SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ દેશના, ગણરપદ-સ્થાપના ૪૧૫ ભાવના સહિત, દશલક્ષણયુક્ત, ત્રણગુપ્તિથી ગુપ્ત દુસહુ પરિષહે, ઉગ્ર વિધાન સહિત કહેલ યતિજનના આચારરૂપ ધમ, તેમજ આચાર્ય, ગ્લાનાદિકના વેયાવચ્ચમાં પ્રવતા વુ', આત –રૌદ્રધ્યાનના ત્યાગ અને ધર્મ-શુકલધ્યાન પૂર્ણ, મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યરથ્ય ભાવના રૂપ ધર્મ, તેમજ જેવી રીતે આ જગતમાં નારકી, તિય ચ, મનુષ્ય અને દેવગતિની સ્થિતિ છે. જેવી રીતે સુખો દુઃખો થાય છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્ય કર્મની સ્થિતિ થાય છે. આ સર્વની પ્રરૂપણા ભગવંતે કરી. તે સમયે ધકથા શ્રવણુ કરવામાં એકાગ્ર માનસવાળી અને નિશ્ચલ-નિષ્કપ અવયવવાળી પદા એવી શૈાભતી હતી કે જાણે લેપ્ટેમય અથવા તેા ટાકણાંથી કંડારેલી મૂતિઓ ન હેાય ? આ પ્રમાણે દેવ, નરા અને તિય``ચસમુદાયને પાતપેાતાના ક્ષયાપશમના અનુસારે શ્રવસુખ ઉત્પન્ન કરનાર, સ્વર્ગ અને મેાક્ષરૂપ મહાસુખ ફુલને આપનાર યથાર્થ ધર્મ સરંભળાવ્યે. આ સમયે ઘણા પ્રકારના ધર્મને કહેનાર ભગવંતના દેવ અને અસુરો વડે કરાતા પૂજાતિશય લાકોથી સાંભળીને ગૌતમ ગોત્રમાં થએલા, અનેક બ્રાહ્મણાને ભણાવનાર પાંચસે શિષ્યાના પરિવારવાળા ઇન્દ્રભૂતિ નામના અધ્યાપક, ઈન્દ્રાદિક વાળી પદાના મધ્યભાગમાં બિરાજમાન ભગવતને ધર્મોપદેશ આપતા દેખીને આ કાઈ ઈન્દ્રજાળીયા છે.' એમ જાણીને જેને અતિશય અભિમાન ઉત્પન્ન થએલ છે, એવા તેનું જ્ઞાનીપણાનું અભિમાન હમણાં દૂર કરુ’ એમ ખેલતા તે સમવસરણભૂમિમાં આવ્યા. દૂરથી આવતા તેને દેખીને અને તેના મનને અભિપ્રાય જાણીને ભગવાને તેને ગેાત્રસહિત પેાતાના નામથી ખેલાવ્યા કે—‹ હૈ ગૌતમ ઇન્દ્રભૂતિ ! સાંભળેા. ઈન્દ્રજાળીયાથી ઓળખાતા હુ કોઈ છું -એમ રખે તમે માનતા, અથવા ઇન્દ્રે આ સમવસરણ આદિ વૈભવની રચના કરી છે, તેને તમે કેમ જાણી શકતા નથી ? ત્યારે લેાકેાની સમક્ષ પેાતાના ગેાત્રથી ખેલાવવાનું સાંભળીને ઈન્દ્રભૂતિ મનમાં વિચાર કરે છે, મે ચિંતવેલ પદાર્થ કેવી રીતે જાણી ગયા ?’–એમ અત્યંત વિસ્મય પામ્યા. પ્રભુ ફરી પણ કહેવા લાગ્યા કે—તમારા હૃદયમાં એક સંશય ઉત્પન્ન થયા છે કે, ‘જીવ છે કે નહિ ?' આ વિષયમાં સાચી હકીકત શું છે ? તે સાંભળેા. વ્યુત્પત્તિ અર્થવાળા આ જીવ છે, તે આ લક્ષણેાથી જાણવા. ચિત્, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, જ્ઞાન આદિ ચિહ્નોથી તે જાણી શકાય છે.' પ્રભુનું આ વચન સાંભળીને તેમજ મતિપૂર્વક તેના ઊંડા વિચાર કર્યાં એટલે લાંખા કાળના મનના સ ંદેહ દૂર થયા, તેમજ હૃદયમાં પૂર્ણ હ પ્રગટ થયા. પેાતાની જાતિના થએલા મહાન અભિ માનના ત્યાગ કરીને પ્રભુના ચરણ-કમળથી અલ'કૃત પ્રદેશમાં નજીક જઇને ભૂમિતલની સાથે ભાલે તલ મેળવતા ઇન્દ્રભૂતિ પ્રણામ કરીને વિનય પૂર્ણાંક કહેવા લાગ્યા કેડે ભગવંત ! ખાટા જાતિપણાના અભિમાન અને ગર્વથી દૂષિત થએલે, સંસારકૂપમાં પડવાના ભયથી વ્યાકુલ અનેલે હું આપની કૃપાનું પાત્ર બનવાની અભિલાષા કરું છું. તે આપ આપના શિષ્યપણે સ્વીકારવાની મારા ઉપર કૃપા કરો.”–એમ કહીને ફરી પણ ભગવંતના ચરણમાં પડયા. ભગતે પણ જ્ઞાનાતિશયથી વિચાર્યું કે, આ પ્રથમ ગણધર થશે’ તેથી યથાવિધિ દીક્ષા આપીને પ્રથમ શિષ્ય કર્યાં. એટલે પ્રત્રજ્યાનું વિધાન થયા પછી તરત જ વૈશ્રમણ નામના સુરવરે પ્રત્રજ્યા-પાલન ચાગ્ય મેપકરણ આપ્યું. સમગ્ર સંગના ત્યાગ કરવા છતાં પણ પૂર્વાપર અવિરાધ કારણરૂપ તે ગ્રહણ કર્યું અને વિચાર્યું. કે-“ધર્મીમાં ઉદ્યમ કરનાર યતિએ નિરવદ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy