SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત ઘૂમીને રાસ લેતા, તાળી પાડતા એકી સાથે ગાયન કરતા, કુતૂહલ ઉત્પન્ન કરતા દેએ વાજિંત્રો વગાડ્યાં. ત્યાર પછી અપ્સરાઓએ સુંદર નૃત્ય કર્યું. તે કેવું હતું ?–રસસમૂહવાળું, લયને અનુસરતું, વિકસિત થતા હાવભાવવાળું, સર્વને દર્શન કરાવનારું, ચારે બાજુ વસંતકાળ સરખું મહર, પ્રશસ્ત હસ્તની ભાવાળું, વિવિધ પ્રકારના હાવભાવવાળું, અંગમરોડવાળું, ઉછળતા હારવાળું, રણકાર કરતા નૂપુર--સમૂહવાળું, શબ્દ કરતી ઘુઘરીયુક્ત કંદરની શેભાવાળું, શાસ્ત્રાનુસારી લયવાળું, અનેક ભંગથી શેભિત, ગીતના પદના અનુસારે લંબાવાતું, સરખી ગતિવાળું, વિલંબયુક્ત, સ્વાભાવિક ભાવાળું નૃત્ય દેવાંગના-અપ્સરાઓએ કર્યું. આ પ્રમાણે ભગવંતના શરીર-સ્થાન પાસે નાટવિધિ કરીને ભૂમિ સાથે સ્પર્શ કરતી મુગુટમાળાવાળા દેવે પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા કેવી રીતે ?— સમગ્ર અમેને વિનાશ કરનાર, નિર્મલ કેવલજ્ઞાનની પ્રભાથી યથાર્થ સત્ય ધર્મ પ્રકાશિત કરનાર ! હે પ્રભુ ! આપને જય થાઓ. સુંદર સંયમમાં કરેલા પરાક્રમથી કમને નાશ કરનાર ! ધર્મને સુંદર રીતે બતાવનાર હે જિનદેવ ! તમને પ્રણામ કરું છું. હે ભગવંત ! આપ તપ કરે છે, તે પણ જગતના કલ્યાણ માટે, ધન, કુટુંબ, રાજ્યાદિકના સંગને ત્યાગ, તે પણ લેકના હિત માટે, આપે પિતાનાં કર્મને ક્ષય કરી નિરુપદ્રવ શાશ્વત અને અનુત્તર સ્થાન પ્રાપ્ત કર્યું છે. હે જિનેન્દ્ર ! આપે તૈક્ષ-સુખ મેળવવાની માર્ગ બતાવ્યો, મેક્ષથી પ્રતિકૂળ અને દુર્ગતિ આપનાર પાપમાર્ગને નાશ કરનાર ભવના ભયથી મૂઢતા પામેલા આત્માઓને પ્રતિબોધ કરનાર હે સુંદર દેહવાળા ! આપને નમન કરીએ છીએ.” –એમ સ્તુતિ કરીને ઈન્દ્ર મહારાજાએ ભક્તિથી ત્રણ પ્રદક્ષિણ કરીને આદર-પૂર્વક જિનેશ્વરના ગુણોનાં કીર્તન કરતા પિતાના સ્થાનમાં ગયા. આ પ્રમાણે દેવસમુદાયની પ્રભા સરખા ઉદ્યોતવાળા પૃથ્વીમંડલને તે દિવસે દેખીને લોકેએ પણ “દીપોત્સવ” પ્રવર્તાવ્યું, જે અત્યારે પણ “દીવાળી પર્વ' તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. [૨૯] ગૌતમ ગણધરને કેવલજ્ઞાન અને ટેક્ષ-પ્રાપ્તિ આ બાજુ ગૌતમસ્વામી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને, શ્રમણવેષ આપીને પાછા વળતાં ભગવંતને નિર્વાણગમન-મહોત્સવ લેકમુખેથી સાંભળીને ચિંતવવા લાગ્યા કે “જુઓ, પિતાને નિર્વાણગમન સમય નજીક છે એમ જાણવા છતાં મને તે વાત જણાવ્યા વગર દેવશર્માને બાનાથી ભગવાને દૂર એકલી દીધે, તે દેવશમાં ઉપર કરુણા ઉત્પન્ન થઈ, પરંતુ લાંબા કાળના પરિચિત ગુણાનુરાગી અન શરણ એવા મારા ઉપર દયા ન આવી ! તે દેખે. જે કારણે લાંબા કાળનું પરિચિતપણું ઉવેખીને, અનન્ય ભકિતની અવગણના કરીને, ગુણગણનું અનુરાગીપણું નહીં ગણકારીને, અનન્ય શરણને અસ્વીકાર કરીને, જાણે પહેલાં દેખે જ નથી અથવા તો અપરિચિત હોય, તેમ અતિનિષ્કરુણની જેમ મને એકલે, નાથ વગરને, અશરણુ મૂકીને, મારે ત્યાગ કરીને પોતે એકલાએ જ પરમપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy