SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ www w wwwwwwww www ભયંકર ઉપસર્ગ ભગવંત! આપ જયવંતા વર્તે. નિર્મલ ઉત્તમ જાતિના સુવર્ણ સરખા સમુજવલ અને ઉલ્લસિત થએલ શરીરની પ્રભાવાળા, અનુપમ ગુણે પ્રગટ થવાથી વૃદ્ધિ પામેલા અતિશના સમૂહવાળા હે પ્રભુ! આપ જય પામો. આપના ચરણના પ્રભાવથી ત્યાગ કરેલા પાપવાળા મને એકલાને જ નહિં, પરંતુ આપે તે ત્રણે ભુવનના જેને ભવના ભયથી નિસ્તાર કર્યો છે. આ પ્રમાણે જગન્નાથને વિધિથી ત્રણ પ્રદક્ષિણ આપી પ્રણામ કરીને ચલાયમાન કુંડલના ઉદ્યોતવાળો તે ચમરાસુર પિતાના ભવનસ્થાન તરફ ચાલ્યા. પિતાના પ્રભાવથી વૃદ્ધિ પામેલ ગતિવિશેષવાળે તે ચમરાસુર પિતાના ભવનાલયે પહોંચ્યો. ત્રણે ભુવનના સ્વામીના ઉત્તમ ચરણ-કમળમાં ભમરાની જેમ સેવા કરીને જગદ્ગુરુના ચરણના પ્રભાવથી રક્ષણ પામેલ તે કારણે તુષ્ટ થએલ ચમરાસુર ઈન્દ્ર પિતાના પાતાલ ભવનમાં પહોંચે. [૧૩] ગાવાલથી શરુ થએલ અને ગોવાલથી પૂર્ણ થએલ ઉપસર્ગ પછી જેમણે અનેક તપવિશેષ કરીને કર્મસમૂહ શેષાવી નાખે છે એવા વર્ધમાન ભગવંત દે, મનુષ્ય અને તિયાએ કરેલા વિવિધ ઉપસર્ગોને સહન કરતા અનુક્રમે ગંગાનદીના રેતાળ કિનારે પહોંચ્યા. તે કિનારે કે હતું ? “મંદ પવનથી ઉછળતા કલેલેની માળામાં એકઠા થતા ચપલ તરંગોના સમૂહમાંથી ઉછળતા મત્સ્યપૂછના આઘાતથી ભેદાએલા છીપના સંપુટવાળા, છીપના સંપુટમાંથી બહાર નીકળતા મેતીની ઉજજવલ પ્રભાના પરિક્ષેપથી જેમાં વિવિધ જળચરે દેખાય છે, પરસ્પર એક બીજા જળચરો અથડાવાના કારણે ઉત્પન્ન થએલ ઘણું ફીણ-સમૂહથી ઉજ્જવલ થએલ ગંગાનદીના કિનારે પહોંચ્યા. સમગ્ર જંતુસમૂહના ઉપદ્રવથી રહિત એવા તે સ્થાનમાં એક સ્થળની બાજુએ ભગવંત કાઉસગ્ન-પ્રતિમામાં ઉભા રહ્યા. આ અવસરે હૃદયમાં અત્યંત વિષાદ વ્યાપેલે હાવાથી શ્યામ બનેલા વદનમંડલવાળો, અતિશય પ્રચંડ ભૂકુટીની રચના કરવાથી ભયંકર ભાલતલવાળે, મજબૂત લાંબા સ્થિર સ્કૂલ કાછમય દંડવડે કરીને પ્રચંડ બનાવેલ ભુજાદંડવાળ, રઘવાએલે આમ તેમ નજર કરતે હોવાથી વિસ્તાર પામેલા દષ્ટિભવાળે, વાએલ ગેમંડળવાળે તરુણ ગવાળ તે જ પ્રદેશમાં આવી પહોંચે. તે કે હો? – અતિકઠિન હાથની બાંધેલી નિષ્ફર મુષ્ટિમાં ધારણ કરેલા દંડવાળે, સ્થિર સ્કૂલ અને પ્રગટ દેખાતા ક્રમસર ઘટતા ભુજયુગલવાળ, અતિ ઉદ્ભટપણે મસ્તકમાં બાંધેલા જટાજુટ કેશ અને તેથી જેણે ભયંકર આડંબર કર્યો છે, કઠેર સ્પર્શવાળ, ચીરા પડેલા વિશાળ લાંબા પદયુગલવાળ, જેનાં અતિચિબુક અને ઉંચી નાસિકાનાં ઊંડાં છિદ્રો દેખાઈ રહેલાં છે, જાડા ઓઝપટની અંદર દેખાતા લાંબા દંતાગ્ર-ભાગવાળ, કરેલા પ્રચંડરૂપવાળા, વદનથી જ પ્રકાશિત કરેલ પ્રચંડતાવાળો યમરાજ સરખે ગેપદારક ત્યાં આવી ચડ્યો. આવીને તે હેવા લાગ્યું કે................ આવા રૂપવાળા કેઈ બળદોને તમે અહીં પહેલાં જોયા હતા? વારંવાર પૂછવા છતાં પણ ભગવંતે જ્યારે કંઈ પણ પ્રત્યુત્તર ન આયે, ત્યારે રેષવશ ફડફડાટ થતા હઠવાળે તે ગપયુવાન પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy