SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવ ભગવંતની દીક્ષા પટે અવ્યાબાધ, ૮ આગ્નેય-મરુત અને ૯ રિષ્ઠ. તેએ આવીને મધુર વાણીથી ભગવતની સ્તુતિ કરવા લાગ્યા.“ હું રાજાધિરાજ ! ઈન્દ્રોના મુગુટોના મણુિઓના સ્પર્શીથી જેમનુ પાપીઠ સુંવાળું મનેલુ છે, દેવાંગનાઓના મુગુટોની મંજરીથી રંગાએલ ચરણુયુગલવાળા, લાંબા કાળથી બ ંધ થયેલ મેાક્ષમાને પ્રગટ કરવાની તૃષ્ણાવાળા, પ્રથમ ધર્મચક્રવતી, પરમેશ્વર સિદ્ધિરૂપી શ્રેષ્ડ અંગનામાં અનુરાગ કરનારા હે ભગવંત ! જગતના પિતામહ, સમગ્ર જગતની વ્યવસ્થા કરનારા, ઈન્દ્ર મહારાજના પાસેથી સદ્ભાવપૂર્વક પ્રાપ્ત કરેલ રાજ્યાભિષેકવાળા, સમગ્ર આચાર અને કુલધર્માંને પ્રકાશિત કરનાર, હે ભગવત ! હવે આપ ભરતક્ષેત્રમાં રહેલા દુઃખી લેાકાના ઉધ્ધાર કરે. પ્રભુનાં કુમારવાસમાં વીશલાખ પૂર્વ પસાર થયાં. રાજ્યકાળમાં તેસઠ લાખ પૂના કાળ પસાર થયા. ‘દુર્ગતિમાં જવાના કારણભૂત તુચ્છ એવા આ કામભેાગેા છે’–એમ જાણનાર ભગવંતને ક્ષણવાર પણ પ્રમાદ કરવા ઠીક નથી, માટે સંસારસાગર પાર પામવા માટે યાનપાત્ર-સમાન તીર્થં જલ્દી પ્રવર્તાવા ” એમ સ્તુતિ કરીને લેાકાન્તિક દેવા પેાતાના સ્થાને ગયા. આ સાંભળીને અધિક ઉત્પન્ન થયેલા સંવેગવાળા ભગવંતન જૈનવનથી પેાતાના મહેલ પર પધાર્યા. ત્યાં રહીને મોટા રાજાઓને ખેાલાવ્યા અને ભરતના રાજ્યાભિષેક કર્યો અને બાહુબલી વગેરે દરેક પુત્રાને જુદા જુદા દેશે। આપ્યા. સંવત્સરી મહાદાન પણ આપ્યું. પછી પરિવાર–સહિત ઈન્દ્ર મહારાજા આવ્યા અને મુનિપતિપણાને અભિષેક કર્યાં, શિબિકારત્ન તૈયાર કરાવ્યું. તેમાં ભુવનગુરુ બિરાજમાન થયા. પ્રથમ શિબિકા મનુષ્યએ ઊંચકી, પછી અસુરેન્દ્રોએ અને દેવાએ. વિવિધ મંગલવાજિંત્રો વાગવા લાગ્યાં. દેવા, અસુરે અને મનુષ્યોના વૃન્હો જયજયારવ કરવા લાગ્યા, વસ્ત્રોને ઉછાળવા લાગ્યા, ચામરાને વીંજવા લાગ્યા. મોટા પરિવાર-સહિત સિદ્ધાર્થવનમાં પહોંચ્યા. ભુવનનાથ ઋષભસ્વામી શિખિકામાંથી નીચે ઉતર્યા. જય જયારવ કોલાહલગર્ભિત એકી સાથે બોલાતા, મહા આનંદના શબ્દોના પ્રચંડ ઉછાળા થવાથી, પર્વતની ગુફાઓ અને આકાશ જેનાથી ભરાઇ ગયું છે, તેવા કોલાહલ ઇન્દ્રના પ્રતિહારની આજ્ઞાથી અંધ કરાવ્યા. ત્યાર પછી ચૈત્રમાસના કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે દિવસના પાછલા પહેારમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યાગ થયા ત્યા૨ે કુસુમાન તથા આભરણાના ત્યાગ કરીને ઇન્દ્ર મહારાજાએ, જેમના ખભા ઉપર દેવષ્ય સ્થાપેલું છે, ઈન્દ્રના સાનિધ્યમાં પંચમુષ્ટિ લાચ કરતાં ઇન્દ્રની વિનતિથી ખારીક સુવાળા શ્યામ વાંકડીયા પાછળના કેશ જેમણે બાકી રાખેલા છે, એવા ભગવંતે દેવા, મનુષ્યા અને અસુરાની પદાના મધ્યભાગમાં છઠ્ઠુતપ સહિત ‘ સ પાપ મારે અકરણીય છે.’-એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરીને ચારિત્રને સ્વીકાર કર્યો. તેમની પાછળ ચારહજાર ક્ષત્રિયા, કે જેએ પ્રભુની અપાર કરુણાના પાત્ર બન્યા હતા અને તેમના પ્રત્યે આદરવાળા હતા. ભરતે તેમને ના પાડવા છતાં, બંધુવની અસમ્મતિ છતાં, રાજ્યલક્ષ્મીના ત્યાગ કરીને, સ્ત્રી–પુત્રાદિક છેડીને, તેઓના સ્નેહત તુને છેદીને, ‘ ભગવંતની જે ગતિ, તે અમારી પણ હા’ એ પ્રમાણે તેઓ પ્રતિજ્ઞાપર્યંત પર આરૂઢ થયા. વિસ્મયપૂર્ણ હૃદયવાળા સૌધમ ઇન્દ્ર નિષ્ક્રમણમહાત્સવ કરીને પોતાના સ્થાને ગયા. ત્યાર પછી ચારહજાર સાધુએના પિરવાર સાથે વિશાળ પૃથ્વીમડલમાં વિચરવા લાગ્યા. આહાર માટે ભગવંત જ્યારે વિચરતા હતા, ત્યારે લેાકાને ભિક્ષા કેમ આપવી ? ભિક્ષુ કોને કહેવાય ? ઇત્યાદિક જ્ઞાન ન હેાવાથી કન્યા, હાથી, ઘેાડા વગેરેનુ નિમ ત્રણ કરતા હતા. ભગવંતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy