SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સાથ, વનાથી, સરોવર, પાસે ૩૩૭ કરવા આ પ્રમાણે વિચરતા વિચરતા સમ્મેત શૈલ' તીર્થને વંદન કરવા માટે બુદ્ધિ પ્રગટ થઇ. સાગરદત્ત સાથે વાહની સાથે વિહાર કરવા લાગ્યા. સાગરદત્ત પ્રણામ કરીને પૂછ્યું કે, હું ભગવત ! આપ કઈ તરફ પધારવાના છે ?” મુનિએ કહ્યું કે, અષ્ટાપદ પર્વતની યાત્રા માટે. સા વાહે ફરી પ્રશ્ન કર્યાં કે, તમારા ધમ કેવા પ્રકારના છે ? એટલે મુનિએ સમ્ય ફ-મૂલ પાંચ મહાવ્રતવાળા યતિધમ કહ્યો. તેમ જ તે જેનાથી ન બની શકે, તેને પાંચ અણુવ્રતવાળે શ્રાવકધમ સમજાયે. તે સાંભળીને તેનાં કમેમાં પાતળાં પડ્યાં, મિથ્યાત્વઅધકાર નાશ પામ્યા. ધર્મ કરવાના ઉદ્યમ ઉચ્છ્વાસ પામ્યા. શ્રાવકધમ સ્વીકાર્યાં. એ પ્રમાણે હ ંમેશાં ધર્મોપદેશ સાંભળવામાં તેના દિવસે પસાર થતા હતા. સાથ ચાલ્યા કરે છે. ક્રમે કરીને સાથે ત્યાં પહાંચ્યા, જ્યાં પેલા વનહાથી હતેા. સરોવર-વણું ન તે વનમાં એક સરાવર દેખ્યુ. તે કેવું હતું ? નીલ આકાાસ્થળના પ્રતિબિંબ સરખું, ત્રણે લેાકની લક્ષ્મીના દપણું સરખું, જાણે સમગ્ર ભુવન જળસ્વરૂપ ધારણ કરીને હાજર થયું હાય તેવું વિશાળ, હિમાલયના ઉજ્જવલ શિખરની જેમ સ્થિર સ્થાન પામેલુ, ચદ્રષિ બની જેમ રસભાવમાં પરિણમેલું, સમુદ્રમાં પ્રવેશ કરવા માટેના મુખમા સરખું, ધરતી–વનિતાની મણિતિ ફસબંધી ભૂમિ સરખું, સ્ફટ્રિક પર્વતમાળા સરખા જળચર જીવાથી વ્યાસ, જળ નિર્મળ હાવાથી સરાવરની અંદરના વિવિધ રંગવાળા વિવિધ પદાર્થોનું સ્વરૂપ વિચારતા ચપળ પવનથી ઉછળતા, જળતર`ગના બિન્દુએ ઉડવાથી જાણે મેઘધનુષના ખ ́ડથી શેશભાયમાન હાય તેવું સરાવર દેખાતું હતું. નિર'તર પ્રવર્તતી ઉત્કંઠાઓથી ભરપૂર મનેહર યૌવનની જેમ સુંદર, કોમલ મૃણાલિકા-લતાએથી છવાએલ અને લહેરાવાળા, ભારતચરિત્રની જેમ ઉત્પન્ન થએલા શ્વેત હંસોની પાંખા વડે આંદોલન કરાતા, (ભારતચરિત્ર પક્ષે-પાંડુરાજા અને ધૃતરાષ્ટ્રના પક્ષેાથી વિક્ષેાભવાળા), વિન્ધ્ય-અરણ્યની જેમ વિકસિત થએલા શ્વેતકમળના સમૂહવાળા, (અરણ્ય પક્ષે-શરીરની લંબાઈ કરતા ઉત્તમ વ્યાઘ્રવાળા) કામદેવ સરખા સ્થિર બેઠેલા મકરના મુખમાંથી નીકળેલા વિકારવાળા, (કામદેવ–પક્ષે કામદેવના ધ્વજમાં રહેલ મગર, મુખના ઉર્દૂગારથી નીકળેલા હાવભાવવાળા), કૅસસેનાની જેમ ભ્રમરકુલથી વીટળાલા, નીલકમળના સમૂહવાળા (કંસસેના—પક્ષે ભ્રમર–કુલથી ભય પામેલા મુખવાળા) કુવલયપીઠ નામના હાથી છે જેમાં માંગરાના વનમંડલની જેમ હજાર સપથી સેવાતા જળસમૂહવાળા, ચંદનવનની જેમ શીતળ ચારે બાજુના કિનારા પ્રદેશવાળાં, બાળકના ચરિત્રની જેમ કિનારા ઉપર ઉગેલા વૃક્ષ ઉપર રહેલા વાનરા વડે કરાએલી જલપતનની ક્રીડાવાળા, (ખીજા પક્ષે-ખાલકૃષ્ણ કિનારાના વૃક્ષ ઉપર રહેલા કૃષ્ણની જલપતનની ક્રીડા) દેવતાઈ સરખું, મત્સ્યાના દર્શનથી આપેલા દૃષ્ટિના ઉલ્લાસવાળા (દેવતાપક્ષે-નિમેષરહિત દૃષ્ટિવાળા દેવાથી યુક્ત) આવા પ્રકારના, સમગ્ર જંતુઓને શાંતિ આપનાર, શ્રેષ્ઠ કમલવનરાજીથી શેાભાયમાન મનહર સરાવરને જોયું. તેને દેખતાં જ માગમાં લાગેલા થાક, તૃષા વગેરે દૂર થયાં અને તેની નજીકમાં આખા સાથે પડાવ નાખ્યું. લેાકેા રસેાઈ રાંધવા લાગ્યા. આ સમયે પોતાની સવ હાથણીઓના પરિવાર સાથે ઈચ્છા પ્રમાણે હરતા-ફરતા તે વનડાથી જળપાન કરવા માટે સાવર તરફ આવ્યા. જળના મધ્યભાગમાં ઉતયાં. ઘણાં નીલકમળાની સુગંધ યુક્ત ભમરાના ગુંજારવ-ગીતથી મુખર સરેશવર-જળનું પાન કર્યું. પોતાની લાંબી સૂંઢ વડે કદ સહિત પત્રપુટવાળા કમલના કેસરાના પરાગથી પીતવર્ણ યુક્ત બિસિની–વલય ખે’ચી કાઢ્યું. વળી સ્થૂલ સૂંઢના પવન-મિશ્રિત જળ હાથણીએના શરીર ઉપર ફેંક્યુ, કોમલ કમલ ४३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy