SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ચોપન્ન મહાપુરુષનાં ચરિત તેને જોઈ અને ગ્રહણ કરી પિતાના પરિવાર સાથે આગળના માર્ગે જવા લાગે. અર્ધમાગે ગયા, ત્યારે અધિક શેકના કારણે ધારિણે મૃત્યુ પામી. વસુમતી બાલિકાને કૌશાંબીમાં લાવી ધનશ્રેષ્ઠીના હાથમાં વેચી. તે શેઠે પણ આ મારી પુત્રી છે. એમ કહીને “મૂલા નામની પિતાની ભયને અર્પણ કરી. એ પ્રમાણે કેટલાક દિવસે પસાર થયા. જેમ જેમ દિવસે પસાર થતા ગયા, તેમ તેમ વસુમતીને યૌવનારંભ થયે, તેને લાવણ્યપ્રકર્ષ ખીલી નીકળે, ચંદન સરખી શીતળ, શિશિરઋતુના ચંદ્ર સરખા સ્વભાવવાળી હેવાથી “ચંદના” એવું તેનું નામ પાડ્યું. કેઈક સમયે ગ્રીષ્મના તાપથી તપેલા ગાત્રવાળો તે ધનશ્રેષ્ઠી પિતાના ઘરે આવ્યો. આવતાં ઘરની અંદર પિતાની પત્નીને ન દેખી એટલે ચંદનાને કહ્યું, અરે પુત્રી ! મારા પગને ધઈ નાખ.” તેણે પણ વિનયપૂર્વક આસન આપીને પગ દેવાનું શરુ કર્યું. તે સમયે નિસહ કુમારભાવના કારણે અવયની ચંચળતાથી કેશકલાપ ઢીલ થઈને નીચે પડવા લાગ્યો. થોડા નીચે પડે એટલે ધનશ્રેણીએ તેને હાથથી ધારી રાખે. આ સમયે ગૃહની અંદર બેઠેલી મૂલાએ હાથથી પકડી રાખેલ કેશપાશ છે. તે દેખીને સ્ત્રીસ્વભાવના કારણે ઈષ્યસ્વભાવની સુલભતાથી, ચિત્તના અશુદ્ધ સ્વભાવથી વસુમતીના રૂપ-લાવણ્યનું અધિકપણું હેવાથી મૂલા શેઠાણીના હૃદયના પરિણામ ચલાયમાન થયા અને વિચારવા લાગી. શું વિચારવા લાગી, તે કહે છે-ઈર્ષાના કારણે પ્રસાર પામતા દુસહ ક્રોધથી ચાલ્યા ગએલા વિવેકવાળી સ્ત્રીસ્વભાવના કારણે સુલભ વિવિધ સંકલ્પવાળી મૂલા “આ આની પુત્રી છે. આ પણ તેના પિતા છે.” -એમ સ્વીકારેલું તે, એ વાત ભૂલીને તેઓને ભાવી સમાગમ વિચારતી હતી. ખરેખર આ જગતમાં સાધુપુરુષે શુદ્ધ સ્વભાવથી જુદો જ વ્યવહાર કરનારા હોય છે, જ્યારે દુષ્ટસ્વભાવવાળા ખલજને તે વાતને જુદી જ માનનારા હોય છે. આ પ્રમાણે પોતાની દુષ્ટતાથી સરળ મનુષ્ય સંબંધમાં પણ ઉલટી કલ્પના કરીને દુર્જન તરીકે માનનારી મૂલા ચંદના ઉપર અનર્થ કરનારી નીવડી. ત્યાર પછી કોઈક સમયે શેઠ બહાર ગયા, ત્યારે ઈષધીન થવાથી ઉત્પન્ન થએલ કધવાળી શેઠભાર્યાએ નાપિતને બેલાવીને ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું, બેડી જકડીને ભેંયરામાં પૂરી. નોકર–પરિવારને કહ્યું કે, “જે કેઈશેઠને આ વાત કહેશે, તેને પણ આવાજ પ્રકારની શિક્ષા થશે.” તેના ભયથી શેઠે પૂછવા છતાં કઈ કહેતા નથી બીજા દિવસે દબાણથી શેઠે પૂછયું. એટલે એક વૃદ્ધદાસીએ વિચાર્યું કે, મૂલા “મને શું કરશે?” એમ વિચારીને શેઠને સાચી હકીક્ત જણાવી. એટલે આકુલ ચિત્તવાળા શેઠે દ્વાર ઉઘાડીને અંદરથી બહાર કાઢી. મસ્તક પરથી કેશસમૂહ દૂર કરાએલ જોવામાં આવ્યું. સુધાથી દુર્બળ પડેલી તેને દેખીને અપૂર્ણ નેત્રવાળા શ્રેષ્ઠી આમ-તેમ વિશિષ્ટ પ્રકારનું ભોજન બળવા છતાં દ્વાર બંધ હોવાથી મેળવી ન શક્યા. પરંતુ નોકરના–ભેજનમાંથી બાકી રહેલ અડદના બાકુલાની થાળી જોઈ થાળીમાંથી સૂપડામાં ગ્રહણ કરીને અડદ-બાકળા ચંદનાને આપ્યા. તેમજ કહ્યું, “હે પુત્રી ! જેટલામાં તારી બેડી તેડનાર લુહારને લઈને પાછો આવું, ત્યાં સુધી ભેજન કર-એમ કહીને શેઠ ગયા. ત્યાર પછી સૂપડામાં નાખેલા અડદને જઈને વસુમતી પિતાની આવી અવસ્થાની વિચારણા કરવા લાગી. કેવી રીતે? હે દેવ જે સમગ્ર જીવલેકમાં તિલકભૂત એવા કુળમાં જન્મ આપ્યો, તે પછી શા કારણે અણધાર્યું પ્રચંડ દુસહ દારિદ્દ ઉત્પન્ન થયું ? જે હું માતા-પિતાને પિતાના દેહથી પણ અધિક વલ્લભ પુત્રી હતી, તે મને તેઓના મરણના દુઃખનું પાત્ર કેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy