતિ સોપક્રમ નિરૂપક્રમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy