SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ચેપન્ન મહાપુરુષનાં ચરિત નમન કરતા સામતના મુગુટમણિઓનાં કિરણેથી પ્રકાશિત બનેલ પાદપીઠવાળા “અશ્વસેન’ નામના રાજા હતા. તેના નિર્મલયશ વડે ભુવનમંડલ શોભતું હતું. યશ કે હિતે? સમગ્ર લેકેને શીતલ લાગતો હોવા છતાં વૈરીઓને સંતાપ કરાવનાર, સ્થિર હોવા છતાં નિરંતર ભ્રમણ કરવાના સ્વભાવવાળો, નિર્મલ હોવા છતાં પણ શત્રુ અને વણિક-કલા કરનારના મુખમંડલને મલિન કરનાર, ચંદ્ર સરખો ઉજજવલ હોવા છતાં પણ લોકોને અનુરાગ પ્રગટ કરાવનાર યશ હતે. તેને વિલાસી હસ્ત-કમળ વડે મનહર પત્ની જેવી સમગ્ર અન્ય પુરુષોને ભેગવવા યોગ્ય નિત્ય આલિંગનસુખને પામેલી રાજ્યલમી હતી. તે રાજાને બલદેવને જેમ વનમાલા, સમુદ્રને જેમ વેલા, દિશાડાથીઓને જેમ દાનલેખા, શ્રેષ્ઠવૃક્ષોને જેમ લતા, ચંદ્રને જેમ જ્યન્ના, વસંતને જેમ પુપિદુગમ, સરોવરને જેમ નલિની (મલિની), આકાશમંડલને જેમ તારાપંક્તિ, તેમ સમગ્ર અંતઃપુરમાં પ્રધાન અને અલંકારભૂત “વામા” નામની રાણી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં રાજાના દિવસે પસાર થતા હતા. આ બાજુ કનકરર્થ ચક્રવતી દેવ તે પ્રાણુત નામના દેવલેથી નેમિનાથ ભગવંત નિર્વાણ પામ્યા પછી ત્યાશી હજાર, સાડા સાતસો ૮૩૭પ૦ વર્ષો વીત્યા પછી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતે ચવીને વામાદેવીની ઉત્પન્ન થયા. તે જ રાત્રે તેણીએ પ્રભાત સમયે ચૌદ મહાસ્વમો દેખ્યાં. કેવાં? ચૌદ મહાસ્વમ - નિર્મલ મહામણિ જડેલા મોટા પલંગ પર સુખેથી નિદ્રા કરતી વામાદેવીએ અણધાર્યા દ મહાસ્વમ જોયાં. પ્રગટ કપલમંડલમાંથી નીંગળતા-ઝરતા મદજળવાળા, મદની ગંધમાં આસકત થયેલા ભ્રમરોના ઝંકારથી મુખર, લાંબી સ્થૂલ સૂંઢ વડે ઉંચા કરેલા કુંભની શોભાવાળ, ચંદ્રનાં કિરણ સરખી ઉજજવલ કાંતિવાળા શ્રેષ્ઠ હાથીને પ્રાતઃકાળે વામા દેવીએ જોયો. (૧). શરદ સમયના ઉજજવલ મેઘની શેભાને વહન કરતા, અતિમનહર અંગવાળા, અગ્નિમાં તપાવેલા ઉત્તમ જાતિના સુવર્ણ સરખા સ્વચ્છ સંગત શિંગડાવાળા, ઘણું ઊંચા પર્વતના શિખર સરખા ઉન્નત પુષ્ટ કકુદ-સ્કંધના ભારવાળા, ઊંચું મુખ કરીને અવલોકન કરતા શ્રેષ્ઠ ગાયના વાછડા(વૃષભ)ને જે. (૨). સ્વચ્છ વિકસિત સુવર્ણના કમલ સરખી ઉજજવલ કંપતી કેશવાળીની જટાવાળા, બીજના બાલચંદ્ર સરખી વાંકી મજબૂત દાઢાથી ભયાનક વદનભાગ વાળા, મૃગાદિક વનચર પશુઓને અત્યંત ભય ઉત્પન્ન કરાવનાર સિંહકિશોરને સ્વમમાં જો (૩). મકરંદ રસ સહિત ખીલેલા નિર્મલ કમલના મધ્યભાગમાં બેઠેલ, અરાવણું હાથીની સૂંઢ વડે ધારણ કરાયેલા કળશથી જલાભિષેક કરાતી, હથેલીમાં રહેલ સુવર્ણકમલના કેસરાથી કેસરવર્ણ સરખી શ્રીદેવીને પ્રાતઃકાળે સ્વમમાં દેખી (૪). ઘણું પ્રયત્નથી ધીમે ધીમે જેમાંથી રસ નીકળી રહેલ છે, એવા થડા છેડા ઉજજવલ પત્રવાળા કમળોથી યુક્ત, જેના મધ્યભાગમાં પરિમલથી એકઠા થયેલ મત્ત ચંચળ પાંખવાળા ભ્રમરે છે, એવા કેષવાળી કલ્પવૃક્ષનાં પુષ્પના કેસરા સમૂહથી બનાવેલી હોય તેવા સ્વરૂપવાળી અત્યંત સુગંધી હોવાથી મહેંકતી શ્રેષ્ઠ પુષ્પ છ માં દેખી. (પી. કેલાએલ કિરણ-સમહ ભેગા થવાથી ઉજજવલ કેસરાના આલય સરખું, સફેદ ચમકતી ચાંદની રૂપ પ્રચંડરસયુકત, મકરંદરસથી હર્ષિત થયેલા, સ્થિરતા પામેલા મૃગ-મધુકરે જેના મધ્યભાગમાં આશ્રય કર્યો છે. રાત્રિરૂપ કમલિનીનું જાણે વેતપુષ્પ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy