SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] શ્રમણની અવજ્ઞા દૂર કરવી ૪૪૫ આ પ્રમાણે પૂર્વના સહવાસ અને પરિચયના કારણે તે યતિનો અવણૅ વાદ કરતા નગરલેાકાને દેખીને તેને સાચી શ્રદ્ધા કરાવવા માટે અભયકુમારે પોતાના ભવનના આંગણામાં ત્રણ ઢગલા કરાવ્યા. નગરમાં ઘાષણા કરાવી કે, જે જીવનકાળ સુધી સ્ત્રી, અગ્નિ અને જળના ત્યાગ કરશે, તેને હું આ ત્રણ કરોડ ધન આપીશ. તે સાંભળી ઘણા નગરલેાકો આવ્યા. અભયકુમારે કહ્યું કે, આ પ્રતિજ્ઞા પાલન કરવા પૂર્વક આ સર્વાં દ્રવ્ય ગ્રહણ કરે. સથા સ્ત્રીને, અગ્નિના અને પાણીનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે. આમ સાંભળીને પ્રથમ તે વિચાર ર્યાં વગર કેટલાક ગ્રહણ કરવા લાગ્યા, પણ પાછળથી પાતાની મેળે વિચારવા લાગ્યા. શુ ? તે કે–સ્ત્રી, જળ અને અગ્નિના ત્યાગ કરીને ધનસમૂહ ગ્રહણ કરીને પછી તેના વગર સુખના ભાગવટો કેવી રીતે કરી શકાય? જળસ્નાન વગર સુગંધી અંગરાગ, તબેલ, વસ્ત્ર, પુષ્પાદિકનો પરિભાગ નિરર્થક થાય છે. તૈલમન, વિલેપન, ત ખાલ, સુગંધી પદાર્થ, પુષ્પા, કેશને ઓળવા ઇત્યાદિક ભાગો સમગ્ર રસયુકત ભોજન વગરનાને નકામા છે. અગ્નિના ચેગ વગર તેવાં ભોજન પણુ કેવી રીતે કરી શકાય ? સમગ્ર ઈન્દ્રિયાને સુખ કરનાર એવું ભાજન તા વારવાર કરવુ જ પડે છે. વળી આ સ્નાન, વિલેપન, પુષ્પાના પરિભોગ, મહિલાના સંભોગ-સુખથી વિમુખ થએલાને સર્વ નિરર્થક છે. રાજાની સેવા, સમુદ્ર-લંઘન ઈત્યાદિક ધનનિમિત્તે કરાય છે, પણ તે મેળવેલુ ધન યુવતિના સભાગ-કાર્ય માં અનુરાગી હાય, તેનુ' જ સફળ ગણેલુ છે. સુન્દર રમણીની સાથે વિલાસ કરવા, કટાક્ષથી નજર કરવી અને ક્રીડામાં રસિક બનવુ આ સમાં વૈભવ ઉપયાગી છે, પણ મહિલા-સભાગ રહિતને વૈભવ કયા ઉપયેાગમાં આવે —આ જગતમાં આ ત્રણ પદાર્થને ત્યાગ કરવા મહાદુષ્કર છે, આ ત્રણ વસ્તુના ત્યાગ કર્યા પછી ધન કયા ઉપયાગમાં લઇ શકાય ? આ પ્રમાણે સમગ્ર નગરલેાક કહેવા લાગ્યા કેડ઼ે કુમાર ! આ જીવલેાકના સારભૂત આ ત્રણ પદાર્થ અસાર એવા ધનને માટે કોણ ત્યાગ કરે ? જે મહાનુભાવ આ ત્રણને! ત્યાગ કરે, તેને શુ ત્યજવુ દુષ્કર છે ?” તે સાંભળીને અભયકુમારે કહ્યું-તમે કહેા છે, તેમ જ છે. આ વિષયમાં લગાર પણ સંદેહ નથી. કેમ ?— ઉત્તમ ચરિત્રવાળા જે કોઈ આ દુષ્કર ત્યાગ કરનાર થાય છે, તે માત્ર મનુષ્યાને નહિ, પરંતુ દેવાને પણ વંદનીય થાય છે. આ લેાકમાં અત્યંત શકિતવાળેા તે ત્યાગી કહેવાય છે કે, જે મહાભાગ્યશાળી આ ત્રણ ચીજને ત્યાગ કરનાર થાય છે. તે જ ખરેખર મહાસુભટ, મહેાદયવાળા સત્પુરુષ છે, જે સત્ય પ્રતિજ્ઞાવાળા આ ત્રણને લીલામાત્રમાં ત્યાગ કરે છે, પરંતુ સંસારના સુખની લાલસાવાળા કર્માધીન આત્માઓને આ ત્રણેના ત્યાગ કરવા અતિ દુષ્કર છે.' આ સ્પષ્ટ હકીકત છે. તે કે નગરમહાજના ! આ અત્યંત શકિતવાળા આ મહાનુભાવે અત્યંત દુસ્જીજનીય આ ત્રણેને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી છે. પછી તમે એમ કેમ ખેલે છે કે-દરિદ્રની પ્રવ્રજ્યા કોઈ પુરુષાથ ઉત્પન્ન કરતી નથી. આ યિતને તમારે ‘રાંક છે’ એમ ધારીને પરાભવ ન કરવા જોઈએ. કારણ કે— સેંકડો ગુણયુકત નિનમાં એક જ દોષ છે કે, જેના માટે સામાન્ય લેાક એમ બલાત્કારે દેખતાં જ માનવા તૈયાર થાય છે કે, આ અથી-માગણ છે. ઉદ્વેગ, ભય, અહંકારથી રહિત, મમતા વગરનો, કોઇપણ બદલાની આશા વગરના, મહાલાલ અને કપટ વગરના યતિ સરખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy