SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ગાશાળાના અધિકાર (૯) ગોશાળાના અધિકાર ભગવંત પણ તે પ્રદેશમાંથી યથાક્રમે વિહાર કરતાં કરતાં ‘રાજગૃહ'માં પધાર્યાં. ત્યાં નગર અહાર નાગલંદ (નાલંદા) નામના એક પરામાં એકાંત અને અવર-જવર રહિત વસતિ દેખીને આખી રાત્રિ કાઉસ્સગ્ગ-ધ્યાનમાં ઉભા રહ્યા. પ્રભાત-સમયે માસ-ક્ષપણુના પારણાના સમયે જયશેઠને ત્યાં વિચિત્ર લેાજનથી પારણુ કર્યું. અહા દાન !’ એમ ખેલતા દેવાએ હિરણ્યની વૃષ્ટિ વરસાવી. વળી ખીજા માસક્ષપણુના પારણે નંદન નામના શેઠને ત્યાં પારણું કર્યું. ત્યાં પણુ દેવાએ તે જ પ્રમાણે સત્કાર કર્યાં. કરવા છતાં આ પ્રમાણે સમગ્ર લેકથી નિરંતર પૂજાતા ભગવંતને દેખીને ગેાશાલ' નામના પૂજા– ભિલાષીએ ભગવંતની પાસે આવીને શિષ્યપણાના સ્વીકાર કર્યાં. કેવલજ્ઞાન ઉત્પન્ન ન થવા છતાં પણુ ભગવાને આમાં ભવ્યત્વનું બીજ છે.’ એમ માનીને તેનું અનુસરણ સ્વીકાર્યું. ત્યારપછી જે જે તપવિધાન ભગવાન કરતા હતા, તે તે તપવિધાનને આ પણ કરતા હતા. પરંતુ તેને ભગવંત સરખું' લ થતું ન હતું. કયા કારણથી ?- અતિદુષ્કર તપ પણ તે ગેાશાળાને તેવું ફળ થતુ ન હતું. કારણ કે, ભાવની નિમળતા વગર કરેલા તપ એ માત્ર ક્ષુધાના પરિશ્રમ વેઠવાનેા છે. જે આત્માને પ્રવચનમાં શ્રદ્ધા, ભક્તિ તેમજ ચિત્તની શુદ્ધિ નથી, તે એવા તપ કરીને ઘણા કલેશ સહન કરે તે તેને તે નિરર્થક નીવડે છે. જે કાઈ પૂજા–સત્કાર, માન, દાન, સન્માન, કીર્તિ મેળવવા માટે તપ કરે છે, તેને તપ નિર્વાણના છેડાવાળા થતા નથી. આ પ્રમાણે ભગવંતને થતા પૂજા-સત્કાર મેળવવાની અભિલાષાવાળા તે તેવું ફળ મેળવતા નથી, માટે મનની નિ`ળતા એ જ મુખ્ય છે. આ પ્રમાણે તીવ્ર ઉપવાસાકિ તપસ્યાથી સુકવી નાખેલ શરીરવાળા તે ગેાશાળા એક વખત પ્રભુ પાસે આવીને પૂછવા લાગ્યા કે–હે દેવાય ! આજે હું શાનું ભાજન કરીશ ? [ભગવંતના દેહમાં છૂપાએલ] સિદ્ધાથ દેવે કહ્યું કે કોદ્રવાની કાંજીથી' ત્યાર પછી તે જ પ્રમાણે પારણું થયું. ૩૮૩ ત્યાર પછી ભગવંત કોઈક દિવસે કોલાક’ સન્નિવેશમાં પધાર્યાં. ત્યાં ગેાશાળાએ ખીર રાંધતા ગાવાળને દેખીને પ્રભુને પૂછ્યું કે- ‘હે ભગવંત ! મને અહીં ક્ષીરનુ ભેજન પ્રાપ્ત થશે કે નહિ ?' ત્યારે સિદ્ધાર્થ દેવે કહ્યું કે- થાડી રંધાયા પછી આ હાંલ્લી ભાંગી જશે.' ત્યાર પછી ગાશાળાએ ગાવાળાને હકીકત જણાવતાં સાવધાની રાખવા છતાં ગેાવાળ-પુત્રોને તેમજ થયું. ક્રી તલના ક્ષેત્રમાં ભગવંતને પ્રશ્ન કર્યાં કે આ તલના છોડવાની સીંગમાં કેટલા તલ ઉગશે ? સિદ્ધાથે કહ્યુ’-સાત તલ થશે.’ ત્યારપછી ગેાશાળાએ તે છોડને ઊખેડીને ગમે ત્યાં ફેંકી દીધેા. ગાયની ખરીવાળા પગલામાં પડવાથી ત્યાંજ તે છેડ ઊગ્યા. તે માર્ગેથી પાછા ફરતાં ફરી ગેાશાળાએ પૂછ્યું કે, તે તલના છેડ કયાં છે ? અને તેમાં કેટલા તલ છે ?- એમ પૂછતાં સિદ્ધાથે ખતાવ્યા. ફરી કોઈ વખત પૂછ્યું કે આજે હું શાનુ ભાજન કરીશ ! સિદ્ધાર્થ ક્યું કે- મનુષ્યમાંસનું’ત્યારપછી એક માઇ પાસે જઈને કહ્યું કે- આજે મને ખીરભાજન ખાવાની અભિલાષા થઈ છે.' તે સ્ત્રી મરેલા બાળકને જન્મ આપનારી હતી. તે સ્ત્રીએ મરેલા બાળકના માંસને દુધમાં પકાવીને ખીરરૂપે તૈયાર કરીને પુત્રની અભિલાષાથી ગાશાળાને ખીરભાજન આપ્યું. લેાજન કર્યા પછી કઈક હસતા ભગવંતની પાસે જઈ ને ઉપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy