SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદક–પ્રશસ્તિ સુંદર સૌરાષ્ટ્ર દેશે શોભાયમાન સિદ્ધગિરિ-સાંનિધ્યે શત્રુ પી નદીતીરે જીરા ગામ (જીરારોડ) નિવાસી દોશી દેવચંદ પુરુષોત્તમ અને સદ્ધર્મ-શીલશાલિની ઝમકબેન દેવચંદના અનુક્રમે હીરાચંદ, ધનજીભાઈ તથા અમરચંદ નામના ત્રણ સુપુત્રો અને વિજકોર, સમરત, હીરાબેન અને પ્રભાવતી નામની ચાર પુત્રીઓ હતી. પિતાનાં બાળકને શહેરમાં વ્યાવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે અને દેવ-ગુરુને સમાગમ શહેરમાં સહેલાઈથી મળી શકે–તેમ ધારી પિતાજીએ સંવત્ ૧૯૬ના વૈશાખ મહિને સર્વ કુટુંબને સૂરતમાં લાવ્યું અને બાળકને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક સંસ્કાર આપ્યા. પ. પૂ. આગદ્ધારક શ્રીઆનંદસાગર સૂરીશ્વરજી મહારાજના સમાગમથી આખું કુટુંબ વિશેષ ધર્માનુરાગી બની ગયું. દરમ્યાન દેવચંદભાઈ અને ઝમકબેન ઉપધાન તપ, નવપદ એળી, નિરંતર ગુરુભકિત, સુપત્રદાન, વ્યાખ્યાન-શ્રવણ, પૌષધ, પ્રતિક્રમણાદિ શ્રાવકેચિત સર્વ ધર્મકરણમાં તત્પર રહેતા હતા. દરમ્યાન સં. ૧૯૮૧ ની સાલમાં દેવચંદભાઈને દીક્ષાના મનોરથ થવાથી પ. પૂ. આગમદ્ધારક સૂરીશ્વરજી પાસે સકુટુંબ અજીમગંજ, મુશદાબાદ જઈ તેમના શુભ હસ્તે ઘણું જ આડંબર અને ત્યાંના ધનપતિ, ધર્મિષ્ઠ, સાધર્મિક ભક્તિ-પરાયણ, ધર્માનુરાગી બાબુ-શ્રાવકેના પૂર્ણ ઉત્સાહ સાથે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીદેવસાગરજી મહારાજ એવું નામ સ્થાપન કર્યું. તે સમયે માતાજીએ અને મેં કેટલાક વ્રત-નિયમ અંગીકાર કર્યા અને સંમેતશિખરજી તીર્થ અને નગરીઓની યાત્રાઓ કરી. ચેડાં વર્ષ પછી સદગુરુ-સમાગમ ચેગે કાયમી બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. મુંબઈમાં રહી ખેતીને વ્યવસાય કરવા સાથે નિરંતર સામાયિક, ધાર્મિક-વાંચન, પૂજા, પ્રતિક્રમણ, વદ્ધમાનતપની આરાધના ઈત્યાદિકમાં સમય પસાર થતા હતા. કુટુંબની જવાબદારી મારી હોવાથી કુટુંબને ભાર ઉઠાવનાર ના ભાઈ તૈયાર ન થાય ત્યાં સુધી માતાજી દીક્ષાની રજા ન આપતાં હોવાથી થોડે સમય રોકાવું પડ્યું. પરંતુ આયુષ્યની ચંચળતા લાગવાથી કઈ પ્રકારે માતાજીને અને સ્વજનોને સમજાવી સંવત ૧૯૮૪ના વૈશાખ શુકલ એકાદશી-શાસન સ્થાપનાના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરજીના ચોકમાં ચતુર્વિધ શ્રીસંઘ, સ્વજન-કુટુંબીવર્ગની પૂર્ણ હાજરીમાં પ. પૂ. આગમેદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભહસ્તે મેં (હીરાચંદે) અને લઘુબંધુ અમરચંદે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીહેમસાગરજી મ. અને મુનિ શ્રી અમરેન્દ્રસાગરજી મ. નામ સ્થાપન કર્યા. કેટલાક સમય પછી વિજકરબેને અને હીરાબેને પણ દીક્ષા અંગીકાર કરી, જેમનાં સાધ્વી શ્રીદિનેશ્રીજી અને હર્ષલતાશ્રીજી નામ સ્થાપન કરવામાં આવ્યાં. સતત ગુરુકુલવાસમાં રહી અનુક્રમે ગ્રહણ–આસેવન-શિક્ષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય, આગમાદિ શાસ્ત્રનું યથાશક્તિ અધ્યયન કર્યું. સં. ૧૯૯૯ કપડવંજના ચાતુર્માસમાં ૫. પૂ. આગમ દ્વારકશ્રીને શુભહસ્તે તેમના દબાણથી શ્રીભગવતી સૂત્રના ગદ્વહન કર્યા. આસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy