SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) અજિતસ્વામિ તીર્થંકરનુ` ચિરત્ર જમૂદ્રીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં દક્ષિણખ’ડના મધ્યમાં વિનીતા નામની નગરી હતી. ત્યાં જિતશત્રુ નામના રાજા, તેને વિજયા નામની ભાર્યાં હતી. બન્નેને ભાગે ભાગવતાં કેટલોક કાળ ગયા. આ બાજુ ઋષભદેવ તીર્થંકર ભગવંત મેક્ષે ગયા પછી પચાસ બ્રેડ લાખ સાગરોપમના કાળ પસાર થયા. ત્યાર પછી પૂર્વ ઉપાર્જન કરેલા અતિશય પુણ્યસમૃદ્ધિના ચેગે પ્રાપ્ત કરેલા તીથંકર નામવાળા તેમણે મનુષ્યના દેહનો ત્યાગ કરીને સિધ્ધિ – સુખ સમાન અનુત્તરપપાતિક દેવના સુખને અનુભવ કરીને વિજય વિમાનનું ૩૩ સાગરે પમનું લાંબું આયુષ્ય પૂર્ણ કરીને પરહિત કરવાની અપૂર્વ રિતવાળા અવધિજ્ઞાનનાં પ્રભાવથી પરમાના જાણકાર વૈશાખ શુકલા યાદશીના દિવસે ચિત્રા નક્ષત્રમાં વિજયા રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ગર્ભાધાન યાગ્ય કાર્ય ઈન્દ્રે કર્યું. વિજયા રાણીએ તે જ રાત્રિએ ચૌદ મહાસ્વપ્નો દેખ્યાં, વિધિપૂર્વક પતિને નિવેદન કર્યાં, પતિએ પુત્રજન્મનું ફુલ જણાવીને રાણીને આનતિ કરી. ખરાખર નવ માસ અને સાડાઆઠ દિવસ પૂર્ણ થયા, ત્યારે મહાશુકલા અષ્ટમીના દિવસે રાહિણી નક્ષત્રમાં ભગવંતના જન્મ થયા. મેરુ પર્વત ઉપર દેવાએ જન્માભિષેક કર્યાં. ભગવંત ઉત્પન્ન થયા પછી ‘કોઈએ પણ પિતાને ન જિત્યા ' એ કારણે માતા-પિતાએ ‘ અજિત ' એમ નામ પાડ્યું. કલા સાથે અજિતકુમાર વૃદ્ધિ પામ્યા. અનુરૂપ કન્યા સાથે વિવાહ કર્યાં. પરમા સમજવા છતાં પણુ ક સ્થિતિને અનુસરતા ભાગ ભાગવતા હતા. ત્યાર પછી કુમારભાવનું અનુપાલન કરી પિતાજી સિદ્ધિ પામ્યા પછી રાજ્યલક્ષ્મીનુ પાલન કરીને પૂર્વાંગ અધિક ૭૧ લાખ પૂર્વ પસાર થયા પછી સ્વયંબુદ્ધ હાવા છતાં પણુ લેાકાંતિક દેવાથી પ્રેરાયેલા સંવત્સરી મહાદાન દઇને સંસારના સુખથી વિરકત મનવાળા સિદ્ધિવધૂના સંગમની ઉત્સુક્તાવાળા ભગવંતે માહશુકલ નવમીના દિવસે મૃગશિષ નક્ષત્રમાં સહસ્રામ્રવનમાં દીક્ષા અંગીકાર કરી. યથાકત વિધિથી વિહાર કરતાં દીક્ષાપર્યાયનાં બાર વર્ષ પૂર્ણ કર્યા પછી મહુસેનવન નામના ઉદ્યાનમાં સમસ્જીદ નામના વૃક્ષની નીચે પાષ શુકલ એકાદશીના દિવસે, રાહિણી નક્ષત્રમાં, ધ્યાનના મધ્યભાગમાં વતતા હતા ત્યારે, અપૂવ કરણ અને ક્ષપકશ્રેણિના ક્રમથી તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ચલાયમાન થયેલા સિંહાસન પર રહેલાં ઇન્દ્રે કેવલજ્ઞાનને મહાત્સવ કર્યાં, સમવસરણની રચના કરી. ચાર મહાવ્રતાની પ્રરૂપણા કરીને પંચાણુ ગણધરોને દીક્ષા આપી. ત્યાર પછી ધમ દેશના શરૂ કરી. તે આ પ્રમાણે નરકતિ–વણું ન પાંચ ગતિએ તે આ પ્રમાણે- (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિ અને (૫) મેાક્ષગતિ. તેમાં નરકગતિમાં સાત પૃથ્વી છે, તે આ પ્રમાણે- ૧ રત્નપ્રભા, ૨ શરાપ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા, ૭ મહાતમઃપ્રભા, તેમાં રત્નપ્રભા ૧૮૦૦૦૦ યેાજન જાડી છે. નીચે અને ઉપર એક હજાર યેાજન છેાડીને ભવનવાસી દેવાના ભવનેાના આંતરામાં નારકો હેાય છે. ત્યાં તેર પાટડા અને ૩૦ લાખ ઉત્પન્ન થવાનાં સ્થાનકે છે. તેમની ઊંચાઇ સાત ધનુષ, ૩ વેંત અને છ અંશુલ, એક સાગરોપમની આયુષ્યસ્થિતિ હાય છે. બીજી શર્કરાપ્રભા એક લાખ મત્રીશ હજાર યેાજન જાડી છે. તેમાં અગીયાર પાટડા છે. પચ્ચીશલાખ નરકાવાસા છે. તેમના શરીરની ઉંચાઈ સાડા પંદર ધનુય બાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy