SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત ખીલા કાઢતી વખતે થઈ. શલ્યની વેદના વૃદ્ધિ પામી રહી હતી, તેની લાંબા કાળની સ્થિતિની ભગવંતે ગણના જ ન કરી. કારણ કે, “કસોટીના કાળમાં દુર્જન મનુષ્ય પણ પિતાના અંતઃકરણને કઠણ કરે છે. આ પ્રમાણે કાનમાંથી શલ્ય નીકળી ગયા પછી વણિક અને વૈધે અભંગન કરવા પૂર્વક બીજા ઔષધ લગાડીને ભગવંતના કાનના ઘાની રૂઝ લાવવાની સારવાર કરી. હવે ભગવંતનું કર્ણયુગલ વેદના વગરનું અને અક્ષત બની ગયું. ત્યાર પછી વણિક અને વૈદ્ય બંને પ્રભુને વંદન કરીને પોતપોતાના સ્થાનકે ગયા. પેલા શેવાળે પણ ભગવંતને... ..............તીવ્ર વેદના ઉત્પન્ન કરવા રૂપ મહા ઉપસર્ગ પમાડીને “મહાતમા નામની નરક પૃથ્વીનું આયુષ્ય બાંધ્યું. આ પ્રમાણે અંગીકાર કરેલાં મહાવ્રતો અને જિનકલ્પનું સેવન કરીને જેણે અપવર્ગ– મોક્ષમાર્ગ ઉત્પન્ન કર્યો છે. મનુષ્ય, તિર્યો અને દેવતાઈ ઉપસર્ગોને સમભાવે સહન કરતા, મહાઅભિગ્રહને અખંડિત પૂર્ણ કરતા એવા મહાપ્રભાવશાળી દહાત્મા પૃથ્વીપીઠમાં વિચારવા લાગ્યા. પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું આ પ્રમાણે સમભાવથી મહાપરિષહ-ઉપસર્ગો સહન કરીને, જેમણે કમલેપ ખંખેરીને દૂર કરેલ છે, જેમણે સુવર્ણ ઢગલાની જેમ પોતાની પ્રજાના ફેલાવાથી દિશામંડળ પ્રકાશિત કરેલા છે, એવા ભગવંત કેઈક સમયે “પંભિકા' નામના ગામ પાસે આવી પહોંચ્યા. ત્યાં, અતિગીચ ઝાડીવાળા પ્રદેશમાં નવા ફૂટેલા કુંપળવાળા વૃક્ષ હતા, કુંપળ હાલવાથી ઉલ્લસિત થએલા પુષ્પસમૂહવાળ, પુષ્પસમૂહમાંથી ઉછળતી સુગધી આ મેદવાળે, આમદથી ઉન્મત્ત બનેલા અને એકઠા થએલા ભ્રમરો જેમાં ગુંજારવ કરતા હતા, એ બારીક રેતીથી પથરાએલે નદીને કિનારે હતું. ત્યાં દઢ વિશાળ સ્થિર સ્થૂલ મૂળીયાં અને ઊંચી ડાળીઓવાળા, ડાળીઓમાં ચારે બાજુ ફૂટેલા કુંપળપત્રોની અંદર ઉગેલા પુષ-પરાગના સમૂહવાળા, પુષ્પસમૂહના વિસ્તાર પામેલા અરુણ સરસ મકરંદવાળા, મકરંદના સમૂહથી ભીંજાએલ અને રંગાએલ પૃથ્વીમંડળવાળા મહાશાલવૃક્ષની નીચે તલભાગમાં ભગવંત પ્રતિમા ધારણ કરીને કાઉસ્સગ-ધ્યાને ઉભા રહ્યા હતા. તે સમયે શું થયું ?- રોકી દીધેલા સમગ્ર ઇન્દ્રિયાર્થોના પ્રસારવાળા, નિષ્કપ, દુર્જય મહામહનીયાદિ કર્મોના સમૂહને ભેદવા સમર્થ, હૃદયમાં ઉલાસ પામતા મહાશુક્લધ્યાનના પ્રસારવાળા, અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત કરેલા છદ્મસ્થ-વીતરાગપણવાળા, જેમણે ઘનઘાતી કર્મોના વિનાશથી આત્માની સ્વભાવદશા સંપાદિત કરી. કલેકના પદાર્થોને પ્રકાશિત કરવા માટે દીપક સમાન, સંસારનો ઉચ્છેદ કરનાર અનુપમ પ્રભાવવાળા એવા પ્રભુને ત્રણે લોકના સકલ ભાવ, અનુભાવ અને સદુભાવ પ્રકાશિત કરનાર એવું કેવલજ્ઞાન પ્રગટ થયું. આ પ્રમાણે દુષ્કર અતિમહાન તપવિધાન કરનાર જગદગુરુને મહાગુણથી પૂજિત એવા પ્રકારનું અનુપમ ફળરૂપ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આ અવસરે ઇન્દ્રમહારાજા ચલાયમાન થએલા આસન-પ્રયોગથી “ પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયું ”—એમ જાણને, પિતાના સિંહાસનને ત્યાગ કરીને, સાત ડગલાં જિનેશ્વર સન્મુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy