SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત વિચરે છે. આ પ્રમાણેના ગુણયુક્ત યતિસમુદાયને જોતાં જોતાં થોડી ભૂમિ સુધી ગયા. એટલે તેણે સમગ્ર દોષથી રહિત સર્વગુણના ભંડાર તેજના ઢગલા સરખા આચાર્ય ભગવંતને જોયા. પછી વિચાર્યું કે, આ પૃથ્વીમાં આ ભગવંત પુરુષરત્નને છોડીને કઈ રત્ન દોષરહિત નથી. તે આ પ્રમાણે – પિતાને પ્રતાપ ફેલાવત, ભુવનની અંદર પ્રાપ્ત કરેલ પ્રભાવવાળે હોવા છતાં જેમ કનરેન્દ્ર પૃથ્વીને કર નાખીને હેરાન કરે છે, તેમ સૂર્ય પણ કમળને કિરણથી પીડા કરનાર છે. ભુવનને આનંદ આપનાર, અમૃતમય, સુંદર રાત્રિના મુખના તિલકભૂત, ચંદ્ર આકાશમાર્ગને પ્રકાશિત કરનાર હોવા છતાં વિમલ કલંકથી યુક્ત છે. વિસ્તીર્ણ પાંખડીઓવાળું સજજડ સુગંધી મકરંદયુક્ત કમલ શ્રીદેવીનું કીડાભવન હોવા છતાં જલ(ડ)માં વાસ કરનારું અને કાંટાળું દેવે બનાવ્યું. લક્ષ્મીનું કુલઘર, અમૃત ઉત્પત્તિનું સ્થાન હોવા છતાં સમુદ્ર સેવન કરવામાં આવે તે ફલ આપનારે, ત્રાસ આપનાર અને નક્કી કરુણ વગરને છે. જાતિ–વિશુદ્ધ ઉજવલ મનહર પવિત્ર સુંદર બરાબર ગોળાકાર એબ વગરનું મુક્તાફલ હોવા છતાં લેહ સાથે સંગ કરવાથી છિદ્રવાળું હોય છે, ત્રણે ભુવનને આનદ આપનાર હંમેશાં દેવાંગનાઓથી યુક્ત મેરુગિરિ પણ પિતાના લંગડાપણાના દેષથી લજ્જા પામે છે. સ્થિરવર્ણવાળા સુંદર દેખાવવાળા તેજસ્વી ઘણા પ્રકારના ગુણે જેમાં રહેલા છે, લેકમાં જે સર્વોત્તમ રત્નો ગણાય છે, પરંતુ તેઓને તે બંધાવું પડે છે. અર્થાત્ હીરા, માણેક, નીલમ, શનિ આદિને આભૂષણમાં જડીને રાખવા પડે છે. આ પ્રમાણે ગુણ-વિચારણની ચર્ચામાં જે જે રત્નને વિચાર કરીએ છીએ, તે તે આ ગુણાકર પુરુષરત્નને છોડીને કઈને કઈ કલંકવાળાં રત્ન છે. આમ વિચારતાં તે સાર્થવાહ આચાર્યની સમીપે ગયા. ગુરુ ભગવંતને વંદના કરી. ગુરુએ કર્મરૂપ પર્વતને ચૂરો કરનાર વજગ્નિ સરખે “ધર્મલાભ” આપ્યો. તેમના ચરણ-કમલ પાસે બેઠો, અને નિર્દોષ મોક્ષના માર્ગ સ્વરૂપ ધર્મ પૂછડ્યા. પછી ગુરુ તેને ધર્મોપદેશ આપવા લાગ્યા કે “હે દેવાનુપ્રિય ! ધર્મનું મૂલ હોય તો સમ્યક્ત્વ છે. સાર્થવાહે પૂછ્યું, “હે ભગવંત! તે કેવી રીતે પ્રાપ્ત કરાય? કેવા સ્વરૂપવાળું છે? કયા ગુણવાળું, તે ઉત્પન્ન થયું છે કે નહિ, તે કેવી રીતે જાણવું ? તેનું ફલ શું?” ગુરુએ કહ્યું– હે ગુણાકર ! સાંભળે, સમ્યકત્વ-પ્રાપ્તિનાં આ બે કારણે છે, તે આ પ્રમાણે, સ્વાભાવિક -કેઈ નિમિત્ત વગરનું અને બીજાના ઉપદેશથી થવાવાળું. તેમાં નિસર્ગ એટલે સ્વભાવ, તે પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઓગણત્રીસ કેટકેટી સાગરેપમ, નામ, ગોત્રની એગણશ, મેહનીયની અગણોતેર યથાપ્રવૃત્ત નામના પહેલાં કરવડે કરીને ખપાવી નાખે અને બાકી દરેક કર્મની એક કડાકોડી સાગરોપમની સ્થિતિ રહે, તેમાંથી પણ કેટલેક ભાગ ઓછો કરે તથા જઘન્ય નહિ અને ઉત્કૃષ્ટ પણ નહીં એવા આયુષ્ય-બંધના પરિણામવાળે આત્મા ગ્રંથિદેશ પાસે આવે. તે ગ્રંથિ પણ બીજા કર્મની સહાયતા સહિત મેહનીયકર્મો કરેલો સજજડ રાગ-દ્વેષનાં પરિણામરૂપ કઠોર, દઢ, ન ભેદાય તેવી વાંસ કે રાયણની ગાંઠ જેવી સજજડ ગાંઠ હોય છે. તેને પામીને કેઈ જીવ ભાગી જાય અને અનંતાનુબંધી કર્મના ઉદયથી ફરી પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. બીજે કઈ જીવ તેવા પરિણામથી પરિણમેલે કેટલેક કાળ ત્યાં રોકાય. ત્રીજે કઈ ઉલ્લાસ પામેલા વીર્યના વેગથી અપૂર્વકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy