SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમત્તપણાનું દ્રષ્ટાંત ૪૩૭ આ સમયે શ્રેણિક રાજાએ પૂછ્યું કે- હે ભગવંત 1 નિર્દેષિ ઈન્દ્રિય-સામગ્રી પ્રાપ્ત થએલા મુનિઓને પણ પ્રમાદ થઈ જવા સુલભ છે. કારણ કે, પવનથી કંપાયમાન થતી ધ્વજા સરખા ચંચળ ચિત્તવાળા જીવા હાય છે. દુર ઈન્દ્રિયાની તૃષ્ણા વિષયે। તરફ ખે`ચી જનાર હાય છે. ઝેર સરખા ભયંકર વિષયાના પ્રસરને જિતવા મુશ્કેલ છે. કામદેવનાં ખાણાથી રક્ષણ કરવુ અનિવાય છે. ધાર્દિક કષાયે હુંમેશાં ઉપદ્રવ કરી રહેલા છે. વિષયની વાસના જીવને છૂટવી ઘણી મુશ્કેલ છે.' આ સાંભળીને ભગવંતે શ્રેણિકને કહ્યું કે—આમ હૈાવા છતાં પણ તેમાં જે કારણ છે. તે સાંભળેા- ઈન્દ્રિયના વિષયા પાતપેાતાના વિષયમાં વૃધ્ધિ પામનાર હોવા છતાં આત્મગુણ-વિકાસ કાર્યોંમાં ચિત્તની સહાયતાવાળા તેથી રક્ષણ કરનાર થાય છે. તેજ આત્મા ચિત્તથી ઉત્પન્ન થતા વિકલ્પાના સામર્થ્યથી રહિત કરવામાં આવે તે તે પોતે જ જિતેન્દ્રિય થાય છે. આત્મા રાગવાળા થઇને જ્યારે ઇન્દ્રિચાની સાથે સંબંધ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે ઈન્દ્રિયાના વિષયાની કૃતા'તા થાય છે. વિષયા અને ઈન્દ્રિયા પરસ્પર દૂર હાવા છતાં તનુ કાર્ય કરવામાં દક્ષ એવુ રાગ-સચેગવાળુ મન તે અન્તેના સંબંધ કરાવે છે. નીરાગ ચિત્તવાળા આત્માએ માટે તે જ ઈન્દ્રિયના વિષય સંબધા બંધ માંધેલા ઝરણાનાં જળની જેમ દૃઢપણે રોકાઇ જાય છે. સામે રહેલા રૂપવાળા પદાર્થાને દેખવાના નેત્રના સામાન્ય સ્વભાવ છે. જો આત્મા તે પદાર્થોં તરફ રાગથી ખેંચાય, તે અહિતકારી સંગ પ્રાપ્ત કરનાર થાય છે. વિષામાં રાગ--વિરાગના ભેદના કારણા આત્મા પોતે જ કરનાર થાય છે, ત્યારે દુષ્ટ ઇન્દ્રિયોનું સામર્થ્ય તે વિષયમાં રાકાઈ જાય છે. એમ હાવાથી હું નરાધિપ ! આ સમગ્ર જગતમાં આત્માએ પેાતાના હિતકાર્યમાં અપ્રમત્તતા કરવી અને ખાસ કરીને સયમી આત્માએ વિશેષ અપ્રમાદ કરવા. આથી કરીને હે રાજન્ ! મુનિવર ઇન્દ્રિયવાળા હોવા છતાં પણ રાગરહિત મુનિ અપ્ર માદી સમજવા. કારણ કે, રૂપ આદિ સામે નજીકમાં હોવા છતાં પણ તેમને લગાર પણ તેમાં મૂર્છા થતી નથી. જેમકે કોઈક રાજાએ પાતાની નગરીમાં કૌમુદી-મહાત્સવ પ્રવર્તાવ્યો. દરેક દિશામાં ક્રીડા કરનાર મ`ડળીઓ ક્રીડા કરતી હતી. લાકો નૃત્યાદિક ક્રીડા કરતાં કરતાં માટે કોલાહલ કરી રહેલા હતા, આખી નગરી હપૂર્ણ આનંદ કરી રહેલી હતી. દુકાનેાની પતિએ રાત્રે પણ દીપકાની પ્રભાથી અંધકાર-રહિત થએલી હતી. તે સમયે દીવા માટે તેલ ભરવાનું પાત્ર તેલથી પૂર્ણ ભરીને રાજાએ પેાતાના સેવકને આપ્યું અને તેને કહ્યું કેકાંઠા સુધી ભરેલ આ તેલપાત્ર લઈને આ દુકાનના પ્રદેશમાં તેવી રીતે જવું અને પાછા ફરવુ કે, જેથી પ્રમાદથી એક બિન્દુ પણ ભૂમિ પર પડવુ' ન જોઇએ. તે પ્રમાણે તે પુરુષને તેમ પ્રવર્તાવ્યા. ત્યારે અને પડખે ઉઘાડી તરવારવાળા ચાર પુરુષોને પાછળ માકલ્યા અને તેમને કહ્યું કે- જો કોઈ પ્રકારે તે પુરુષના પાત્રમાંથી પ્રમાદથી એક પણ બિન્દુ ભૂમિ પર પડે તે, તરત જ ત્યાં તમારે તેનું મસ્તક કાપી નાખવું.' આ પ્રમાણે તેલપાત્ર લઈને તેના પર સ્થિર દૃષ્ટિ સ્થાપન કરીને તે અપ્રમાદપણે ચાલવા લાગ્યા. ત્યાર પછી હે શ્રેણિક રાજન ! એક તરફ નગરની સુંદરીએ વિવિધ અ ંગાનાં નૃત્ય અને અભિનય ખતાવતી હતી, બીજી માજી સુંદર મધુર લય, તાલ, સ્વર, આરાહ, અવાચુત, કાનને સુખ આપનાર ગીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy