SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૩૬૦ ૨૭. અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર પક્ષવણાસૂત્ર પદ - ૨૮ શિષ્ય વિનયપૂર્વક નમન કરીને પૂછે છે, '' હે ગુરુ ! જીવ તત્ત્વનો બોધ આપતી વખતે આપે કહ્યું હતું કે જીવ ઉપજતી વખતે અપર્યાપ્તો તથા પર્યાપ્તો કહેવાય છે, તો તે શી રીતે કહેવાય છે, તે કૃપા કરી કહો.'' ગુરુ – 'હે શિષ્ય ! જીવને આહા૨, શરીર, ઇંદ્રિય, શ્ર્વાસોચ્છ્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે. અને તે ચારે ગતિના જીવોને લાગુ ૨હેવાથી ૫૬૩ ભેદ ગણી શકાય છે. તેમાં પહેલી આહાર પર્યાપ્તિ લાગુ થાય છે. તે એવી રીતે કે જે જીવનું આયુષ્ય પુરૂં થાય, ત્યારે તે શરીર છોડીને નવી ગતિની યોનિમાં ઉપજવા જાય છે. તેમાં અવિગ્રહ ગતિ એટલે સીધી ને સ૨ળ બાંધી આવ્યો હોય, તે જીવ જે સમયે ચવેલો હોય, તે જ સમયમાં આવી ઉપજે છે. તે જીવને આહા૨નું આંતરૂં પડતું નથી, તેવા બંધનવાળો જીવ સદા 'આહારક' કહેવાય છે, એવો ભગવતીનો ન્યાય છે. હવે બીજો પ્રકાર વિગ્રહ ગતિનો બંધ બાંધી આવના૨ા જીવોનો કહેવાય છે, તેના ત્રણ પ્રકાર છે તેમાં કેટલાક જીવો શ૨ી૨ છોડ્યા પછી એક સમયને આંતરે, કેટલાક બે સમયને આંતરે ને કેટલાંક ત્રણ સમયને આંતરું એટલે ચોથે સમયે ઉપજવા પામે છે. એમ ચારે રીતે સંસારી જીવો ઉપજી શકે છે. આ બીજી વિગ્રહ ગતિ એટલે વિષમ ગતિ કરી ઉપજવા જના૨ા જીવોને એક, બે, ત્રણ સમય ઉપજતાં આંતરૂં પડે છે. તેનું કારણ જીવનું ગમન સીધી શ્રેણીમાં જ થાય છે એટલા માટે ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચતાં વચ્ચે ૦–૧-૨ કે ૩ વળાંક લેવા પડે છે. તેથી ઉપજવામાં ૧-૨-૩ કે ૪ સમય લાગે છે. તેનું વિવેચન ગુરુગમથી જાણવું. તેવા જીવ જેટલો સમય વાટે રોકાય, તેટલો સમય આહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy