SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ^^ ^^^^^ws ચિપન્ન મહાપુરુષોનાં ચરિત તેમાં શમ ઈન્દ્રિયે અને મનને, ઇન્દ્રિય ઉપશમ એટલે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ અનુકૂલ કે પ્રતિકૂળ પ્રાપ્ત થાય, તેમાં રાગ-દ્વેષ ન કરવા. ઇન્દ્રિય એટલે મનને ઉપશમ તે ક્રોધ, માન, માયા અને તેમને ત્યાગ કરે. મોહને પરાભવ અને સર્વત્ર કુતૂહલ વગરના થવું. સંવેગ વળી એને કહેવાય કે જિન–પ્રણીત પદાર્થોનું શ્રવણ કરતાં, સંસારની અસારતા ભાવતાં, કર્મ-પરિણતિની વિચારણા કરતાં શબ્દાદિક વિષયમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. નિર્વેદ તે કહેવાય કે ઉત્પન્ન થયેલા વિષયના વૈરાગ્યવાળે તેનાથી કંટાળે. કેદખાનાના વાસ માફક સંસારવાસથી ઉદ્વેગ પામીને ભોગથી નિવ, સગા-સંબંધીઓ અને બંધુઓને બંધન માને, ઘરવાસ કેદખાન જેવું માને. અનુકંપા વળી એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય અને ભવસાગરમાં દુઃખ અનુભવતા જોઈને, કે કરુણા–પરાધીન હૃદયવાળે તેના કરતાં પણ અધિક દુઃખ અનુભવે; એટલું જ નહિ પણ પિતાની શક્તિ અનુસાર તેના દુઃખને પ્રતિકાર કરવા માટે પ્રયત્ન કરે. અસ્તિક્યમતિવાળે તે વળી એ કહેવાય કે, જીવાદિક પદાર્થો છે. પુણ્ય, પાપ, બંધ, મેક્ષ છે. જિનેશ્વરેએ પ્રરૂપેલા પદાર્થો અને ભાવમાં સમ્યગ્ર શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રૂચિ કરે અને તેને સ્પર્શ કરે. તે સમ્યકત્વનું ફલ ઉત્તમ મનુષ્ય અને દેવભવની પ્રાપ્તિ, તેમાં આગળ આગળ ધર્મ સામગ્રી યુક્ત સુખ અને પરંપરાએ નિર્વાણુ–ગમન. આ પ્રમાણે વિધિપ્રમાણે શ્રવણ કરીને ધના સાર્થવાહે કહ્યું, ધર્મના મૂળરૂપ આ સમ્યકૃત્વ સુંદર છે. અત્યાર સુધી અમને આ સાંભળવામાં આવ્યું ન હતું. ભગવંતે મેહનિદ્રા દૂર કરી. શાશ્વતપદની ઉત્તમગુણવાળી પદવી પ્રકાશિત કરી. એ પ્રમાણે કહી ભગવંત અને બીજા સાધુઓને વંદના કરીને પિતાના આવાસમાં ગયે. અતિ આનંદ પામેલા તેણે ગુરુના વચનની વિચારણા કરવામાં કેટલીક રાત્રિ પસાર કરી અને થોડી રાત્રિ બાકી રહી, ત્યારે કાલનિવેદકે નિવેદન કર્યું કે હે ગુણભંડાર! લોકોનું પર્યટન અટકાવનાર, જળ રૂપ અંધકાર વડે પૃથ્વીનાં વિવારે ઘણાં પૂરાયાં છે, જેમાં એ વર્ષાકાળ રાત્રિના ભરની જેમ ગળી ગયું છે અને હવે આવા પ્રકારની શરદત્રતુનું આગમન થઈ રહ્યું છે.- લેકના મનમાં વ્યવસાય કરાવનાર, માર્ગ પ્રગટ કરનાર અને પથિકસમુદાયને સુખ ઉત્પન્ન કરનાર, હંસકુળથી સેવિત પ્રાતઃકાળ સરખે શરદકાળ ફેલાવા માંડે ઉન્મા–ગમન કરવાથી પાછું ફરેલ અને શરદકાળમાં પોતાના સ્વભાવમાં શાન્ત રહેલ જળ વીતી ગયેલ યવન કલુષિતતાવાળા હૃદયનું અનુકરણ કરે છે. મેરના કેકારવથી મુખર, વીજળી લતાથી ગહન, વર્ષાકાળરૂપી મહાઇટવીનું નિરાકુલ મેએ ઉલંઘન કરી મેઘધનને મૂકી દીધા. મેઘ આચ્છાદિત થવાથી દિશાઓ અંધકારથી મલિન બની હતી, પરંતુ હવે તેઓ વિખરાઈ જવાથી પ્રસન્નતાને પામી. પગે ચાલવાથી મધ્યભાગનો કાદવ દબાઈ ગયા પડખાને કાદવ પ્રચંડ રહ્યો, તેથી કરીને એકગામથી બીજા ગામ વચ્ચેના માર્ગો સીમાડા જેવા થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy