SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ પ્રતિકકું છું. ૨૫ ભાવના, ૨૬ દશા કલ્પ વ્યવહાર અધ્યયન, ૨૭ અણગાક૯૫, ૨૮ આચાર પ્રકલ્પ, ૨૯ પાપકૃત પ્રસંગે, ૩૦ મેહનીય સ્થાનકે તે સર્વની વિરાધનાનું પ્રતિક્રમણ કર્યું છું. ૩૩ આશાતના. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વર્ગની જે આશાતનાઓ, દેવતાઓ-દેવીઓ, આક-પરલેક, લેક-કાળ મૃતની જે આશાતનાએ, મૃતદેવતાની, વાચનાચાર્યની, સર્વ જીવની જે આશાતના થઈ હોય તેને નિંદુ છું; આવશ્યક કે આગમ સૂત્ર પઠન-પાઠન કરતાં હીનાક્ષર, અધિકાક્ષર, આડાઅવળા અક્ષર બેલાયા, પદ ઓછું બેલાયું, ઘેષ યથાર્થ ન બેલ્યા, અકાલે સ્વાધ્યાય કર્યો, છદ્મસ્થ ભૂલકણે એ હું કેટલા દોષો યાદ કરું ? જે દેષો યાદ ન આવ્યા હોય, હોય, તે સર્વ જાણતા અજાણતાં થયેલાં મારાં પાપ પણ નિષ્ફળ થાઓ સમ્યક્ત્વ, જ્ઞાન, સંયમ, કિયા, કલ્પ, બ્રહ્મચર્યનું આરાધન કરું છું, તેનાથી વિપરીત આચરણનું પ્રતિક્રમણ કરું છું. મોક્ષમાર્ગ વિષે જિનેશ્વર ભગવંતેએ જે કાંઈ વચને કહ્યાં છે તેને આરાધું છું. વિપરીતનું પ્રતિક્રમણ કરું છું. સમગ્ર નિગ્રંથ પ્રવચન સચ, તથ્ય, શાશ્વતું, સારભૂત, સુંદર, કલ્યાણ-મંગળ કરનારું છે. ત્રણ શલ્ય પાપશત્રુઓ છે. દુઃખને શત્રુ યથાર્થ સિદ્ધને માર્ગ છે. અહીં રહેલા છે સિદ્ધિ પામે છે, કર્મથી મુક્ત થાય છે. તે કારણથી હું શુદ્ધભાવથી બરાબર આચારનું પાલન કરીશ. હવે હું સમ્યકત્વ-ગુપ્તિયુક્ત, મિથ્યાત્વથી રહિત, અપ્રમાદી, પાંચ સમિતિ સહિત શ્રમણ બન્યો છું. જિનેશ્વરોએ મોક્ષમાર્ગમાં બતાવેલા અનુષ્ઠાનેનું સેવન કરીશ અને જે ન કરવા લાયક કાર્યો કર્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. આ મોક્ષમાર્ગમાં પ્રતિષેધેલા કાર્યો જે મેં કર્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું. દષ્ટાંત હેતુયુક્ત કે તેથી રહિત શ્રદ્ધેયની શ્રદ્ધા ન કરી હોય, જિનેશ્વરએ કહેલ પદાર્થમાં વિપરીત પ્રરૂપણ કરી હોય, ઉસૂત્ર-ઉન્માર્ગ અકલ્પા ચરણ કર્યા હોય, તેનું નિંદન–ગર્લૅન કરી આત્માને શુદ્ધ કરું છું. આયણ ગ્ય જે દેષો થયા હોય તે અહીં આવું છું. પ્રતિક્રમણ કરવાથી દોષોની શુદ્ધિ થાય છે. તેની પણ તે રીતે શુદ્ધિ કરું છું. પરડવવાથી શુદ્ધિ થાય છે તે પણ કરું છું. કાઉસગ્ગ કરવાથી તેમજ તપથી બીજા દોષ શુદ્ધ થાય છે, તે કરવા તૈયાર થયે છું. કેટલાક દોષો ચારિત્ર પર્યાયના છેદથી, કેટલાક દોષો મૂળપ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે, કેટલાક અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તથી, કેટલાક પારચી પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે, તે સર્વે હું અંગીકાર કરવા તૈયાર થયેલ છું. દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત જે કમે તે સર્વ લઈ શકાય છે, તેનું હું પ્રતિક્રમણ કરી ભાવથી શુદ્ધ થાઉં. એ પ્રમાણે આલેચન પ્રતિક્રમણ કરતા વિશુદ્ધમાન લેશ્યાવાળા અપૂર્વ કરણ પામેલા ક્ષપકશ્રેણમાં ચડી કેવળજ્ઞાન-દર્શનવાળ વીર્યાન્તરાય-આયુ ક્ષય કરી વજુગુપ્ત મુનિ અંતગડ કેવળી થયા. કુવલયમાલા કથા ગૂર્જરનુવાદમાંથી ઉદ્ભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy