SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘકુમારે હાથીને ભવમાં કરેલી જીવદયા ४२७ જાણે કે, કોપાયમાન થએલા યમરાજાનું અટ્ટહાસ્ય કેમ ન હોય ! તેવા દુસહ શબ્દો ઉછળ્યા. દગ્ધ થઈને પડતા અને ટૂકડા થતા વનવૃક્ષોની ફેલાતી ભીષણ ચીનગારીવાળે, ક્રોધના કારણે ભયંકર કરેલી ભ્રકુટી સરખી ભીષણ કાંતિના સમૂહવાળે, ઉપર બાંધેલી ઊડતી ધ્વજા સરખા ધૂમમંડલથી આકાશને વિસ્તાર જેણે પૂરી દીધું છે. પિશાચ સરખી કાળી કાંતિથી દિશાના અંતરાલ જેણે આચ્છાદિત કર્યા છે. આ પ્રમાણે ચારે કેર સમગ્ર જંતુસમૂહથી વ્યાપેલા અરણ્યમાં વિજળીના ઢગલા સરખે દાવાનલ વિસ્તાર પામવા લાગ્યા. વળી પ્રજ્વલિત થએલ અગ્નિજવાલાના સમૂહવાળા, સન સમૂહ જેમાં સારી રીતે પ્રકાશ પામી રહેલા છે, પ્રચુર સંખ્યામાં પડતા વૃક્ષેથી ઉત્પન્ન થએલા શબ્દો વડે ત્રાસ ઉત્પન્ન કરનાર, જંગલી જનાવરોએ મુખથી પાડેલ વિવિધ ચીસોથી ક્ષેભ પમાડનાર, મજબૂત મનવાળા માનવીને પણ મુંઝવનાર વન-દાવાનલ વિચરવા લાગ્યો. તે સમયે વન કેવું બની ગયું ?–દાવાનલને તાપ વધવાથી વૃક્ષો પડવા લાગ્યાં, બિચારા મૂઢ પ્રાણીઓ ભયથી ચીસ પાડવા લાગ્યા, રજસમૂહથી વન ધૂસરવણુંવાળું થયું. વૃદ્ધિ પામતા ભયંકર પડઘાના શબ્દવાળું, સળગતી જવાલાઓથી ભયંકર જેમાંથી ચિત્તાઓ નાસી રહેલા હતા, મૃગેન્દ્રના શબ્દથી કરુણતાવાળું, તણખાઓના સમૂહથી અરુણુવર્ણવાળું, ઘુરકાર કરી રહેલા ભંડોવાળું, વાઘના ટેળાંઓ જેમાંથી પલાયન થઈ રહેલાં હતાં, દુષ્ટ ચિત્તાઓ જ્યાંથી નાસી જતા હતા, ભયથી આક્રાન્ત થએલા ચિત્તવાળા સર્વે જંતુઓ નાસભાગ કરતા હતા, તેમ જ વિષાદ પામેલા ઘવાએલ રેઝવાળું વન દાવાનળથી ઘેરાઈ ગયું. આ પ્રમાણે સમગ્ર દિશાઓમાં દાવાનળ સળગતે સળગતે તે પ્રદેશમાં આવ્યું કે, જ્યાં હાથીઓને યુથાધિપતિ હતા. તે હાથી પણ વન-દાવાનલ દેખીને પિતાના સમગ્ર પરિવાર સાથે ત્યાં રહ્યો છે, જેણે પહેલાં ઝાડ-ઝાંખરા-વેલડી વગેરે ઉખેડીને સપાટ મેદાનનું માંડલું કર્યું હતું. યુથાધિપતિ હાથી ઉભા રહેલા પ્રદેશમાં જેમ જેમ દાવાનલ નજીક આવતા જાય છે, તેમ તેમ લાંબા કાળના દજાતિ વેરવાળે સમગ્ર શ્વાદિગણ પિતાનાં વેર ભૂલીને હાથીઓનાં ટેળાં વચ્ચે આવીને ઉભો રહ્યો. દાવાગ્નિના ભયથી ત્રાસ પામીને હાથીના ટોળાની વચ્ચે પ્રવેશ કરીને તે તે પશુઓએ હવે નવું આવનાર પ્રાણી સ્થાન ન મેળવી શકે, તે સાંકડો કરી નાખે. ત્યાં એક સસલે કેઈ સ્થાન ન મળવાથી આ મેટા હાથી પાસે આવીને ભરાઈ ગયા. આ સમયે તે મોટા હાથીએ શરીરની ખણ દૂર કરવા માટે એક પગ ઉપાડે. પગની જગ્યા ખાલી દેખીને પેલે સસલો ત્યાં ઉભો રહ્યો. આ હાથીએ પગ મૂકવાના સ્થાને સસલાને ઉભેલો દેખીને અનુકંપાવાળા માનસવાળે તે જ પ્રમાણે ત્રણ પગ પર ઉભે રહ્યો અને એક પગ અદ્ધર રાખે. કેવી રીતે ? શરીર ખણવા માટે ઉપાડેલ એક પગ આકાશમાં રાખીને રહેલે, સસલાને જોઈને વૃદ્ધિ પામતા હૃદયાનંદથી પરિપૂર્ણ અત્યંત દયાના પરિણામથી ઉલ્લાસ પામતી શુભલેશ્યાવાળે, કુંડલી કરેલ સૂંઢના અગ્રભાગને ડેલાવતે, પોતાને એક પગ ઊંચે કરેલું હોવા છતાં નિપ્રકંપ મનવાળા ત્રણ પગના આધારે તે મહાહાથી ઉભું રહ્યું. કસોટીના કાળે સત્વ અને અસ્થિરચિત્ત પણ સ્થિર થઈ જાય છે. તે હાથીને એક પગ સંકેચાઈને ઝલાઈ ગયે. દાવાનળ સળગ્યાને સાત રાત્રિ-દિવસ પસાર થયા. ત્યારપછી ચારે બાજુ પ્રચંડ સળગેલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy