SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વની દુર્લભતા સમ્યત્વની દુર્લભતા અનાદિનું જીવપણું સામાન્ય હોવા છતાં પણ આ સંસારમાં કેટલાક જ ભવ્ય હેતા નથી. ભવ્યરાશિપણું પામવા છતાં પણ કેટલાક છે પાપપરિણતિના ગે અનંતકાલ પસાર થવા છતાં પણ ત્રસપણું પામતા નથી. ત્રભાવ પામવા છતાં કેટલાક પંચેન્દ્રિયપણું પામતા નથી અને કૃમિ, કીડા, પતંગિયા આદિ વિકેલેન્દ્રિયમાં જ ભો પૂર્ણ કરે છે. કદાચ કઈ પ્રકારે કર્મ–પરિણતિના ગે સંપૂર્ણ પંચેન્દ્રિયપણું પામવા છતાં પાપના મહાભારથી દબાયેલા હોઈ મનુષ્યપણું પામી શક્તા નથી. મનુષ્યપણું પામવા છતાં દુષ્કર્મ-ગે સ્વેચ્છાદિક કુળમાં જન્મ થાય છે, એટલે આર્યક્ષેત્ર ન મળવાથી તેઓને બચાવનાર કે ગુરુ આદિકને વેગ થતું નથી. આર્યક્ષેત્રમાં કાચબાના દષ્ટાને કદાચ કઈ મનુષ્યપણું પામી જાય તે પણ, તે સુકાયેલા પાંદડાને જેમ પવન ઊડાડી મૂકે તેમ મનુષ્યપણું પણ ધર્મ વગરનું નિષ્ફળ થાય. કદાચ લાંબું મનુષ્ય-આયુષ્ય મેળવે તે પણ, દારિદ્ર દુઃખમાં શેકાઈને નાશ પામે છે. સમુદ્રમાં ગુમાવેલા રત્ન માફક જીવને ધર્મરનની પ્રાપ્તિ દુર્લભ છે. કર્મસમૂહથી પીડિત મનુષ્યને ધર્મના પરિણામ થવા દુર્લભ છે. કદાચ ધર્મબુદ્ધિ પ્રગટ થાય તે પણ, શુભગુરુનો ભેગ પ્રાપ્ત થ મુશ્કેલ થાય. કદાચ સમગ્ર પદાર્થનું યથાર્થ સ્વરૂપ પ્રકાશિત કરનાર દીપક-સમાન ગુરુ મહારાજને પ્રગટ યુગ થાય, તે પણ વિરતિપરિણામ સ્વરૂપ વિવેકરન હસ્તગત થતું નથી. સ્વભાવથી દુઃખવાળા, સાર વગરના, સંસાર-સમુદ્રમાં કઈ દિવ્યગથી કઈ પ્રકારે તે ઉત્તમ ધર્મરત્નને મેળવે છે, તે પણ પ્રભુએ કહેલા વચન પ્રમાણે સુંદર વર્તન કરતા નથી અને કેટલાક આત્માઓ તે સંસારને પાર પમાડનાર એવું સમ્યકત્વ પણ વમી નાખે છે. સે સૂર્યો એકઠા થઈને પ્રકાશ ફેલાવે તો પણ અંધ માણસ દેખી શકતું નથી, તેમ કર્માધીન પ્રાણીને જિનેશ્વરની દેશના પણ નિષ્ફળ થાય છે. આવા પ્રકારના વિવેકરહિત સંસાર-સમુદ્રમાં કઈ પુણ્યશાળી આત્માઓને તીર્થકર ભગવંતને યેગ પ્રાપ્ત થાય છે. તેમનાં દર્શન પામીને, તેમની વાણી શ્રવણ કરીને પણ કેટલાક ને યથાર્થ તત્ત્વની નિર્મળ શ્રદ્ધા થતી નથી. આવા બહુ વિચિત્ર સંસારમાં રખડતા પ્રાણુ–સમુદાયમાં કઈ ભાગ્યશાળી આત્માને જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આવી દુર્લભ સમ્યકત્વ-પ્રાપ્તિ થવા છતાં પણ તે પાછી ચાલી જાય છે. આ પ્રમાણે દેવેન્દ્રો અને નરેન્દ્રોથી વંદાતા, ભવ્ય છે રૂપી કમલખંડોને પ્રતિબંધ પમાડતા, સંસાર અને મોક્ષમાર્ગને પ્રગટ કરતા, કર્મની વિષમ સ્થિતિને સમજાવતા, યથાર્થ ધર્મ-સ્વરૂપ કહેતા પ્રભુ કૌશાંબી નગરની ઉત્તરદિશાના વિભાગમાં સમેસર્યા. દેવેએ સમવસરણની રચના કરી. તેના મધ્યભાગમાં અશોકવૃક્ષની નીચે સિંહાસન ઉપર પ્રભુ બિરાજમાન થયા. જેમને સૌધર્મ અને ઈશાનના ઈન્દ્રો બે બાજુ ચામર ઢાળી રહેલા છે એવા પ્રભુ દે, મનુષ્ય અને અસુરાદિકની પર્ષદામાં ધર્મ કહે છે. સમ્યત્વ સ્થિરતા ઉપર ભદ્રિક બ્રાહ્મણ-કથા તે સમયે પર્ષદામાં એક બ્રાહ્મણ દંપતીયુગલ આવ્યું. ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રભુના ચરણ કમળ પાસે બેઠું. ચાલુ ધર્મકથામાં બ્રાહ્મણે પૂછ્યું કે, “હે ભગવંત! આ કેવી રીતે બન્યું? ભગવંતે કહ્યું, “હે દેવાનુપ્રિય! આ સમ્યકત્વને પ્રભાવ સમજે.” બ્રાહ્મણે પૂછ્યું, “કેવી રીતે?” ભગવંતે કહ્યું, “હે સૌમ્ય! આ તે કંઈ નથી. સમ્યકત્વના પ્રભાવથી તે લાંબા કાળની વૈરપરંપરા શાંત થાય છે, વ્યાધિઓ મટી જાય છે, અશુભ કર્મોદય ચાલ્યું જાય છે ઈચ્છિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy