SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ચોપન્ન મહાપુરુષોનાં ચરિત - દેવાંગનાઓ વડે સ્વાન કરમાયેલ-નિસ્તેજ વિવિધ મણિપુષ્પ-વડે કરાએલ ઉપચારની શોભાવાળા, ધૂમશિખાથી મલિન મતીઓના ઝુમખા ટાંગેલા વસ્ત્રવાળા, વાવડીઓના જળકમળની કળીસરખા ભ્રમરકુળના ટોળાથી મનહર હોય તેવા, નિરંતર નીકળતા ધૂમસમૂહથી મલિન મેઘસમૂહ સરખી કાંતિવાળા મણિમય મંગલ-પ્રદીપથી યુક્ત, ઘરવાવડીને બીડાઈ ગએલા સુવર્ણકમળવાળા, શુષ્ક-નિતેજ ચિત્રામણવાળા ભિત્તિસ્થળમાંથી ઉછળતી અરુણ છાયાવાળા વિમાનને જોયું. આવી રીતે ઓસરી ગયેલી દિવ્ય પ્રભાવની શોભારહિત વિમાનને દેખીને તે દેવ જાણે પ્રત્યક્ષ ઉછળતો પાપને પુંજ હોય તેમ ઊંચે આકાશમાં ઊડ્યો. વેગના કારણે નક્ષત્રમંડળને ઓળંગીને આગળના આકાશમાં જવા માટે પ્રવ, ભગ્ન પ્રતિજ્ઞાવાળે પશ્ચાત્તાપથી પડી ગયેલ મુખકાંતિવાળે નિસ્તેજ મુખમંડળવાળો તે દેવ પિતાના સ્થાને પહોંચ્યો અને ઈન્દ્રના સભાસ્થાન તરફ જવા લાગ્યો. સામે આવતા તેને ઈન્દ્ર મહારાજાએ જે. કેવી રીતે?રોષ થએલે હોવાથી લાલ નેત્રથી પ્રગટ થતા અરુણ વર્ણ વડે રંગાઈ ગએલા સભામંડપમાં દેવતાઓની વચ્ચે બેઠેલા ઈન્દ્ર મહારાજાએ સન્મુખ આવતા તે દેવને જે. કેવી રીતે આવતે જે બહુ પાપના નિવાસસ્થાનરૂપ તે દેવને દેખવા માટે જ્યારે ઈન્દ્ર અસમર્થ થયા, ત્યારે ખેદ પામેલા અને ન બીડાવાના સ્વભાવવાળા પિતાનાં નેત્રોને બંધ કરી દીધાં. વળી તરત જ ભયંકર વૃદ્ધિ પામતા રોષવાળી મુખમુદ્રા રચીને ભવાં ચડાવેલ ભૃકુટીની રચનાવાલા ભાલતલવાળા ઇન્દ્ર પ્રલયકાળના સળગતા અગ્નિની જેમ ભયંકર દેખાવવાળા બન્યા; ત્યારે તે જ ક્ષણમાં ઉઠતી અગ્નિજવાલાએથી પ્રકાશમાન અને ક્રોધથી થતા નિઃશ્વાસોથી તૂટી જતા કડાવાળ હસ્તમાં વજી આવીને સ્થિત થયું. ભારી તિરસ્કાર કરવાના કારણે ભાવાળા રત્નજડિત સિંહાસનથી ચલાયમાન થએલા, ઉભા થવાની ઈચ્છાવાળા ઈન્દ્રના પ્રચંડ પાદપ્રહારથી મણિપાદપીઠનો સૂર કરતા ઈન્દ્ર મહારાજા પિતાના ચિત્તથી હજુ તેનું એક સાગરોપમનું આયુષ્ય બાકી છે એમ જાણીને ખિન્ન થએલા વાદેવ તે દેવને હણવાના પરિણામથી પાછા હટી ગયા. વળી અતિરેષાયમાન થએલા દેવપતિએ પોતાના ડાબા ચરણના પ્રહારથી સંગમદેવના વિમા નને તેવી રીતે તાડન કર્યું કે, જેથી વિમાન પડવાથી ત્રાસ પામેલ દેવાંગનાઓ મણિમય સ્તંભ સાથે આલિંગન કરવા લાગી. શાશ્વત સ્થિર વિમાન હોવા છતાં તૂટી ગએલ નિર્મલ મણિજડિત વેદિકાના કંપથી વ્યાકુળ થએલું નીચે પડ્યું. ત્યાર પછી તે વિમાનની સ્થિતિ કેવી થઈ? તે વિમાનની મજબૂત પીઠના સંસ્થાનના સાંધાઓ ઢીલા પડીને વિચલિત થયા. તે કારણે તેના વિશાળ સ્તંભે ભાંગી ગયા. સ્તંભ સાથે લાગેલા દેવદુષ્યના વિસ્તારવાળા ચંદ્રઆના લટતાં મોતીઓના ઝૂમખાના પ્રાન્ત ભાગમાં રહેલા માણિક્યના ગુચ્છાઓની પંક્તિમાળા ઉછળતી હતી. ભાંગી ગએલા રત્નના અર્ગલાદંડના પ્રચંડ શબ્દના આઘાતથી ભાંગી ગયેલ ઈન્દ્રનીલરત્નજડિત ભૂમિમાં સંબંધવાળા દ્વારના લાકડાની ઉપરની શાખાથી છૂટી પડીને શધ્યાએ વિખરાઈને ફેંકાઈ ગઈ. જેના ગવાક્ષે ભાંગીને સર્વથા નિરુપયોગી–વ્યર્થ બની ગયા. અત્યંત કિંમતી મહામણિવાળા ભિત્તિ-સમૂહના વિદારણથી છૂટી પડેલી સોપાન–શ્રેણિઓ દૂર ફેંકાઈ ગઈ. આંગણુમાં બાંધેલા ઘંટને રણકાર ઉછાળવા લાગે. નાની નાની ઘંટડીઓના રણકાર સંભળાવા લાગ્યા. દેવાંગનાઓની મણિમેખલા છૂટી જવાના કારણે તેનાથી બદ્ધ થએલાં વસ્ત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy