SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ પન્ન મહાપુરુષોનાં ચરિત સમગ્ર દુઃખની ઉપમા આપી સમજાવી શકાય તેવા કોઈ પદાર્થો અહીં નથી, છતાં પણ કેવા પ્રકારના તાપાદિક હોય તે જણાવે છે – લાખાજન–પ્રમાણે મેરુપર્વત–પ્રમાણવાળા કાલલેહના ગોળાને તે નારકીના અગ્નિતાપ સ્થાનમાં નાખવામાં આવે, તે તેના તીવ્ર તાપથી એકદમ તરત જ પીગળીને પ્રવાહી બની જાય છે. તેટલા જ પ્રમાણુવાળા લેહપિંડને ઠંડીમાં નાખવામાં આવે છે તે પણ ક્ષણવારમાં વિલય પામે છે. ઠંડીની પણ એ જ ઉપમા સમજવી. કેઈક સ્થાને તાપની ઉષ્ણતાથી અધિક અને ઠંડીથી સંકુચિત-દેહવાળા થાય છે. ત્યાં જીવ પિતાના કર્મવશપણુથી ક્ષણવાર પણ રક્ષણ મેળવતે નથી. આ પ્રમાણે ત્યાં ઉત્પન્ન થયેલા નરકમાં ફેંકાયેલા મહાપાપકમીને લાખે દુઃખો ભેગવવામાં અને પરાધીનપણે સહન કરવામાં લાંબા કાળ પસાર થાય છે. આ બાજુ વજીનાભ દેવ પિતાનું આયુષ્ય પાલન કરીને ત્યાંથી ચ્યવેલ જંબુદ્વીપ નામના આ જ પૂર્વ વિદેહ ક્ષેત્રમાં, પરાણ નગરમાં “કુલિશબાહુ” રાજાની સમગ્ર અંતઃપુરમાં મુખ્ય “સુદર્શના” નામની રાણી હતી, તેના ગર્ભમાં ઉત્પન્ન થયે. ઈષ્ટ પ્રસૂતિ-સમયે તેને જન્મ થયે. “કનકરથ” એવું તેનું નામ સ્થાપન કર્યું. શરીરથી અને કળાઓથી વૃદ્ધિ પામે. ક્રમે કરી યૌવનવય પામ્યો. તે સમયે કુલિશબાહુ રાજા “કનકરથ” કુમારને રાજ્યધુરા ધારણ કરવા સમર્થ થયે જાણીને, તેને સમગ્ર સામંત સહિત રાજ્ય અર્પણ કરીને પિતે પ્રત્રજ્યા અંગીકાર કરી. તે “કનકરથ” રાજાને પણ પિતાના બલ પ્રભાવ આડંબરથી ઉત્પન્ન થયેલ પ્રતાપ સમૂહ યુકત, અનેક પ્રતિપક્ષીઓને જિતને રાજ્યસુખ ભેગવતાં ચૌદ રત્નાદિક સામગ્રીવાળું ચક્રવર્તીની પદવીવાળું વિધિપ્રમાણે પૂર્વભવમાં કરેલા પુણ્યકર્મના પ્રભાવથી છખંડવાળા ભરતક્ષેત્રનું અધિપતિપણું પ્રાપ્ત થયું. આ સમજીને બીજાઓએ પણ કુશલકર્મમાં ઉધમ કરે જોઈએ, પાપકર્મની મતિને ત્યાગ કર જોઈએ, વિષ તરફની પ્રીતિને ધિક્કારવી જોઈએ, કામપરવશ ન બનવું, ઇન્દ્રિયને અનુકૂળ ન થવું, રાગ-દ્વેષાદિકને પરિહાર કરે જોઈએ, જિનેશ્વરમતને આદરે જોઈએ. આ પ્રમાણે કુશલ–પુણ્યકર્મ કરવામાં ઉદ્યમવાળાને તેવું કોઈ સુખ નથી કે, જે તે ન પામે. કેવી રીતે ? આ જીવલેકમાં કુશલકર્મના કાર્યોમાં ઉદ્યમ કર્યા વગર મનોવાંછિત મને રથવાળાં સુખ પ્રાપ્ત થતાં નથી. સાચા હૃદયપૂર્વક મહાપ્રયત્નથી કાર્યમાં ઉદ્યમ કરનાર હોય, પરંતુ ગતિવગરને ઈચ્છિત સ્થળે પહોંચી શકતું નથી, તેમ ધર્મ વગરને પ્રાણ ઈચ્છિત સુખ પ્રાપ્ત કરી શક્તો નથી. કેઈ મૂર્ખ બુદ્ધિહીન તેલ મેળવવા માટે રેતી પીસે, તેની જેમ ધર્મ વગર સુખ મેળવવા અભિલાષા કરે, તે નિરર્થક કલેશ પામે છે, સુખ મેળવી શકતું નથી. જે કોઈ ઉખર - ખારી ભૂમીમાં મૂઢતાથી વાવણી કરે અને શાલિ-ચેખાની માગણી કરે, તેની માફક ધર્મ આચર્યા વગર સુખ ભેગવવાની માગણી કરનાર છે. શબ્દોના અર્થો જાણ્યા વગર મૂઢમતિવાળો કેઈ કાવ્ય રચવાની ઈચ્છા કરે, તેની માફક કુશલકર્મ કર્યા વગર ઉત્તમ ઐશ્વર્યવાળા સુખની અભિલાષા કરનારે સમજ, આ પ્રમાણે હૃદયમાં સર્વ જી એ ભાવના ભાવીને આ જીવલેકમાં સુખની અભિવાષા-ઈચ્છા કરનારે પ્રથમ ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રમાણે સુકૃત ધર્મના પ્રભાવ વડે જીવોને ઈન્દ્રાદિક સુધીના તમામ સુખની પ્રાપ્તિ થાય છે. તે કનકરથ ચક્રવતીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy