SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ નદિષણ મુનિ અને ગણિકાપુત્રી ૪૩૧ આ પ્રમાણે ૧ મહિને, ૨ મહિના, ૩ મહિના, ૪ મહિના સુધીના તપ કરીને કઠિયારા આદિક પાસેથી તથા પ્રકારનો નિર્દોષ શુદ્ધ આહાર મેળવીને પ્રાણવૃત્તિ કરતા પિતાનો કાળ પસાર કરતા હતા. તેમના તપના પ્રભાવથી પૂર્વે ન પ્રાપ્ત થએલી એવી વનવૃક્ષોની ફળ અને પુષ્પોની સમૃદ્ધિ વૃદ્ધિ પામી. લાંબા કાળના ગાઢ બનેલા તેવા પશુઓનાં પરસ્પરના વૈર વિસરાઈ ગયાં. તેમના તપના પ્રભાવથી પ્રભાવિત થએલા વનદેવતાઓ પણ તેની સેવા કરવા લાગ્યા. હંમેશાં વનમાં વાસ કરનારા વનચરે પણ ધર્મ શ્રવણ કરવાના ઉદ્યમવાળા થયા. તે જંગલી જાનવરો પણ તેમના અતિશયના પ્રભાવથી લેકની જેમ વિશ્વાસ પામેલા હોય તેમ ત્યાં જ રાત્રિ-દિવસ પસાર કરતા હતા. તે પ્રદેશની નજીકમાં ગંગાજળના મેટા કલ્લોલથી છેવાતા કિલ્લાના પીઠવાળી, કિલ્લાના પીઠભાગની ઉપર રહેલ મનહર ઉંચી અટારીઓવાળી, અટારીઓના સમૂહના છેડાના ભાગમાં યંત્ર ગોઠવેલા છે જેમાં, તેના ઉપર બાંધેલી અને ઊંચે ઊડતી દવાઓની શ્રેણીવાળી વપ્રા નામની નગરી હતી. તે નગરીમાં અત્યંત પ્રશંસા કરવા પાત્ર નવયૌવન પામેલી, પોતાના સુંદર રૂપથી દેવાંગનાના રૂપને લજાવનાર, પિતાના સૌભાગ્યાતિશયથી રતિના વિલાસને ન્યૂન કરનાર, પિતાના ધંધામાં જેણે અખૂટ વૈભવ ઉપાર્જન કર્યો હતે એવી “ત્રિલેકસુંદરી’ નામની એક શ્રેષ્ઠ ગણિકા હતી. તે પિતાની પુત્રીના વિવાહ-સમયે દાન લેનાર અથવર્ગને મહાદાન આપવા તૈયાર થઈ હતી. કેઈ કે તેને કહ્યું કે, “અહીં આગળ એક મહાતપસ્વી મુનિવર પિતાના તપ-તેજથી જાણે મૂર્તિમાન સૂર્ય હોય, તેવા દીપી રહેલા છે, જે કઈ પણ બાનાથી તેમને દાન આપવામાં આવે, તે મહાફળ થાય. કેવી રીતે ? તે મુનિને એક માત્ર વંદન કરવાથી અતિશય પુણ્યની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, તે પછી તેમને પિતાને પરિગ્રહ ગ્રહણ કરાવે, તેના પ્રશ્યની તે ગણતરી જ કયાં થઈ શકે ? સમુદ્રમાંથી જેમ યાનપાત્ર, તેમ ભવસમુદ્રમાંથી શુદ્ધ ઉત્તમટીનું મુનિનું પાત્ર તારનાર થાય છે, નહિં કે ઘણું પાષાણે, કારણ કે તેઓ તે પોતે જ ડૂબનારા છે. પારાપણાને દેખાવ કરનાર ઘણા પાખંડીઓ એકઠા થાય. તે પણ તેમનાથી કાર્ય સિદ્ધિ કે ઈચ્છિત લાભ મેળવી શકાતું નથી. ઘણું કાચની વચ્ચે રહેલે મણિ ઉદ્યત કરનાર થાય છે, તેવા ભારી આત્માઓ પોતાના આત્માને તારી શકતા નથી, પછી બીજાને તારવાની વાત જ કયાં રહી ? લેહના પિંડને થડે પણ વળગે, તે નક્કી ડૂબી જાય છે. આ પ્રમાણે શ્રવણ-પરંપરાથી ઘણું લેકેનું વચન સાંભળીને આ કાર્ય પાર પાડવા માટે જંગલમાં ફરનાર એવા ભીલને બેલાવવાની ગોઠવણ કરી. આ પ્રમાણે સવદર પૂર્વક તે જંગલમાં રહેનારને હકીક્ત સમજાવી અને ત્યાં મોકલ્યા કે, જ્યાં તે મહામુનિ હતા. તે ગણિકા પણ પિતાની પુત્રી તથા સમગ્ર સામગ્રી સાથે લઈને તે વનચર લોકેના ઝુંપડામાં રહેવા લાગી. તે વનમાં રહેનાર વનવાસીઓએ લાગ જોઈને તેવા પ્રકારની વાતચીત કરીને મુનિને કહ્યું કે હે ભગવંત! અહીં નજીકમાં અમારાં રહેવા માટેનાં ઝુંપડાં છે, તેમાં આપ પધારવાની કૃપા કરે, તે અમારા ઉપર ઉપકાર થશે. આગળ કઈ વખત પણ દર્શન નહીં કરેલાં હોય, તેવા લોકોને દર્શન આપીને આપ ઉપકાર કરનારા છે, તે પછી તમારા પુરા-ભાંડરડા સરખા અમારા ઉપર ઉપકાર કરનાર કેમ ન થાય ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy