SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત્ર સૂત્રધાર- હે આર્યો ! કુટુંબ-ભંગ સાંભળે અને તે કારણે ઉદ્વેગવાળી થઈ છે? તે ઉદ્વેગ કરવાથી સર્યું. કારણ કે સંસારની અંદર રહેલાઓ માટે આ અપૂર્વ કે દુર્લભ નથી. સાંભળ! આ જગતમાં એવો કઈ પણ પ્રાણ દેખે છે? અથવા શંકા થઈ છે અથવા સાંભળે છે કે જે અનાર્ય એવી કર્મોની ગતિથી ખંડિત થયે ન હોય કે નહિ થશે? વળી હે આયે! આ જગતમાં નિરંતર દેવ એક બીજાઓને વેગ કરાવી આપે છે, અને કુટુંબ, નેહ અને ધનનો વિયોગ પણ કરાવે છે. તેથી મનમાં તે વિષયને ખેદ ન કરે. અધમ એવા આ સંસારમાં પુત્ર, પત્ની, બંધુ, મિત્રો, ધન કે રૂપનો પ્રત્યક્ષ નાશ દેખવા છતાં તેઓનું અતુલ વિધાન અર્થાત્ સંગની ઈચ્છા રાખે છે. ખરેખર પિતાના કર્મમાં મૂખ અને પંડિત બંને સતત મુંઝાય છે. માટે હે સુંદર ભ્રમરવાળી પ્રિયા! શેકના પંથને ત્યાગ કરીને કાર્યમાં મન અર્પણ કર. (આકાશમાં) બરાબર એમ જ છે. એમાં સદેહ નથી.” (બંને સાંભળે છે) નટી– હે આર્યપુત્ર! આર્યપુત્રના વચનનું આ કેણું અનુકરણ કરે છે? સૂત્રધાર- હે આયે ! પિતાનું કાર્ય નિવેદન કરવાની અભિલાષાવાળે કંચુકી આ તરફ આવી રહેલે જણાય છે, તે આપણે જઈએ. (ચાલીને બહાર નીકળ્યા.) પ્રસ્તાવના (ત્યાર પછી ચિંતાનો દેખાવ કરતો હોય, તેમ કંચુકી પ્રવેશ કરે છે.) કંચુકી- અહો ! વૃદ્ધાવસ્થાથી જીર્ણ થયેલા દેહવાળા મને હજુ સેવાને ઉદ્યમ કરવું પડે છે, 1. પણ ધર્મમાં ઉદ્યમ થતું નથી. તેમજ જરા રૂપી ઘુણના કીડાએ ફેલી નાખેલ આ સારભૂત શરીર આજ કે આવતી કાલે પડવાની અભિલાષા કરી રહ્યું છે, પરંતુ પશુ સરખો આ વૃદ્ધ નિરાશ થઈને ધર્મ તરફ ઉદ્યમ કરતો નથી. બાલ્યકાળમાં યૌવનની આશા, યુવાન પણ અહી વૃદ્ધપણાની સ્પૃહા કરે છે. મૃત્યુના મુખમાં બેઠેલે આ વૃદ્ધ કઈ આશા રાખીને ધર્મ વગર રહેલું છે? જરા રૂપને નાશ કરે છે, તથા સ્મૃતિ અને બુદ્ધિને પણ નાશ કરે છે. જે કંઈ પહેલાં ગૌરવ હતું, તે પણ ચાલ્યું ગયું, આ કારણથી અકાલે પણ હું ઉજજવલ કેશવાળો અને ટાલવાળે થયો છું. રાજશેખર રાજાએ મને આજ્ઞા કરી કે, હે માધવ! તું જા, અને લક્ષ્મીધર કુમાર જે કોપથી અમારી પાસે આવ્યું છે, તે ઉત્તમકુળમાં જન્મેલે વિનયવાન, સર્વ કલાઓને પાર ગામી તથા મહર સુંદર અંગો વડે કામદેવ માફક લેકને પણ પરાભવ કરે છે. માટે સમાન વય, રૂપ, કુલ ગ્ય એવા તેને મારી આ બંધુમતી પુત્રી તથા અર્ધરાજ્ય આપવાની ગોઠવણ થાય તેવા પ્રયત્ન કર. વળી બંધુમતીની સખી ચંદ્રલેખાએ મને કહ્યું કે, પરસ્પર એક બીજાનાં કુલ કે નામ જાણેલાં ન હોય, તેવા કુમાર અને કન્યાનાં એક વખત દર્શન કે મીલન થાય, નો ઉત્તમ કેટીને નેહરસ ઉત્પન્ન થાય છે. વળી રાજકુળમાંથી જ્યારે હું બહાર નીકળતા હતા, ત્યારે તેવા કોઈ નિમિત્ત મળવાથી સિદ્ધાદેશ નામના નિમિત્તિયાએ કહ્યું કે, અરે માધવ! તું કાર્ય સિદ્ધિ માટે પ્રયાણ કર, ત્યાં તારા દરેક મને પૂર્ણ થશે, પણ તેને છેડે સારે નથી, વિરસ છે. “અવશ્ય બનવાવાળા ભાવી ભાવોને બ્રહ્મા પણ ઉલટાવી શકતું નથી” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy